Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : ચૂંટણી પ્રચાર વચ્ચે DyCM નો અનોખો અંદાજ, કાર્યકરો સાથે ચ-રોડ પર ચોળાફળીની માણી મજા

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. પ્રચારના ધમધમાટ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો એક અલગ જ અંદાજ સામે આવ્યો છે. કાર્યકરો અને આગેવાનો સાથેની બેઠકો વચ્ચે બનેલી એક સામાન્ય ઘટનાએ પણ ધ્યાન ખેંચ્યું છે. ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે ચ-રોડ પર જોવા મળેલું આ દૃશ્ય ખાસ બન્યું છે.
gandhinagar   ચૂંટણી પ્રચાર વચ્ચે dycm નો અનોખો અંદાજ  કાર્યકરો સાથે ચ રોડ પર ચોળાફળીની માણી મજા
Advertisement

Gandhinagar : પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરીને તેમણે ચૂંટણીલક્ષી કામગીરી અંગે ચર્ચા કરી હતી. ખાસ વાત એ રહી કે પ્રચારની વ્યસ્તતા વચ્ચે DyCM હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગરના ચ-રોડ પર કાર્યકરો સાથે ચોળાફળીની મજા માણી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 11 ઓક્ટોબર, 2026ના રોજ મતદાન યોજાવાનું છે. કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી અને પરિણામ 13 ઓક્ટોબરે જાહેર થવાના છે. ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×