Gandhinagar : ભાજપ દ્વારા સંગઠનાત્મક નિમણૂંકો જાહેર, જાણો કોને કઇ જવાબદારી સોંપાઇ
- Gandhinagar, ભાજપ દ્વારા સંગઠનાત્મક નિમણૂંકો જાહેર
- વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની નિમણૂંક
- પ્રદેશ ભાજપના 7 મોરચાના 7 પ્રભારીઓની નિમણૂંક
- ભાજપ દ્વારા જિલ્લા-મહાનગર પ્રભારીઓની નિમણૂંક જાહેર
- રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં નવા પ્રભારીઓને જવાબદારી
- સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતના મહાનગરોમાં નિમણૂંકો
- સંગઠન મજબૂત બનાવવા જિલ્લા સ્તરે જવાબદારી સોંપાઈ
- પ્રદેશ ભાજપના 4 મહામંત્રીઓને મહાનગરોના પ્રભારી બનાવાયા
Gandhinagar : આજરોજ ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા સંગઠનાત્મક નિમણૂંકો (Organizational Appointment) જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રદેશના વિવિધ મોરચાઓના પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના 7 મોરચાના પદો પર 7 પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. યુવા મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી કિરીટ પટેલને સોંપવામાં આવી છે, જ્યારે મહિલા મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી શબ્દશરણ બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો ------- Holika Dahan : રાજ્યભરમાં હોલિકા દહન, ચોટીલા ડુંગર પર મહંત પરિવારે હોળી પ્રગટાવી
Gandhinagar, જિલ્લા અને મહાનગરોમાં પણ નવા પ્રભારીઓની જાહેરાત
વધુમાં ઓબીસી મોરચાના પ્રભારી તરીતે નટુજી ઠાકોરને જવાબદારી સોંપાઇ છે, તો SC મોરચાના પ્રભારી તરીતે હિતેષ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. એસટી મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી ગીતાબેન રાઠવાને સોંપવામાં આવી છે, લધુમતી મોરચાના પ્રભારી તરીકે રસિક પ્રજાપતિની નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ ભાજપ દ્વારા જિલ્લા અને મહાનગરોમાં પણ નવા પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપ દ્વારા સંગઠનાત્મક નિમણૂંકો જાહેર
વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની નિમણૂંક
પ્રદેશ ભાજપના 7 મોરચાના 7 પ્રભારીઓની નિમણૂંક #GujaratBJP #BJPOrganization #CRPaatil #BharatPandya #KiritPatel #GujaratPolitics #BJPMorcha #PoliticalUpdate #ElectionReady #GujaratFirst pic.twitter.com/Jpt5kshmMv— Gujarat First (@GujaratFirst) March 2, 2026
તાત્કાલિક અસરથી જવાબદારી સંભાળી લેવા સૂચના
સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિતના મહાનગરોમાં જિલ્લા પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. સંગઠનને મજબૂત કરવા માટે જિલ્લા સ્તરે જવાબદારીઓ સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રદેશ ભાજપ દ્વારા ચાર મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે, જેમાં સુરત શહેરના પ્રભારી તરીકેની જવાબદારી પ્રશાંત કોરાટને સોંપવામાં આવી છે, જ્યારે વડોદરાની જવાબદારી હિતેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરની જવાબદારી અજય બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી છે, તથા રાજકોટમાં અનિરૂદ્ધ દવેને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, તાત્કાલિક અસરથી તમામ નવનિયુક્ત પ્રભારીઓને પોતાની જવાબદારી સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે,
આ પણ વાંચો ------ Gift City ચેરમેન ઉદયભાઇ કોટક અને DyCM હર્ષભાઇ સંઘવી વચ્ચે મુલાકાત


