Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat Congress માં એક સાંધોને તેર તૂટેની સ્થિતિ, કોંગ્રેસ ધારાસભ્ય આક્રમક થયા

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં એક સાંધોને તેર તૂટેની સ્થિતિ છે. જેમાં પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ આક્રમક થયા છે. આજે દંડક પદેથી રાજીનામુ આપે તેવી શક્યતા છે. તેમજ ગુજરાત ફર્સ્ટની ધારાસભ્ય કિરીટ પટેલ સાથે વાતચીત થઇ છે. તેમાં કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ સામે કિરીટ પટેલની નારાજગી સામે આવી છે. જેમાં જણાવ્યું છે કે રાધનપુરમાં જનયાત્રા દરમિયાન બનાવ બન્યો તે અંગે એક્શન ન લેવાયા. 2017માં 27 હજાર મતોથી જનતાએ વિજેતા બનાવ્યો છે.
gujarat congress માં એક સાંધોને તેર તૂટેની સ્થિતિ  કોંગ્રેસ ધારાસભ્ય આક્રમક થયા
Advertisement
  • Gujarat Congress: કિરીટ પટેલ આજે દંડક પદેથી રાજીનામુ આપે તેવી શક્યતા છે
  • કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ સામે કિરીટ પટેલની નારાજગી સામે આવી
  • ફૂટેલી તોપને હોદ્દો આપી દેતા નારાજગી છે: કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં એક સાંધોને તેર તૂટેની સ્થિતિ છે. જેમાં પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ આક્રમક થયા છે. આજે દંડક પદેથી રાજીનામુ આપે તેવી શક્યતા છે. તેમજ ગુજરાત ફર્સ્ટની ધારાસભ્ય કિરીટ પટેલ સાથે વાતચીત થઇ છે. તેમાં કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ સામે કિરીટ પટેલની નારાજગી સામે આવી છે. જેમાં જણાવ્યું છે કે રાધનપુરમાં જનયાત્રા દરમિયાન બનાવ બન્યો તે અંગે એક્શન ન લેવાયા. 2017માં 27 હજાર મતોથી જનતાએ વિજેતા બનાવ્યો છે.

પાર્ટીને વફાદાર રહ્યા એવા લોકોને મદદ કરીને જીત અપાવી છે

પાર્ટીને વફાદાર રહ્યા એવા લોકોને મદદ કરીને જીત અપાવી છે. અમારી વિરુદ્ધમાં કામ કર્યુ હોય એ લોકોને જ હોદ્દો આપવામાં આવ્યો છે. તેમાં રઘુ દેસાઈ, દિનેશ ભાઈ વિરુદ્ધ કામ કરનારને જ ઉચ્ચ હોદ્દા અપાયા છે. ફૂટેલી તોપને હોદ્દો આપી દેતા નારાજગી છે. દંડક પદેથી અમિત ચાવડાને 3 વાગ્યે રાજીનામુ આપીશ. 5 વર્ષ સુધી નૈતિક ફરજ છે પ્રજાએ ચૂંટ્યા છે, ધારાસભ્ય તરીકે રાજીનામુ નહી આપુ.

Advertisement

Advertisement

Gujarat Congress: પાટણના પ્રશ્નો ગુજરાત સરકાર, વિધાનસભા સમક્ષ રજુ કરીશ

પાટણના પ્રશ્નો ગુજરાત સરકાર, વિધાનસભા સમક્ષ રજુ કરીશ. તથા મારા પર કોઈનું દબાણ નથી, મક્કમતાથી રજૂઆત છે. કોંગ્રેસમાંથી રાજીનામુ નહી આપુ, ભાજપમાં નહી જાઉ. કિરીટ પટેલની રાજીનામાની શક્યતાને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કિરીટ પટેલે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પક્ષમાં જ્યારે કોઈ મહત્વની નિમણૂક કરવામાં આવે ત્યારે સ્થાનિક ધારાસભ્યોને વિશ્વાસમાં લેવા જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને જયાબેન શાહ સામે વ્યક્તિગત વાંધો નથી, પરંતુ જે રીતે સ્થાનિક નેતાઓની 'સેન્સ' લીધા વગર નિર્ણય લેવામાં આવ્યો છે તે પક્ષની શિસ્ત વિરુદ્ધ છે. જો કોંગ્રેસને મજબૂત કરવી હોય તો જૂથબંધી દૂર કરવી જોઈએ અને કાર્યકરો તેમજ ધારાસભ્યોના મંતવ્યોને મહત્વ આપવું જોઈએ.

આંતરિક કલહ આગામી સમયમાં પક્ષ માટે મુશ્કેલીઓ ઉભી કરશે

આ ઘટનાક્રમ વચ્ચે કિરીટ પટેલે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પક્ષના અગ્રણીઓ તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ કિરીટ પટેલ પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહ્યા છે. પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવાના મામલે શિસ્તભંગની પણ ચર્ચાઓ થઈ રહી છે. એક તરફ ભાજપ મજબૂત બની રહ્યું છે ત્યારે કોંગ્રેસમાં ચાલી રહેલો આ આંતરિક કલહ આગામી સમયમાં પક્ષ માટે મુશ્કેલીઓ ઉભી કરશે તેવી ચર્ચા શરૂ થઇ છે.

આ પણ વાંચો: Surat: AAP ના કાર્યકરે દુકાનદારને ધમકી આપી રૂ.1 લાખ પડાવ્યા, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×