ગુજરાત સરકારની મોટી સફળતા: 2.84 લાખ Bank Account થયા અનફ્રીઝ!
Cyber Crime Gujarat: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) માં સાયબર ક્રાઇમ મુદ્દે મહત્વની માહિતી સામે આવી છે. છેલ્લા 2 વર્ષમાં સાયબર અપરાધોની તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલા કુલ 2,84,779 બેંક એકાઉન્ટ્સને અનફ્રીઝ કરવામાં આવ્યા છે. મણિનગર (Maninagar) ના ધારાસભ્ય અમુલ ભટ્ટ (Amul Bhatt) દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે નિર્દોષ નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisement
- ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 2,84,779 Bank Account અનફ્રીઝ થયા
- સાઇબર અપરાધમાં નિર્દોષ નાગરિકોના બેન્ક એકાઉન્ટ છૂટા કરાયા
- મણિનગર ધારાસભ્ય અમુલ ભટ્ટના સવાલ પર સરકારે જવાબ આપ્યો
- સાઇબર ક્રાઇમ કેસમાં ફ્રીઝ થયેલા 2.84 લાખ એકાઉન્ટ અનફ્રીઝ થયા
- નિર્દોષ લોકોના બેન્ક એકાઉન્ટ છૂટા કરવામાં સરકાર સફળ રહી
Bank Account Unfreeze: ગુજરાતમાં સાયબર ક્રાઇમ (Cyber Crime) ના વધતા જતા કેસોની વચ્ચે નિર્દોષ નાગરિકો માટે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે છેલ્લા બે વર્ષમાં સાયબર અપરાધોની તપાસના ભાગરૂપે ફ્રીઝ કરવામાં આવેલા લાખો બેંક એકાઉન્ટ્સને યોગ્ય તપાસ બાદ ફરીથી કાર્યરત એટલે કે અનફ્રીઝ (Unfreeze) કરવામાં આવ્યા છે.

