Dehgam: અપહરણ-હત્યા કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, અપ્રુજી કેનાલમાં યુવાનને ફેંકી દેવાયો હતો
પ્રેમમાં આંધળા બનેલા લોકો કઈ હદ સુધી જઈ શકે છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક આશાસ્પદ યુવકને પ્રેમસંબંધમાં નડતરરૂપ માનીને તેનું ફિલ્મી ઢબે કારમાં અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં તેને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દેવાયો.
Advertisement
Dehgam Murder Case: દહેગામ અપહરણ-હત્યા કેસ (Dehgam Kidnapping and Murder Case) અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતા એક આશાસ્પદ યુવકની અત્યંત ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓની ધરપકડ બાદ, પોલીસે ગુનાની મોડસ ઓપરેન્ડી સમજવા ઘટનાસ્થળે જઈને સમગ્ર ઘટનાક્રમનું ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન (Crime Scene Reconstruction) કર્યું છે, જેથી કોર્ટમાં મજબૂત અને નક્કર પુરાવા રજૂ કરી શકાય.

