Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat Budget 2026-27:ગુજરાતનો આર્થિક દબદબો- દેશના GDPમાં હિસ્સો 8.3% થયો

જનતાને રૂ. ૧૧,૦૦૦ કરોડની વેરા રાહત અને EV વાહનો પર 1 % વેરા મુક્તિ. જાણો કેવી રીતે ગુજરાત વિકસિત ભારત@2047 ના વિઝનને સાકાર કરી રહ્યું છે.
gujarat budget 2026 27 ગુજરાતનો આર્થિક દબદબો  દેશના gdpમાં હિસ્સો 8 3  થયો
Advertisement
  1. Gujarat Budget 2026-27: ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન: બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં રાજ્યનું યોગદાન વધીને ૮.૩ ટકા થયું

Gujarat Budget 2026-27 : જનતાને રૂ. ૧૧,૦૦૦ કરોડની વેરા રાહત અને EV વાહનો પર 1 % વેરા મુક્તિ. જાણો કેવી રીતે ગુજરાત વિકસિત ભારત@2047-VIKSIT BHARAT@2047" ના વિઝનને સાકાર કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત આજે સુશાસન અને મજબૂત નાણાકીય શિસ્ત સાથે આગળ વધી રહ્યું છે. વિધાનસભામાં અંદાજપત્ર પરની ચર્ચાનો જવાબ આપતા નાણા મંત્રી  કનુભાઈ દેસાઈ(Kanubhai Desai)એ જણાવ્યું હતું કે, ગુજરાત આજે ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં અગ્રેસર છે. છેલ્લા બે દાયકામાં રાષ્ટ્રીય GDPમાં ગુજરાતનું યોગદાન ૫.૧ ટકાથી વધીને ૮.૩ ટકા પર પહોંચ્યું છે.

Advertisement

Gujarat Budget 2026-27 :આર્થિક વિકાસના તેજસ્વી આંકડા

મંત્રીશ્રીએ રાજ્યની આર્થિક તાકાત દર્શાવતા મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા:

Advertisement

  • વિકાસ દર: છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતનો સરેરાશ વિકાસ દર 11.4 ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ (10.2%) કરતા પણ વધુ છે.

  • ઔદ્યોગિક પ્રભુત્વ: દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત 19 ટકા અને નિકાસમાં 26 ટકા સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.

  • માથાદીઠ આવક: રાજ્યની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતા 60 ટકા વધુ નોંધાઈ છે.

Gujarat Budget 2026-27 : નાણાકીય શિસ્ત અને દેવામાં ઘટાડો

 કનુભાઈ દેસાઈએ ગૌરવભેર જણાવ્યું હતું કે, ગુજરાતે છેલ્લા 22 વર્ષથી (વર્ષ 2004-05 થી) એક પણ વાર ઓવરડ્રાફ્ટ લીધો નથી.

  • મહેસૂલી પુરાંત: વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૨૩,૭૨૫ કરોડની મહેસૂલી પુરાંત અંદાજવામાં આવી છે.

  • રાજવિત્તીય ખાધ: ફિસ્કલ ડેફીસીટ ૩ ટકાની મર્યાદા સામે ૨ ટકાથી પણ ઓછી રાખવામાં આવશે.

  • દેવાની મર્યાદા: રાજ્યનું દેવું GSDPના સાપેક્ષમાં ૨૭.૧૦ ટકાની મર્યાદા સામે વર્ષ 2026-27માં માત્ર 14.56 ટકા જ રાખવાનો લક્ષ્યાંક છે.

વીજ વ્યવસ્થામાં દેશમાં સર્વશ્રેષ્ઠ

૧૬માં નાણાપંચે ગુજરાતની વીજ વ્યવસ્થાને દેશમાં શ્રેષ્ઠ ગણાવી છે. રાજ્યની ડિસ્કોમ કંપનીઓનો વ્યાજ ખર્ચ માત્ર ૦.૯૭ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ (૭.૪૪%) કરતા સાત ગણો ઓછો છે. આ સફળતા પાછળ સમયસર સબસિડી અને ટેકનોલોજીકલ ઇનોવેશન મુખ્ય કારણો છે.

જનતા અને વેપારીઓને મોટી રાહત

  • GST બચત: GST દરોના સુધારાથી રાજ્યની જનતાને વાર્ષિક રૂ. ૧૧,૦૦૦ કરોડની વેરા બચત થશે.

  • નવા કરદાતા: છેલ્લા ત્રણ મહિનામાં ૫૨,૦૦૦ નવા વેપારીઓ જોડાતા કુલ કરદાતાઓની સંખ્યા ૧૩.૬૯ લાખ થઈ છે.

  • EV રાહત: ઇલેક્ટ્રિક વાહનો પરનો 1 ટકા વેરો વધુ એક વર્ષ લંબાવતા નાગરિકોને રૂ. 210 કરોડની રાહત મળશે.

  • નિકાસને પ્રોત્સાહન: રાજ્યમાં 'ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ' (GEPC)ની સ્થાપના કરવામાં આવશે.

સામાજિક ઉત્કર્ષ અને ગિફ્ટ સિટીની સિદ્ધિ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જયંતી નિમિત્તે આદિવાસી કલ્યાણ માટે આગામી ૫ વર્ષમાં રૂ. ૨ લાખ કરોડના વિકાસ કામોનું આયોજન છે. બીજી તરફ, ગિફ્ટ સિટી આજે વૈશ્વિક નાણાકીય કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં ૧,૧૦૦થી વધુ એકમો નોંધાયા છે અને માસિક એક્સચેન્જ ટર્નઓવર ૧૦૦ અબજ યુએસ ડોલરને પાર કરી ગયું છે.

નાણા મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું કે વર્ષ 2026-27નું બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ માટેનો મજબૂત રોડમેપ છે, જે ગુજરાતને ‘વિકસિત ગુજરાત’ તરફ દોરી જશે.

આ પણ વાંચો : Gandhinagar : ગુજરાતની દીકરીઓને મળશે સર્વાઇકલ કેન્સરની મફત રસી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની મોટી જાહેરાત

Tags :
Advertisement

.

×