Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Studio on Wheels: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ તમારા પ્રશ્નોને આપશે વાચા, 90 દિવસમાં 34 જિલ્લામાં 10,000 કિ.મી.ની મહાયાત્રાનો પ્રારંભ

Studio on Wheels: ગુજરાતના મીડિયા જગતમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. 'ગુજરાત ફર્સ્ટ' ન્યૂઝ ચેનલ દ્વારા જનતાના પ્રશ્નોને વાચા આપવા અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટે 'STUDIO ON WHEELS' અને અત્યાધુનિક ડિજિટલ ન્યૂઝ એપનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ હાઈટેક સ્ટુડિયોનું રીબિન કાપી લોકાર્પણ કર્યું હતું
studio on wheels  ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ તમારા પ્રશ્નોને આપશે વાચા  90 દિવસમાં 34 જિલ્લામાં 10 000 કિ મી ની મહાયાત્રાનો પ્રારંભ
Advertisement
  • ગુજરાત ફર્સ્ટનો (Gujarat First)  નવતર પ્રયાસ: ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’નો CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને DYCM હર્ષભાઈ સંઘવીના (DYCM Harshabhai Sanghvi) વરદ હસ્તે ભવ્ય શુભારંભ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ શરૂ
  • CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને DYCM હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે સ્ટુડિયો ઓન વ્હીલ્સ લોન્ચ
  • મીડિયામાં નવી ક્રાંતિ: ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઓન વ્હીલ્સ
  • રાજ્યવ્યાપી કવરેજ તરફ પગલું: ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ
  • ન્યૂઝ રિપોર્ટિંગમાં નવી દિશા, ગુજરાત ફર્સ્ટનો નવતર પ્રયોગ

Studio on Wheels: ગુજરાતના મીડિયા જગતમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) ન્યૂઝ ચેનલ દ્વારા જનતાના પ્રશ્નોને વાચા આપવા અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટે 'STUDIO ON WHEELS' અને અત્યાધુનિક ડિજિટલ ન્યૂઝ એપનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , માનનીય ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે ગુજરાત ફર્સ્ટના “ studio on wheels “ નો ભવ્ય શુભારંભ થયો. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ચીફ સેક્રેટરી એમકે દાસ અને અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહની ગરિમામય ઉપસ્થિતિમાં “ ગુજરાત ફર્સ્ટનો studio on wheels - જનરથ મુદ્દાઓનો મહારથ તમારા આંગણે આવવા નીકળી ગયો છે. આ મહારથ  34  જિલ્લા 10,000 કિલોમીટર અને 90 દિવસ સતત કાર્યરત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટના MD જસ્મીનભાઈ પટેલે (Jasminbhai Patel), ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોને આવકાર્યા હતા.

Studio on Wheels- Gujarat fist

Advertisement

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ હાઈટેક સ્ટુડિયોનું રીબિન કાપી લોકાર્પણ કર્યું હતું. અને ગુજરાત ફર્સ્ટના આ ભગીરથ પ્રયાસને બિરદાવ્યો હતો. STUDIO ON WHEELS ના શુભારંભમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ અને CM ના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યાં છે.

Advertisement

Studio on Wheels- Gujarat fist

Gujarat First ની મોસ્ટ એડવાન્સ્ડ ન્યૂઝ એપ્લિકેશનનું પણ લોકાર્પણ

મુખ્યમંત્રીના હસ્તે માત્ર સ્ટુડિયો જ નહીં, પણ Gujarat First ની મોસ્ટ એડવાન્સ્ડ ન્યૂઝ એપ્લિકેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે સમાચાર માત્ર ટીવી પર જ નહીં, પણ આંગળીના ટેરવે ઉપલબ્ધ રહેશે.

Studio on Wheels- Gujarat fist

મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ

લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટુડિયોની મુલાકાત લઈ તેની ટેકનોલોજી નિહાળી હતી. તેમણે સાડા છ કરોડ ગુજરાતીઓ સુધી પહોંચવાના ગુજરાત ફર્સ્ટના આ લક્ષ્યની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ પ્રયોગ લોકશાહીના ચોથા સ્તંભને વધુ મજબૂત બનાવશે અને વિકાસની વાતોને વેગ આપશે. ગુજરાત ફર્સ્ટનો આ 'જનરથ' હવે રાજ્યના ખૂણેખૂણે જઈને વિકાસ અને જનતાના મુદ્દાઓનો મહારથ સાબિત કરવા તૈયાર છે.

Studio on Wheels- Gujarat fist

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે STUDIO ON WHEELSની મુલાકાત લઈ પ્રસંશા કરી

ગુજરાત ફર્સ્ટના STUDIO ON WHEELSનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શુભારંભ કરાયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે STUDIO ON WHEELSની મુલાકાત લઈને ગુજરાત ફર્સ્ટના વિચાર અને પ્રયાસોની પ્રસંશા કરી છે.

Studio on Wheels- Gujarat fist11

Studio on Wheels- Gujarat fist

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટુડિયોની મુલાકાત લઈ તેની ટેકનોલોજી નિહાળી

લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટુડિયોની મુલાકાત લઈ તેની ટેકનોલોજી નિહાળી હતી.

Studio on Wheels- Gujarat fist

શું છે સ્ટુડિયો ઓન વ્હીલ્સ?

સામાન્ય રીતે લોકોએ પોતાના પ્રશ્નો કે વાત રજૂ કરવા સ્ટુડિયો સુધી જવું પડતું હોય છે, પરંતુ હવે સ્ટુડિયો પોતે જ જનતાના આંગણે પહોંચશે. જીહા, આ હાઈટેક સ્ટુડિયો આગામી 90 દિવસમાં 10,000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં ફરશે. વળી આ યાત્રા દરમિયાન નેતાઓ, અભિનેતાઓ, લોક કલાકારો, ઉદ્યોગકારો અને પશુપાલકો સાથે સીધો સંવાદ કરવામાં આવશે. ગુજરાતની ધર્મ-ધરોહર, સાંસ્કૃતિક વિરાસત, રાજનીતિ અને ગ્રાઉન્ડ રિયાલિટીનો તાગ મેળવી સ્થાનિક પ્રશ્નોને અવાજ આપવામાં આવશે. આ મોબાઈલ સ્ટુડિયો દ્વારા સ્થળ પરથી જ લાઈવ પોડકાસ્ટ પણ કરવામાં આવશે.

Studio on Wheels- Gujarat fist7

એપની ખાસિયતો

ગુજરાત ફર્સ્ટની એપની ખાસિયતોની જો વાત કરીએ તો, દર્શકો અહીં લાઈવ ટીવીની સાથે શોર્ટ્સ, રીલ્સ અને વેબ સ્ટોરીઝ દ્વારા ઝડપી સમાચાર મેળવી શકશે. ઉપરાંત કન્ટેન્ટની વિવિધતા પણ તમને અહીં જોવા મળી જશે. ન્યૂઝ સ્ટોરીઝ, ખાસ પોડકાસ્ટ અને લાઈવ બ્લોગ દ્વારા ઊંડાણપૂર્વકની માહિતી મળશે.આ સાથે પળેપળની અપડેટ્સ તરત જ યુઝર્સના મોબાઈલ પર નોટિફિકેશન દ્વારા પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો:  LIVE: Studio on Wheels: ગુજરાત ફર્સ્ટનો નવતર પ્રયોગ! રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે શુભારંભ

Tags :
Advertisement

.

×