Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાત સરકાર એક્શન મોડમાં! 208 મેડિકલ સ્ટોર પર ત્રાટક્યું FDCA તંત્ર, 72 દુકાનો સીલ

Prafulbhai Pansheriya Action: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ, મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના આદેશથી એફડીસીએ તંત્રે 208 ફાર્મસીઓ પર દરોડા પાડ્યા હતા. નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ બદલ 72 પેઢીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકાયો છે અને 131 પેઢીઓને નોટિસ ફટકારી લાયસન્સ રદ કરવા સહિતની કડક ફોજદારી કાર્યવાહીની ચેતવણી અપાઈ છે.
ગુજરાત સરકાર એક્શન મોડમાં  208 મેડિકલ સ્ટોર પર ત્રાટક્યું fdca તંત્ર  72 દુકાનો સીલ
Advertisement

Gujarat FDCA Raid: ગુજરાતમાં (Gujarat) યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Bhupendrabhai Patel) ના નેતૃત્વમાં રાજ્ય સરકારે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ (Zero Tolerance Policy) અપનાવી છે. આ કડક વલણના ભાગરૂપે, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા (Prafulbhai Pansheriya) ના સીધા માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર - એફડીસીએ (FDCA - Food and Drugs Control Administration) દ્વારા રાજ્યભરમાં એક અત્યંત ગુપ્ત અને વિશેષ ડ્રાઇવ (Special Drive) યોજવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ નશા માટે દુરુપયોગ થઈ શકે તેવી ગંભીર અને શેડ્યૂલ દવાઓના ગેરકાયદે ખરીદ-વેચાણ પર સંપૂર્ણ રોક લગાવવાનો છે.

Tags :
Advertisement

.

×