Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ATS નું નામ સાંભળી ભલભલાનું પેન્ટ ભીનું થઈ જાય: Deputy CM

Assembly Session: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ગૃહમાં નાયબ મુખ્યમંત્રીએ (Deputy Chief Minister) કાયદો અને વ્યવસ્થા મુદ્દે આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાત એટીએસ (Gujarat ATS) ની કામગીરી અને ગેરકાયદે દબાણો પર ચાલતા બુલડોઝર (Bulldozer) ની પ્રશંસા કરી હતી. ખાસ કરીને રામ મંદિર (Ram Mandir) વિરુદ્ધ કાવતરાખોરોને પાઠ ભણાવવા અને ચંડોળા તળાવ (Chandola Lake) તથા જગલેશ્વર (Jangleshwar) જેવા વિસ્તારોમાં ગુનેગારોના અડ્ડાઓ નેસ્તનાબૂદ કરવાની સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી.
ats નું નામ સાંભળી ભલભલાનું પેન્ટ ભીનું થઈ જાય  deputy cm
Advertisement
  • Gujarat ATS નું નામ સાંભળે તો ભલભલાનું પેન્ટ ભીનું થઈ જાય
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનું ગૃહમાં નિવેદન
  • દાદાના બુલડોઝર સામે વાંધો કોને હોય શકે
  • ગુનો કર્યો તો દાદા નું બુલડોઝર ફરશે ફરશે અને ફરશે
  • ગુનો કર્યો તો ઘરે બુલડોઝર વેલકમ કરવા પહોંચી જશે

Gujarat ATS: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ના ચાલુ સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ (Deputy Chief Minister) રાજ્યની સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લેવાયેલા કડક પગલાં અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાત એટીએસ (Gujarat ATS) ની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગુજરાતમાં ગુનેગારો માટે હવે કોઈ સ્થાન નથી.

રામ મંદિર પર હુમલાનું કાવતરું કરનારાને હનુમાનજી બની પાઠ ભણાવ્યો!

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ગુજરાત એટીએસ (Gujarat ATS) ની પ્રશંસા કરતા કહ્યું કે, 'એટીએસનું નામ સાંભળીને ભલભલા ગુનેગારોનું પેન્ટ ભીનું થઈ જાય છે.' તેમણે વિગતો આપતા જણાવ્યું કે એટીએસ દ્વારા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજ્યની બહારથી પણ અનેક ખતરનાક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અયોધ્યા (Ayodhya) ના રામ મંદિર (Ram Mandir) પર હુમલો કરવાનું કાવતરું ઘડનારા તત્વોને આડેહાથ લેતા તેમણે ઉમેર્યું કે, સરકારે હનુમાનજી (Lord Hanuman) બનીને એવો પાઠ ભણાવ્યો છે કે ભવિષ્યમાં કોઈ રામ મંદિર સામે જોવાની હિંમત પણ નહીં કરે.

Advertisement

Advertisement

ગેરકાયદે દબાણો પર 'દાદાનું બુલડોઝર', ATS ની પ્રશંસનીય કામગીરી

રાજ્યમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી અંગે તેમણે કહ્યું કે 'દાદાના બુલડોઝર' (Dada's Bulldozer) સામે કોઈને વાંધો હોઈ શકે જ નહીં. સરકાર દ્વારા કચ્છ (Kutch) જિલ્લામાં અંદાજે 1100 હેક્ટર જમીન ખાલી કરાવવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad) ના ચંડોળા તળાવ (Chandola Lake) વિસ્તારનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, આ વિસ્તાર ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો. ત્યાં અમુક લોકોએ 200-200 જેટલા ગેરકાયદે મકાનો, બંગલા અને ગાડીઓ વસાવી લીધી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 2010 પહેલાના જેન્યુઅન લોકોને જ ત્યાં વૈકલ્પિક આવાસ આપવામાં આવશે.

રાજકોટના જંગલેશ્વર અને સોમનાથમાં કડક કાર્યવાહી

હવે સરકારની નજર રાજકોટ (Rajkot) ના જંગલેશ્વર (Jangleshwar) વિસ્તાર પર છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે જગલેશ્વર લાંબા સમયથી જુગારધામ અને કુટણખાનાઓ માટે કુખ્યાત હતું. હવે ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે અને તે વિસ્તારમાં નવી લોકસુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત સોમનાથ (Somnath) માં પણ સરકારી જમીન પરના દબાણોનો એક જ દિવસમાં સફાયો કરવામાં આવ્યો છે.

ગુનેગારોને છેલ્લી ચેતવણી

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ અંતમાં કડક ચેતવણી આપતા કહ્યું કે, જો કોઈ ગુનો કરશે તો વહેલી સવારે બુલડોઝર (Bulldozer) તેના ઘર પર 'વેલકમ' કરવા પહોંચી જશે. રાજ્ય સરકારની જમીન પર મદરેસા (Madrasa) કે બિલ્ડીંગ બનાવીને જો દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવશે, તો બુલડોઝર ફરશે, ફરશે અને ચોક્કસ ફરશે જ.

આ પણ વાંચો: કોંગ્રેસના રાજમાં કરફ્યુ વગરનો એક દિવસ નહોતો, ભાજપ સરકારે ગુનેગારોને પાઠ ભણાવ્યો- DyCM Harshbhai Sanghavi

Tags :
Advertisement

.

×