Gujarat Election Results: ગુજરાતમાં ખીલ્યું કમળ: નકારાત્મક રાજનીતિને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો!
Gujarat Election Results બાદ મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખે આપ્યું નિવેદન
ચૂંટણી પરિણામો અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું નિવેદન
ચૂંટણી પરિણામો અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનું નિવેદન
ચૂંટણી પરિણામો અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માનું નિવેદન
ગુજરાતના નાગરિકોએ વિકાસની રાજનીતિ ને અપનાવી છે
લાખો કાર્યકર્તાઓ ને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં ગુજરાત આગળ વધી રહ્યું છે.
Gujarat Election Results : ગુજરાતમાં તાજેતરમાં જાહેર થયેલા ચૂંટણી પરિણામોએ ફરી એકવાર રાજકીય સમીકરણો સ્પષ્ટ કરી દીધા છે. રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના કમળની સુગંધ પ્રસરી છે, જેના પગલે ભાજપના દિગ્ગજ નેતાઓએ જનતાનો આભાર માનવાની સાથે વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા છે.
જનતાએ ભાજપ પર જે ભરોસો મૂક્યો છે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ (Bhupendra Patel) એ પણ જનતાનો આભાર માનતા કહ્યું કે, રાજ્યની જનતાએ હંમેશા નકારાત્મક રાજનીતિને નકારીને વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. તેમણે ઉમેર્યું કે, 'દરેક ચૂંટણીમાં જનતાએ ભાજપ પર જે ભરોસો મૂક્યો છે, તે અમારી જવાબદારીમાં વધારો કરે છે. પ્રધાનમંત્રીની વિકાસની રાજનીતિને જનતાએ ફરી એકવાર સ્વીકારી છે, જે ગુજરાતની પ્રગતિની ગતિ દર્શાવે છે.'
BJP Victory LIVE: ત્રિમૂર્તિનો કમાલ: CM, DYCM અને પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં ભાજપનો ઐતિહાસિક વિજય@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @iJagdishBJP @BJP4Gujarat #GujaratElection2026 #Assembly2027 #Blueprint #bjpvictory #GujaratPolitics #160Seats #PoliticalAnalysis… pic.twitter.com/ivNfh2S0cd
— Gujarat First (@GujaratFirst) April 28, 2026
ગુજરાતમાં દરેક ખૂણે કમળ ખીલ્યું છે: નાયબ મુખ્યમંત્રી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) એ આ વિજયને ગુજરાતના નાગરિકોની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ ગણાવ્યો છે. હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં દરેક ખૂણે કમળ ખીલ્યું છે. જે રીતે વિપક્ષે ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેનો જનતાએ વ્યાજ સહિત હિસાબ ચૂકતે કર્યો છે.' તેમણે આ સફળતાનો શ્રેય લાખો કાર્યકર્તાઓની મહેનત અને ગુજરાતની જનતાના અતૂટ વિશ્વાસને આપ્યો હતો.
Gandhinagar | Local Body Election ને લઈને DyCM Harshbhai Sanghavi નું નિવેદન | Gujarat First
"ગુજરાતની જનતાએ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો" । Gujarat First
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
જીતને લઇ DYCM હર્ષભાઇ સંઘવીનું નિવેદન
ગુજરાતના ગામે ગામ, શહેરોમાં ભાજપનું… pic.twitter.com/bv9wN77Hfw— Gujarat First (@GujaratFirst) April 28, 2026
ભાજપના કાર્યકર્તાઓના સેવાભાવને આ ભવ્ય જીતનું કારણ ગણાવ્યું: પ્રદેશ પ્રમુખ
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) એ પણ વિપક્ષો પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'આ વિકાસની રાજનીતિનો વિજય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી (Narendra Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ (Amit Shah) ના નેતૃત્વમાં ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. જે રીતે કોંગ્રેસ (Congress) અને આપ (AAP) એ ગુજરાતને બદનામ કરવાના પ્રયાસો કર્યા છે, હવે તેમને બિસ્તરા-પોટલા ભરીને જતું રહેવું જોઈએ.' તેમણે ભાજપના કાર્યકર્તાઓના સેવાભાવને આ ભવ્ય જીતનું કારણ ગણાવ્યું હતું.
Local Body Election Results 2026 | ગુજરાતભરમાં ફરી એકવાર 'કેસરિયો' લહેરાયો! | Gujarat First
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવાર માત્ર કમળનો જ ડંકો
ભાજપે ભવ્ય વિજય મેળવી વિપક્ષના સૂપડા કર્યા સાફ
ભરોસાની ભાજપ સરકાર: વાતો ઓછી, વિકાસ અપાર!
CM ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સ્થાનિક… pic.twitter.com/JrFpGgovDo— Gujarat First (@GujaratFirst) April 28, 2026
રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામો દર્શાવે છે કે ગુજરાતની જનતા હવે પરિવર્તનને બદલે સ્થિરતા અને વિકાસને વધુ મહત્વ આપે છે. વિપક્ષો માટે હવે પોતાની રણનીતિ બદલવાનો સમય આવી ગયો છે, કારણ કે જનતાએ તેમના આરોપોને ફગાવીને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. ભાજપના નેતાઓના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે પક્ષ આગામી સમયમાં વધુ આક્રમક રીતે વિકાસના મુદ્દાઓ પર કામ કરશે. ગુજરાતની આ ચૂંટણીએ એક વાત સાબિત કરી દીધી છે કે રાજ્યની જનતા માટે વિકાસ જ સર્વોપરી છે.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2027: શું ભાજપ 160+ સીટ જીતશે? સ્થાનિક સ્વરાજ્યના પરિણામોએ આપ્યા સંકેત!


