Gujarat Congress : વધુ એક કોંગી નેતાનાં બગાવતી સૂર! મલ્લિકાર્જુન ખડગેને લખ્યો પત્ર અને કરી આ માગ
- ગુજરાતમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન પહેલા મોટો કકળાટ (Gujarat Congress)
- વધુ એક કોંગ્રેસી નેતાએ આલાપ્યો બગાવતી સૂર?
- પ્રદેશ કોંગ્રેસનાં નેતૃત્વ સામે વધુ એક નેતાએ ઉઠાવ્યા સવાલ
- કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે કરી મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખી કરી વિનંતી
Gujarat Congress : ગુજરાત સહિત દેશભરમાં એક સમયે સૌથી મજબૂત ગણાતી કોંગ્રેસ પાર્ટીની (Indian National Congress) સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ પાર્ટીનાં હાલ બેહાલ છે. દરમિયાન, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય અધિવેશન પહેલા મોટો કકળાટ ઊભો થયો છે. રાજ્યમાં પાર્ટી નેતૃત્વ સામે વધુ એક નેતાએ બગાવતી સૂર આલાપ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે (Manhar Patel) પ્રદેશ કોંગ્રેસનાં નેતૃત્વ સામે સવાલ ઊભા કરીને કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને (Mallikarjun Kharge) પત્ર લખી વિનંતી કરી છે અને ગુજરાત પ્રદેશ સમિતિમાં ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે.
આ પણ વાંચો -Gyan Prakash Swami : જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કર્યા બાદ સ્વમીને થયું જ્ઞાન! જાણો શું કહ્યું?
ગુજરાત પ્રદેશ સમિતિમાં ઉચ્ચ સ્તરીય તપાસની માગ!
ગુજરાતમાં છેલ્લા અમુક સમયમાં ઘણા નેતાઓએ પક્ષપલટો કરી કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે તો કોઈએ પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) નેતૃત્વનાં વલણ સામે વાંધો ઉઠાવી પાર્ટીને છોડી છે. આમ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી 75 થી વધુ મોટા નેતાઓએ પાર્ટી છોડી છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને વિનંતી કરી છે. માહિતી અનુસાર, આ પત્રમાં તેમણે પ્રદેશ નેતૃત્વ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે અને ગુજરાત પ્રદેશ સમિતિમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. સાથે જ જવાબદાર નેતાઓ સામે દંડાત્મક કાર્યવાહીની માગ પણ કરી છે. નોંધનીય છે કે અગાઉ પણ કેટલાક નેતાઓએ કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વની કામગીરી અને વલણ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા.
આ પણ વાંચો -જ્ઞાન પ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણી, જલારામ બાપા પરના નિવેદનથી ફેલાયો આક્રોશ
જવાબદાર નેતાઓ સામે દંડાત્મક કાર્યવાહીની અપીલ
અહેવાલ અનુસાર, ગુજરાત કોંગ્રેસનાં (Gujarat Congress) પ્રવક્તા મનહર પટેલે (Manhar Patel) પત્રમાં લખ્યું કે, 'છેલ્લા 20 વર્ષોમાં, ગુજરાતમાં 75 થી વધુ અગ્રણી નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી ચૂક્યા છે, જેમાં કેટલાક કોંગ્રેસની વિચારધારા સાથે મતભેદ હોવાનું જણાવી રહ્યા છે તો કેટલાક રાજ્ય કોંગ્રેસ નેતૃત્વને દોષી ઠેરવી રહ્યા છે પણ, કોઈ વ્યક્તિ વિચારધારાથી ભટકે તો ઠીક છે... જો કોઈ રાજ્ય કોંગ્રેસનાં નેતૃત્વથી અસંતોષને કારણે પાર્ટી છોડી દે છે તો તે ગંભીર બાબત છે. મનહર પટેલે આગળ લખ્યું કે, આ સંદર્ભમાં, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં નેતૃત્વને ઉચ્ચ સ્તરીય તપાસ કરવા અને જવાબદાર રાજ્ય કોંગ્રેસનાં નેતાઓ સામે દંડાત્મક પગલાં લેવા વિનંતી કરું છું.'
આ પણ વાંચો - Ahmeadbad : સાતિર બંટી-બબલીની ધરપકડ, ચોરી કરવાની રીત જાણી ચોંકી ઉઠશો!