Gandhinagar માં CM ભૂપેન્દ્રભાઈ પટેલની સરપ્રાઈઝ વિઝિટ, સ્વર્ણિમ સંકુલમાં અધિકારીઓ સાથે કરી ચર્ચા
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ સંકુલ-1 ના ચોથા માળની અચાનક મુલાકાત લીધી હતી. તેમણે મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંકળાયેલી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ CCTV મોનિટરિંગ રૂમની પણ મુલાકાત લીધી હતી. તેમની સાથે અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે હાજર રહ્યા હતા. મુલાકાતનો ચોક્કસ હેતુ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.
Advertisement
Gandhinagar: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 (Swarnim Sankul-1)ની અચાનક મુલાકાત લેતાં સચિવાલયમાં ચર્ચાનો માહોલ જામ્યો હતો. મુખ્યમંત્રી કોઈ પૂર્વ આયોજન વિના સ્વર્ણિમ સંકુલના ચોથા માળે પહોંચ્યા હતા. અહીં તેમણે મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંકળાયેલી કચેરીઓની મુલાકાત લીધી હતી અને ફરજ પર હાજર અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી હતી. મુખ્યમંત્રીની આ સરપ્રાઈઝ વિઝિટ (CM Surprise Visit) વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

