Gujarat Budget 2026 Reactions : 4.08 લાખ કરોડનું બજેટ અંગે કોણ ખુશ અને કોણ નારાજ? વાંચો સંપૂર્ણ વિગત
- Gujarat Budget 2026 Reactions : ઉદ્યોગોમાં ખુશીનો માહોલ, વિપક્ષ નાખુશ
- એસોચેમે ઉદ્યોગો માટે 14 હજાર કરોડના બજેટને હર્ષભેર વધાવ્યું
- અમિત ચાવડાએ બજેટને ખેડૂત વિરોધી ગણાવી સરકાર પર સાધ્યું નિશાન
- આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે આવક મર્યાદા 6 લાખ કરાઈ
- IVF સારવારમાં સરકારી મદદના નિર્ણયને તબીબોએ આવકાર્યો
Gujarat Budget 2026 Reactions : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું બજેટ (Gujarat Budget 2026-27) રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા આ બજેટ પર રાજ્યભરમાંથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઉદ્યોગપતિઓ અને શાસક પક્ષના નેતાઓ આ બજેટને ઐતિહાસિક ગણાવી રહ્યા છે, જ્યારે વિપક્ષે તેને ખેડૂત અને વંચિત વિરોધી ગણાવ્યું છે.
Gujarat Budget 2026 Reactions : એસોચેમ અને વાપી ઇન્ડસ્ટ્રીયલ એસો.નું સમર્થન
એસોચેમ (ASSOCHAM) ના ચેરમેન ચિંતન ઠક્કરે (Chintan Thakkar) બજેટને આવકારતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં 25 ટકાનો વધારો થયો છે. ઇન્ડસ્ટ્રીઝ માટે ગત વર્ષે 11 હજાર કરોડનું બજેટ હતું, જે આ વર્ષે વધીને 14 હજાર કરોડ કરવામાં આવ્યું છે.
ટેક્સટાઇલ: 2,755 કરોડની ફાળવણી.
AdvertisementMSME સેક્ટર: 1,700 કરોડની ફાળવણી.
ધોલેરા: વિકાસ માટે 182 કરોડ ફાળવવામાં આવ્યા છે.
સ્પોર્ટ્સ: 2030 કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
વાપી (Vapi) ના ઉદ્યોગપતિઓએ પણ સતત પાંચમી વખત બજેટ રજૂ કરતા કનુભાઈ દેસાઈની જોગવાઈઓને હર્ષભેર વધાવી લીધી છે. ખાસ કરીને MSME સેક્ટર માટેની 1,700 કરોડની જોગવાઈથી વાપી અને વલસાડના ઉદ્યોગોમાં તેજી આવવાની આશા છે.
વિપક્ષનો આકરો પ્રહાર: અમિત ચાવડાએ બજેટને નકાર્યું
બીજી તરફ, વિપક્ષી નેતા અમિત ચાવડાએ (Amit Chavda) બજેટનો તીવ્ર વિરોધ કરતા જણાવ્યું છે કે, સરકારે જનતાની અપેક્ષાઓ પર પાણી ફેરવ્યું છે. તેમણે આ બજેટને ખેડૂત-વિરોધી ગણાવતા કહ્યું કે, "બજેટમાં પાક વીમા યોજના (Crop Insurance Scheme) અંગે એક પણ શબ્દ નથી. SC-ST સમાજ માટે કરવામાં આવેલો વધારો નહિવત છે." વિપક્ષના મતે આ બજેટ ખેડૂતો અને વંચિત વર્ગોને નિરાશ કરનારું છે.
गुजरात सरकार के वर्ष 2026-27 के निराशाजनक बजट पर प्रेस और मीडिया को संबोधन।@INCIndia @INCGujarat @MukulWasnik #GujaratBudget pic.twitter.com/hevIh99eP4
— Amit Chavda (@AmitChavdaINC) February 18, 2026
ભાજપ અને સાંસદોની પ્રતિક્રિયા: 'સર્વાંગી વિકાસનું રોડમેપ'
ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે (Dr. Anil Patel) જણાવ્યું કે, આ બજેટ એજ્યુકેશન, હેલ્થ અને રોજગાર પર કેન્દ્રિત છે, જે દેશની જીડીપી (GDP) માં મહત્વની ભૂમિકા ભજવશે.
વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે (Dhaval Patel) આદિવાસીઓના ઉત્કર્ષ માટે સરકારનો આભાર માન્યો હતો. ખાસ કરીને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખથી વધારીને 6 લાખ કરવાના નિર્ણયને તેમણે દૂરંદેશી ગણાવ્યો હતો. સાંસદ જશુભાઈ રાઠવાએ (Jashubhai Rathwa) પણ છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના 18 તાલુકામાં સિંચાઈ સુવિધા માટેની ફાળવણી બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જી અને નાણાં મંત્રી શ્રી @KanuDesai180 જી દ્વારા રજૂ કરાયેલ વર્ષ ૨૦૨૬-૨૭નું સર્વસમાવેશી અને સંતુલિત બજેટ આદિવાસીઓ સહિત સમસ્ત વર્ગના સર્વાંગી વિકાસને સ્પર્શે છે.
આદિજાતિ વિસ્તારોના સામાજિક સશક્તિકરણ,… pic.twitter.com/Uec2nlkl8L
— Dhaval Patel (@dhaval241086) February 18, 2026
આરોગ્ય ક્ષેત્ર: IVF સુવિધા અને PMJAY પર ભાર
આરોગ્ય ક્ષેત્રે IVF સારવાર (IVF Treatment) નો વ્યાપ વધારવાના નિર્ણયને તબીબોએ આવકાર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) ના પ્રમુખ જીગ્નેશ શાહે (Jignesh Shah) જણાવ્યું હતું કે, મોંઘી આઈવીએફ સારવારમાં સરકારની મદદ આશીર્વાદરૂપ બનશે. સાથે જ પીએમજેવાય (PMJAY) યોજનાને મળેલું પ્રોત્સાહન જનતા માટે હિતકારી રહેશે.
આ પણ વાંચો : બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રી Kanubhai Desai ની પ્રતિક્રિયા: ગુજરાત બનશે વૈશ્વિક લીડર!


