Gujarat Budget 2025 : મોટર વાહન વેરા અંગે રાજ્ય સરકારની મોટી જાહેરાત, વાંચો વિગત
- મોટર વાહન વેરા અંગે રાજ્ય સરકારની મોટી જાહેરાત (Gujarat Budget 2025)
- EV પર વાહનવેરામાં 1 વર્ષ માટે 5 ટકા સુધી રીબેટની જાહેરાત
- હાલમાં EV પર રાજ્યમાં 6 ટકા સુધી ઉચ્ચક વેરો અમલી
- મેક્સી કેટેગરીમાં હવે માત્ર 6 ટકા દર અમલી રહેશે
- અગાઉ મુસાફર વહન ક્ષમતા પ્રમાણે 8 અને 12 ટકા હતો
Gujarat Budget 2025 : ગુજરાતનાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) આજે વિધાનસભા ગૃહમાં વર્ષ 2025-26 માટે રાજ્યનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું. બજેટ દરમિયાન નાણાંમંત્રીએ ઘણી મોટી જાહેરાતો કરી છે. દરમિયાન, મોટર વાહન વેરા અંગે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી. EV વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે EV પર વાહનવેરામાં 1 વર્ષ માટે 5 ટકા સુધી રીબેટની જાહેરાત કરી છે.
આ પણ વાંચો - સરકારી કર્મચારીઓ લાલીયાવાડી નહીં ચાલે, કાગળ પર હાજર સાહેબોને 10.30 એ પહોંચવું જ પડશે
સરકારે મોટર વાહન વેરા અંગે મોટી જાહેરાત કરી
વિધાનસભા ગૃહમાં આજે ગુજરાતનાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) બજેટ રજૂ કરતી વેળાએ સરકારી આવાસ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ સહિત અનેક સેક્ટર પર ભાર મૂક્યો હતો અને ઘણી મોટી જાહેરાત કરી હતી. બજેટ દરમિયાન, સરકારે મોટર વાહન વેરા (Motor Vehicle Tax) અંગે મોટી જાહેરાત કરી હતી. જેમાં EV પર વાહનવેરામાં 1 વર્ષ માટે 5 ટકા સુધી રીબેટની જાહેરાત કરી છે. હાલમાં EV પર રાજ્યમાં 6 ટકા સુધી ઉચ્ચક વેરો અમલી છે. રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹ 50 કરોડની જાહેરાત પણ કરાઈ છે.
આ પણ વાંચો - ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹6751 કરોડની જોગવાઇ, રિન્યુએબલ એનર્જી સૌથી સુરક્ષીત
EV પર વાહનવેરામાં 1 વર્ષ માટે 5 ટકા સુધી રીબેટની જાહેરાત
માહિતી અનુસાર, મેક્સી કેટેગરીમાં હવે માત્ર 6 ટકા દર અમલી રહેશે. અગાઉ, મુસાફર વહન ક્ષમતા પ્રમાણે 8 અને 12 ટકા હતો. જણાવી દઈએ કે, રાજ્ય સરકારે બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ-સહકાર વિભાગ માટે 22,498 કરોડ રૂપિયા ફાળવણીની જાહેરાત કરી છે. ઊર્જા અન પેટ્રોકેમુકલ્સ વિભાગ માટે 6751 કરોડ રૂપિયા, સામાન્ય વહિવટ વિભાગ માટે 1999 કરોડ રૂપિયા, કલાઈમેન્ટ ચેન્જ માટે 429 કરોડ રૂપિયા, ગૃહ વિભાગ માટે 12,659 કરોડ રૂપિયા, કાયદા વિભાગ માટે 2,654 કરોડ રૂપિયા, માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા, મહેસૂલ વિભાગ માટે 5,427 કરોડ રૂપિયા અને વન અને પર્યાવણ વિભાગ માટે 3,140 કરોડ રૂપિયા ફાળવણીની જાહેરાત કરી છે.
આ પણ વાંચો - ગોંડલમાં મકાન ધરાશાયી, 2 મહિલાઓ સહિત 3 લોકો દટાયા