GUJARAT કેડરના IAS અધિકારી વિક્રાંત પાંડે બન્યા CMO પ્રિન્સિપલ સેક્રેટરી
- IAS વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના સચિવ તરીકે મુકાયા
- હાલ દિલ્હી ખાતે રેસિડેન્ટ કમિશનર તરીકે કાર્યરત છે
- વર્તમાન સચિવ IAS અવંતિકા સિંહને અપાયું પ્રમોશન
- CMO એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા
IAS Vikrant Pandey: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CMO)સચિવ તરીકે કાર્યરત અવંતિકા સિંહને અગ્રસચિવનું પ્રમોશનુ અપાયું છે. જ્યારે મુખ્યમંત્રીના સચિવ તરીકે વિક્રાંત પાંડેની (Vikrant Pandey)નિમણૂક કરવામાં આવી છે. વિક્રાંત પાંડે હાલ દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર તરીકે કાર્યરત છે.
નવેમ્બર 2019 થી જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં ડેપ્યુટેશન પર હતા
IAS અધિકારી વિક્રાંત પાંડે વિજય રૂપાણી સરકારમાં અમદાવાદના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન જ તેઓ સરકારની ગુડબુકમાં આવી ગયા હતા. IAS અધિકારી વિક્રાંત પાંડે નવેમ્બર 2019 થી જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં ડેપ્યુટેશન પર હતા. વિક્રાંત પાંડેનો ડેપ્યુટેશન પર પાંચ વર્ષનો ગાળો પૂર્ણ થઇ ચુક્યો છે. આ અગાઉ તેઓ રાજકોટમાં કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.ત્યારે CMO એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે
IAS વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના સચિવ તરીકે મુકાયા
વર્તમાન સચિવ IAS અવંતિકા સિંહને અપાયું પ્રમોશન
CMO એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા@CMOGuj #Gujarat #VikrantPandey #IAS #CMO #Secretary #BhupendraPatel #BigBreaking #GujaratFirst pic.twitter.com/15ctJFTUCc— Gujarat First (@GujaratFirst) May 20, 2025
વિક્રાંત પાંડે 2005 ની બેચના IAS અધિકારી છે.
વિક્રાંત પાંડે 2005 ની બેચના IAS અધિકારી છે. તેઓ ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ મુળ રાજસ્થાનના વતની છે. તેઓ વ્યવસાયે ડોક્ટર હતા. ત્યાર બાદ તેઓએ ડોક્ટરીનો વ્યવસાય છોડીને UPSC ની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. UPSC માં તેઓ જોડાયા હતા. તેઓ ગુજરાત સરકારની ગુડબુકમાં સ્થાન ધરાવતા અધિકારી હતી. ત્યાર બાદ કેન્દ્રમાં ડેપ્યુટેશન દરમિયાન પણ તેમનાં પ્રદર્શનથી ખુશ થઇને સરકાર દ્વારા હવે તેમને દિલ્હીના નવા રેસિડેન્ટ કમિશનર બનાવવામાં આવ્યા હતા
કોણ છે વિક્રાંત પાંડે
વિક્રાંત પાંડે 2005 ની બેચના IAS અધિકારી છે. તેઓ ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ મુળ રાજસ્થાનના વતની છે. તેઓ વ્યવસાયે ડોક્ટર હતા. ત્યાર બાદ તેઓએ ડોક્ટરીનો વ્યવસાય છોડીને UPSC ની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. UPSC માં તેઓ જોડાયા હતા. તેઓ ગુજરાત સરકારની ગુડબુકમાં સ્થાન ધરાવતા અધિકારી હતી. ત્યાર બાદ કેન્દ્રમાં ડેપ્યુટેશન દરમિયાન પણ તેમનાં પ્રદર્શનથી ખુશ થઇને સરકાર દ્વારા હવે તેમને દિલ્હીના નવા રેસિડેન્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે.