Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Budget 2026 : "વિકસિત ગુજરાતથી વિકસિત ભારત", ધારાસભ્યો અને નેતાઓએ બજેટને વધાવ્યું

ગુજરાતના બજેટને લઈને રાજકીય ગલિયારાઓમાં ભારે ઉત્સાહ છે. જીતુ વાઘાણીએ વિપક્ષને જડબાતોડ જવાબ આપી બજેટને ગરીબોનું રક્ષક ગણાવ્યું છે, તો મહિલા ધારાસભ્યો નારી શક્તિ માટે થયેલી જોગવાઈઓથી ખુશ છે. આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોના વિકાસનો જે રોડમેપ તૈયાર કરાયો છે, તે ગુજરાતને કઈ નવી ઊંચાઈએ લઈ જશે? જાણો આ ખાસ અહેવાલમાં તમામ દિગ્ગજ નેતાઓના વિચારો.
gujarat budget 2026    વિકસિત ગુજરાતથી વિકસિત ભારત   ધારાસભ્યો અને નેતાઓએ બજેટને વધાવ્યું
Advertisement
  • Gujarat Budget 2026 : નેતાઓનો ભારે ઉત્સાહ, જીતુભાઈ વાઘાણીના વિપક્ષ પર આકરા પ્રહાર!
  • 4.08 લાખ કરોડના બજેટને ધારાસભ્યોએ 'વિકસિત ગુજરાત'નું વિઝન ગણાવ્યું
  • જીતુભાઈ વાઘાણીનો પલટવાર- "કમળો હોય એને બધું પીળું જ દેખાય"
  • નારી શક્તિ, ખેડૂત અને આદિવાસીઓના ઉત્કર્ષ માટે થઈ ઐતિહાસિક જોગવાઈ
  • રસ્તાઓ માટે 29 હજાર કરોડ અને અમદાવાદને ઓલિમ્પિક સિટી બનાવવા પર ભાર

Gujarat Budget 2026 : ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 4.08 લાખ કરોડના ઐતિહાસિક બજેટને ભાજપના નેતાઓ અને ધારાસભ્યોએ સર્વસમાવેશી અને દૂરંદેશી ગણાવ્યું છે. આ બજેટમાં નારી શક્તિ, ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓના ઉત્કર્ષ માટે કરવામાં આવેલી જોગવાઈઓથી રાજ્યભરમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

Gujarat Budget 2026 : જીતુભાઈ વાઘાણીનો વિપક્ષ પર વળતો પ્રહાર

મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) બજેટને આવકારતા કહ્યું કે, આ બજેટ શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોના સમાન વિકાસનું વિઝન છે. તેમણે શિક્ષણ, રોજગારી અને ઉદ્યોગોને સરકારની પ્રાથમિકતા ગણાવ્યા હતા. કૃષિ વિભાગ માટે થયેલી ખાસ જોગવાઈ અને ડ્રિપ ઈરિગેશન માટેના 1250 કરોડની તેમણે પ્રશંસા કરી હતી. વિપક્ષ કોંગ્રેસના આક્ષેપો પર પ્રહાર કરતા જીતુભાઈએ ધારદાર શબ્દોમાં જણાવ્યું કે, "અમારા મન અને ભાવ શુદ્ધ છે, પણ જેને કમળો હોય તેને બધું પીળું જ દેખાય." તેમણે કોંગ્રેસને આડેહાથ લેતા સવાલ કર્યો કે શું તાલુકા મથકોએ કોલેજો કોંગ્રેસે આપી છે? કોંગ્રેસે હંમેશા જ્ઞાતિ-જાતિ અને ધર્મના આધારે વોટબેંકની રાજનીતિ કરી લોકોને જુદા કર્યા છે, જ્યારે આ બજેટ દરિયાકાંઠાથી રણ સુધીના દરેક વ્યક્તિને સ્વનિર્ભર બનાવશે.

Advertisement

નારી શક્તિ અને યુવા વિકાસ પર ભાર

ધારાસભ્ય રીટાબહેન પટેલે (Ritabhen Patel) ‘નમો લક્ષ્મી’ યોજના અને ફ્રી પેડ્સ જેવી જાહેરાતોને વધાવતા કહ્યું કે આ બજેટમાં નારી શક્તિને સર્વોપરી સ્થાન અપાયું છે. તો વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે (Amitbhai Thaker) અમદાવાદને ‘ઓલિમ્પિક સિટી’ બનાવવાના સંકલ્પ અને સ્ટાર્ટઅપ પર મુકાયેલા ભારને બિરદાવ્યો હતો.

મહેશભાઈ કસવાલાએ (Maheshbhai Kaswala) તેને ખેડૂત અને યુવાલક્ષી બજેટ ગણાવ્યું હતું. જાણો મહેશ કસવાલાએ વધુમાં બજેટ અંગે શું કહ્યું?

આદિવાસી અને ગ્રામીણ વિકાસ

આદિવાસી વિસ્તારો માટે રૂ.5425 કરોડની ઐતિહાસિક ફાળવણીને ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખે (Darshanabhen Deshmukh) આવકારી હતી.

આદિવાસી વિસ્તારો માટે રૂ.5425 કરોડની ઐતિહાસિક ફાળવણીને ધારાસભ્ય  અભેસિંહભાઈ તડવીએ (Abhesinhbhai Tadvi) આવકારી હતી.

પૂર્વ મંત્રી વિનોદભાઈ મોરડીયાએ (Vinodbhai Moradiya) બજેટને 'રેકોર્ડ-બ્રેક' ગણાવ્યું હતું.

કચ્છના વિકાસ માટે કેશુભાઈ પટેલે (Keshubhai Patel) અને ટંકારાના દુર્લભજીભાઈ ડેઠળિયાએ (Durlabhjibhai Dethariya) બજેટને 2047 ના વિકસિત ભારતનું વિઝન ગણાવ્યું હતું.

આ પણ વાંચો : Gujarat Budget 2026 Reactions : 4.08 લાખ કરોડનું બજેટ અંગે કોણ ખુશ અને કોણ નારાજ? વાંચો સંપૂર્ણ વિગત

Tags :
Advertisement

.

×