Gujarat BJP : રાજ્યભરમાં શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ
- રાજ્યભરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા આજથી થઈ શરૂ (Gujarat BJP)
- મહાનગર અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈ સેન્સ પ્રક્રિયા શરૂ
- ભાજપ કાર્યાલયમાં અલગ-અલગ દાવેદારોની સેન્સ પ્રક્રિયા
- અમદાવાદ, સુરત, રાજકોટ સહિતનાં જિલ્લાઓમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
રાજ્યનાં મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈ આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજથી બે દિવસ માટે આ પ્રક્રિયા ચાલુ રહેશે. જિલ્લા મહાનગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા (BJP Sense Process) પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે. ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતનાં જિલ્લાઓમાં ભાજપની (Gujarat BJP) સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.
ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરવાની શરૂઆત
રાજ્યના પાટનગર એવા ગાંધીનગર (Gandhinagar) શહેર ભાજપ પ્રમુખ બનવા માટેનાં દાવેદારો શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે ફોર્મ ભરીને પોતાની દાવેદારી નોંધાવશે. જણાવી દઈએ કે, સક્રિય સભ્ય અને કામગીરી સહીતની બાબતો પર પક્ષ દ્વારા નિયમ બનાવાયા છે. આ નિયમો મુજબ બંધ બેસતા કાર્યકરો ફોર્મ ભરી શકશે.
Gujarat માં BJP ની સેન્સ પ્રક્રિયા શરૂ, પ્રદેશ પ્રમુખની વરણી માટે હાથધરાશે કાર્યવાહી। Gujarat First#senseprocess #bjp #Gujarat #gujaratfirst #BJPLeadership #Election @YagneshDaveBJP pic.twitter.com/QEWcSkGLi1
— Gujarat First (@GujaratFirst) January 4, 2025
અમદાવાદમાં દાવેદારી કરવા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ભારતીય જનતા પાર્ટી (Gujarat BJP) દ્વારા રાજ્યમાં મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણી માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપ કાર્યાલયોમાં અલગ-અલગ દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાશે. જિલ્લા મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે. જણાવી દઈએ કે, અમદાવાદમાં (Ahmedabad) શહેર પ્રમુખ માટે દાવેદારી કરવા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. માહિતી અનુસાર, સહચૂંટણી અધિકારી અને પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ, ખાડિયાનાં પૂર્વ કોપોરેટર મયુર દવેનાં ફોર્મથી શરૂઆત થઈ છે. ચૂંટણી અધિકારી પ્રદીપ ખીમાણીએ (Pradeep Khimani) જણાવ્યું હતું કે, ભાજપનાં નિયમોમાં બંધ બેસતા કાર્યકરો ફોર્મ ભરી શકશે. તમામ ફોર્મ સ્વીકારી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડને (State Parliamentary Board) નામોની યાદી સોંપાશે. જે બાદ પ્રદેશ દ્વારા નામોની યાદી જાહેર કરાશે. તેમણે કહ્યું કે, 1:30 વાગ્યા સુધી દાવેદારી પ્રક્રિયા ચલાવવામાં આવશે.
આ પણ વાંચો - VADODARA : શહેર-જિલ્લામાં ભાજપ પ્રમુખની ચૂંટણી શરૂ, ડો. શાહને 'સિંહ' સરખાવતા સમર્થક
સુરતમાં પરેશ પટેલ અને હેમાલી બોઘાવાલાનું નામ આગળ!
સુરતની (Surat) વાત કરીએ તો ભાજપ કાર્યાલયમાં અલગ-અલગ દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરેશ પટેલ અને હેમાલી બોઘાવાલાનું (Hemali Boghavala) નામ આગળ હોવાનું જાણવા મળ્યું છે. પરેશ પટેલ કેન્દ્રીયમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં (CR Patil) નજીકનાં સાથી છે જ્યારે હેમાલી બોઘાવાલા ભાજપનાં વર્ષોથી સક્રિય કાર્યકર છે અને સુરતનાં મેયર તરીકે સેવા પણ આપી ચૂક્યા છે. ડૉ. જગદીશ પટેલ, નીરવ શાહ, ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાળા સહિતનાં નામો પણ હાલ ચર્ચામાં છે. સાથે જ વર્તમાન ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા રિપીટ થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ છે.
આ પણ વાંચો - Sabarkantha : લગ્ન પ્રસંગનાં 36 મહેમાનોને લઈ જતી ખાનગી બસમાં લાગી વિકરાળ આગ
રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર કમલમમાં ફોર્મ સ્વીકારાશે
રાજકોટમાં (Rajkot) આજે ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર કમલમમાં બપોરે 1.30 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. ફોર્મ ભરવનાં નિમયો અનુસાર, ઉમેદવાર પર કોઈ ફોજદારી કેસ ન હોવો જોઈએ. ઉપરાંત, પરિવારના સભ્યોમાં અન્ય કોઈ હોદેદાર ન હોવા જોઈએ.
આ પણ વાંચો - Ahemdabad: મદદ ફાઉન્ડેશનના સભ્યોએ જરૂરિયાતમંદ 100 છોકરાઓને રેસ્ટોરન્ટમાં લઈ જઈને જમાડ્યા