Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Farmer: માવઠાથી થયેલા નુકસાનમાં ખેડૂતોની પડખે સરકાર, સોશિયલ મીડિયા મારફતે CMએ વ્યક્ત કર્યો નિર્ધાર

Gujarat Farmer: કમોસમી વરસાદ અને પાક નુકશાની અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છુ. આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે
gujarat farmer  માવઠાથી થયેલા નુકસાનમાં ખેડૂતોની પડખે સરકાર  સોશિયલ મીડિયા મારફતે cmએ વ્યક્ત કર્યો નિર્ધાર
Advertisement
  • Gujarat Farmer: ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેર કરશે સહાય પેકેજ
  • અણધારી આફતમાં સરકાર ખેડૂતોની પડખે છે: CM ભુપેન્દ્ર પટેલ
  • CMના નિર્ણયની DyCM હર્ષભાઈએ સરાહના કરી

Gujarat Farmer: કમોસમી વરસાદ અને પાક નુકશાની અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છુ. આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણયને તેમણે આવકાર્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું માવઠા અંગે ટ્વીટ સામે આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણયને તેમણે આવકાર્યો છે. તેમાં જણાવ્યું છે કે સર્વે બાદ ઝડપથી રાહત આપવાનો સરકારનો નિર્ણય છે. પ્રો-એક્ટિવ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ છે. ખેડૂતો પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ છે.

Advertisement
Advertisement

Advertisement

Gujarat Farmer: ધરતીપુત્રોની આપદાના સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે. રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે.

એટલું જ નહિં, રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબદ્ધ છે.

અહેવાલ રાજ્ય સરકારેને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચના

મુખ્યમંત્રીએ આ અસાધારણ સંજોગો અને રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારેને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને આપી હતી. તેમણે કહ્યું કે, આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર સહાયરૂપ થશે તેવો આપણો ધ્યેય છે.

આ પણ વાંચો: Junagadh: ગીરનારની લીલી પરિક્રમાનું મુહૂર્ત સચવાયું, સાધુ-સંતોએ પરંપરા જાળવી રાખી

Tags :
Advertisement

.

×