Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જાણો ક્યારથી શરૂ થશે સત્ર
- ગુજરાત વિધાનસભામા (GujaratAssembly) 16 ફેબ્રુઆરીથી બજેટ સત્ર
- બજેટ સત્રને લઇ ટાઇમ ટેબલ કરાયું જાહેર
- રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખ કરશે રજૂ
- 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે ગુજરાતનું બજેટ
Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ના આગામી બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્ર (Budget Session) નું કામચલાઉ ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત મુજબ, આગામી16 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે અને18 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ ગૃહમાં રજૂ કરશે.
રાજ્યપાલના સંબોધનથી થશે પ્રારંભ
જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, 16 ફેબ્રુઆરીએ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્રની વિધિવત શરૂઆત કરવામાં આવશે. રાજ્યપાલના પ્રવચન બાદ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે, જેમાં તાજેતરમાં અવસાન પામેલા પૂર્વ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. સામાન્ય રીતે સત્રની શરૂઆતના એક દિવસ બાદ બજેટ રજૂ કરવાની પરંપરા રહી છે, જે મુજબ આ વખતે પણ સત્ર શરૂ થયાના ત્રીજા દિવસે એટલે કે 18 ફેબ્રુઆરીએ નાણાકીય લેખાજોખા રજૂ થશે.
Gujarat Assembly Budget Session 2026 schedule and dates
GujaratBudget2026 | 18 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ
16 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર
Finance Minister Kanubhai Desai બજેટ રજૂ કરશે
રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે
બજેટ સત્ર અંગે કામચલાઉ ટાઈમ ટેબલ જાહેર… pic.twitter.com/B8aZNEnJBC— Gujarat First (@GujaratFirst) February 5, 2026
બજેટ સત્રનું વિસ્તૃત આયોજન
બજેટ સત્ર દરમિયાન વિવિધ સરકારી વિધેયકો, રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ અને વિવિધ વિભાગોની અંદાજપત્રીય માંગણીઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે. વિધાનસભા સચિવાલય દ્વારા બેઠકોની તારીખો, રજાઓ અને કામકાજના કલાકો અંગેનું વિગતવાર માળખું તૈયાર કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: કરોડોનો મુદ્દામાલ અને 81 ધરપકડ, સાણંદ હાઈપ્રોફાઈલ પાર્ટીની પૂરેપૂરી વિગત, જુઓ કોણ કોણ ઝડપાયું?


