Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DyCM Harshbhai Sanghavi : "પહેલા ખેડૂતોના રૂપિયા બેંકમાં દલાલો પાસે જતા હતા"

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી આજે બનાસકાંઠાના કાકર ગામે પહોંચ્યા છે. દરમિયાન તેમણે કુળદેવી માંશ્રી સમોર માતાજીની ભૂમિ કાકર ગામના ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. જેમાં તેમણે સંબોધનમાં કહ્યું કે, પહેલા ખેડૂતોના પૈસા પહેલા બેંકમાં દલાલો પાસે જતા હતા. દલાલો પોતાની દલાલી લઇને રૂપિયા આપતા હતા. આ વાતની જાણ અહિંયા બેઠેલા વડીલોને હશે.
dycm harshbhai sanghavi    પહેલા ખેડૂતોના રૂપિયા બેંકમાં દલાલો પાસે જતા હતા
Advertisement
  • આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી કાકર ગામે પહોંચ્યા
  • માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો
  • આઝાદીથી પીએમ મોદીના શાસન આવ્યું ત્યાં સુધી ખેડૂતોને રૂપિયો મળતો નહતો - હર્ષભાઇ

DyCM Harshbhai Sanghavi : આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી બનાસકાંઠાની મુલાકાતે છે. જ્યાં તેમણે કાકર ગામે સંબોધન કર્યું છે. જેમાં હર્ષભાઇ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પહેલા ખેડૂતોના પૈસા પહેલા બેંકમાં દલાલો પાસે જતા હતા. દલાલો પોતાની દલાલી લઇને રૂપિયા આપતા હતા. બનાસકાંઠાની મુલાકાતે પહોંચેલા હર્ષભાઇ સંઘવીના હસ્તે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અત્યારના યુવાનો ખબર નથી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી આજે બનાસકાંઠાના કાકર ગામે પહોંચ્યા છે. દરમિયાન તેમણે કુળદેવી માંશ્રી સમોર માતાજીની ભૂમિ કાકર ગામના ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. જેમાં તેમણે સંબોધનમાં કહ્યું કે, પહેલા ખેડૂતોના પૈસા પહેલા બેંકમાં દલાલો પાસે જતા હતા. દલાલો પોતાની દલાલી લઇને રૂપિયા આપતા હતા. આ વાતની જાણ અહિંયા બેઠેલા વડીલોને હશે. અત્યારના યુવાનો ખબર નથી કે, પહેલાના ખેડૂતો પાસે શું થતું હતું.

Advertisement

સાહેબ પીએમ બન્યા ત્યારથી ખેડૂતોને સીધા રૂપિયા આવે છે

તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યારે ખેડૂતોના સીધા જ બેંકમાં રૂ. 6 હજાર રૂપિયા આવે છે. પરિવારમાં જેટલા સભ્યો હોય તે બધાને રૂ. 6 હજાર આવે છે. આઝાદીથી પીએમ મોદીના શાસન આવ્યું ત્યાં સુધી ખેડૂતોને રૂપિયો મળતો નહતો. મોદી સાહેબ પીએમ બન્યા ત્યારથી ખેડૂતોને સીધા રૂપિયા આવે છે.

Advertisement