Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat Budget 2026 Highlights : વન, ઊર્જા અને સુરક્ષા પર સરકારનું વિશેષ ધ્યાન, જાણો કયા વિભાગને શું મળ્યું?

ગુજરાતનું વર્ષ 2026-27નું બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ રાજ્યના દરેક વર્ગના ઉત્કર્ષનો રોડમેપ છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાથી લઈને અમદાવાદને ઓલિમ્પિક માટે તૈયાર કરવા સુધીની જે જોગવાઈઓ કરવામાં આવી છે, તે ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જશે. વન્યપ્રાણી પ્રેમીઓ માટે ડીસામાં પ્રાણી સંગ્રહાલય અને મિલેટ પકવતા ખેડૂતો માટે બોનસની જાહેરાત આકર્ષણનું કેન્દ્ર છે.
gujarat budget 2026 highlights   વન  ઊર્જા અને સુરક્ષા પર સરકારનું વિશેષ ધ્યાન  જાણો કયા વિભાગને શું મળ્યું
Advertisement
  • ગુજરાત બજેટ: ખેડૂતોને દિવસે વીજળી અને પોલીસમાં 3000 નવી ભરતી!
  • વન અને પર્યાવરણ વિભાગ માટે 3560 કરોડની માતબર જોગવાઈ
  • ખેડૂતોને દિવસે વીજળી આપવા અને નવા જોડાણ માટે 1666 કરોડ ફાળવાયા
  • અમદાવાદને ઓલિમ્પિક રેડી બનાવવા સ્પોર્ટ્સ એન્કલેવ માટે 500 કરોડ
  • પોલીસ જવાનો માટે 20,444 નવા મકાનો અને 112 પ્રોજેક્ટમાં નવી જગ્યાઓ

Gujarat Budget 2026 Highlights : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વની ફાળવણી કરવામાં આવી છે. વન અને પર્યાવરણથી લઈને ઊર્જા, રમતગમત અને ગૃહ વિભાગ સુધીના તમામ ક્ષેત્રોમાં સરકારે ખજાનો ખોલ્યો છે. ચાલો જાણીએ બજેટની મુખ્ય હાઈલાઈટ્સ.

Gujarat Budget 2026 Highlights :  હરિયાળું ગુજરાત

રાજ્યને વધુ હરિયાળું બનાવવા અને વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે રૂ. 3,560 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement

  • સામાજિક વનીકરણ (Social Forestry): રૂ. 750 કરોડની ફાળવણી.

    Advertisement

  • વન્યપ્રાણી વ્યવસ્થાપન (Wildlife Management): રૂ. 469 કરોડની જોગવાઈ.

  • ડીસા ઝૂ (Deesa Zoo): ડીસા ખાતે નવું પ્રાણી સંગ્રહાલય બનાવવા રૂ. 40 કરોડ.

  • ગ્રીન સિટી: અમદાવાદ અને ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવા રૂ. 25 કરોડ.

  • વન વિજ્ઞાન કેન્દ્ર: આહવામાં વન વિજ્ઞાન કેન્દ્ર અને અંબાજીમાં લોગ હટ માટે રૂ. 8 કરોડ.

Gujarat Budget 2026 Highlights : ખેડૂતો અને EV પર ભાર

ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે રૂ. 4,842 કરોડની જોગવાઈ કરાઈ છે.

  • કૃષિ વીજ જોડાણ (Agricultural Power Connection): નવા જોડાણો માટે રૂ. 1,166 કરોડ.

  • દિવસે વીજળી (Daytime Power for Farmers): ખેડૂતોને દિવસે વીજળી આપવા રૂ. 500 કરોડ.

  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર: સાગરકાંઠા અને આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશન માટે રૂ. 350 કરોડ.

  • EV ચાર્જિંગ: ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સુવિધા માટે રૂ. 50 કરોડ.

માર્ગ, મકાન અને કાયદા વિભાગ

રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 29,709 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે.

  • રસ્તા અને પુલ (Roads and Bridges): રૂ. 10,000 કરોડની ફાળવણી.

  • કાયદા વિભાગ (Law Department): રૂ. 2,702 કરોડની જોગવાઈ, જેમાં કોર્ટ બિલ્ડિંગ અને ડિજિટાઈઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે.

ગૃહ વિભાગ અને સુરક્ષા: 'જનરક્ષક' પ્રોજેક્ટ

સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા ગૃહ વિભાગ માટે રૂ. 14,265 કરોડની જોગવાઈ છે.

  • ડાયલ-112 (Dial-112 Janrakshak Project): 3,000 નવી જગ્યાઓ ઊભી કરાશે.

  • પોલીસ આવાસ: આગામી 5 વર્ષમાં પોલીસકર્મીઓ માટે 20,444 નવા મકાનોનું નિર્માણ થશે.

  • સરહદી સુરક્ષા: સરહદી જિલ્લાઓમાં પેટ્રોલિંગ માટે 50 નવા વ્હીકલ ખરીદવામાં આવશે.

રમતગમત: 'ઓલિમ્પિક રેડી' અમદાવાદ

રમતગમત ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક ફલક પર લઈ જવા રૂ. 2,006 કરોડની ફાળવણી કરાઈ છે.

  • SVP સ્પોર્ટ્સ એન્કલેવ: અમદાવાદમાં સ્પોર્ટ્સ એન્કલેવ માટે રૂ. 500 કરોડ.

  • હોકી સ્ટેડિયમ: વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડિયમ (World Class Hockey Stadium) ના નિર્માણ માટે રૂ. 90 કરોડ.

  • પેરા સ્પોર્ટ્સ: ગાંધીનગરમાં પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર માટે રૂ. 100 કરોડ.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (Food and Civil Supplies)

સામાન્ય જનતાની સુખાકારી માટે રૂ. 2,856 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • NFSA કાર્ડધારકો: 75 લાખ કાર્ડધારકો માટે રૂ. 700 કરોડની ફાળવણી.

  • ઉજ્જવલા યોજના (Ujjwala Yojana): રૂ. 425 કરોડની જોગવાઈ.

  • ખેડૂત બોનસ: મિલેટ (બાજરી-જુવાર) માટે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂ. 300 બોનસ ની જાહેરાત.

  • દુકાન સંચાલકો: વાજબી ભાવની દુકાન સંચાલકોના કમિશનમાં વધારો કરી રૂ. 185 કરાયું.

આ પણ વાંચો : Gujarat Budget 2026-27: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બજેટને આવકાર્યું, જાણો શું આપી પ્રતિક્રિયા?

Tags :
Advertisement

.

×