Gyan Sahayak Yojana 2026: ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે ખુશખબર: ધોરણ 9 થી 12 માં કરાર આધારિત ભરતી શરૂ
Gyan Sahayak Yojana 2026: ગુજરાત શિક્ષણ વિભાગે શાળા સંચાલક મંડળની રજૂઆત બાદ જ્ઞાન સહાયક યોજના માટે નવો પરિપત્ર જાહેર કર્યો છે. આ અંતર્ગત ધોરણ 9 થી 12 માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરાશે, જેમાં માધ્યમિક વિભાગના શિક્ષકોને 24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોને 26,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ માનદ વેતન આપવામાં આવશે.
Advertisement
Gyan Sahayak Yojana 2026: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરમાં ચાલતી જ્ઞાન સહાયક યોજના (Gyan Sahayak Yojana) ને લઈને શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર (Circular) જાહેર કર્યો છે. લાંબા સમયથી શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી રહેલી રજૂઆતો અને ભલામણોને ધ્યાનમાં રાખીને સરકારે આ આખરી નિર્ણય લીધો છે, જેનાથી શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થશે.

