Gujarat Food and Drug Department: રાજ્યમાં ખોરાક શુદ્ધિ અભિયાન, 4,193 એકમોમાં તપાસ અને 1,018 કિલો પનીરનો નાશ
- Gujarat માં ખોરાક શુદ્ધિ અભિયાન
- ભેળશેળિયા તત્વો સામે Food and Drug Department ની કડક કાર્યવાહી
- રાજ્યના 4,193 થી વધુ ખાદ્ય એકમોમાં આકસ્મિક તપાસ હાથ ધરી
- 1.83 લાખની કિંમતનો 1,018 કિલો શંકાસ્પદ પનીરનો નાશ કરાયો
- શેરડી અને તરબૂચ સહિતના 1,705 ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા
Gujarat Food and Drug Department: ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) રાજ્યભરમાં ભેળશેળિયા તત્વો સામે જંગ છેડ્યો છે. ખોરાક શુદ્ધિ અભિયાન હેઠળ એપ્રિલ (April) મહિનામાં તંત્રએ 4,193 થી વધુ એકમોની ઝીણવટભરી તપાસ (Inspection) કરી છે. આ રાજ્યવ્યાપી ડ્રાઈવમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અનેક વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક (Quality Food) મળી રહે તે માટે આ ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં મૂકવામાં આવી છે.
શંકાસ્પદ પનીરનો નાશ અને ઉનાળુ ખાદ્ય પદાર્થોની ચકાસણી
તપાસ ટીમોએ કાર્યવાહી દરમિયાન 1.83 લાખથી વધુની કિંમતનો 1,018 કિલો શંકાસ્પદ પનીર (Suspicious Paneer) નો જથ્થો પકડી પાડ્યો હતો. આ જોખમી જથ્થાને જાહેર જનતાના હિતમાં સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો છે. ઉનાળાની (Summer) ઋતુને ધ્યાનમાં રાખીને તંત્રએ શેરડીનો રસ, તરબૂચ અને અન્ય ઠંડા પીણાંના 1,705 નમૂનાઓ (Samples) એકત્રિત કર્યા હતા. આ ખાદ્ય નમૂનાઓની લેબોરેટરીમાં ચકાસણી કરીને ખાતરી કરવામાં આવી રહી છે.
ભેળસેળિયા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ડ્રાઈવ
એપ્રિલમાં 4 હજાર 193થી વધુ ખાદ્ય એકમો પર તપાસ
1,018 કિલો શંકાસ્પદ પનીરનો સ્થળ પર જ કરાયો નાશ
શેરડી-તરબૂચ સહિતના 1,705 ખાદ્ય નમૂના લેવાયા
ગંભીર બેદરકારી બદલ 18 એકમો સીલ, 270ને નોટિસ#FoodSafety #GujaratGovernment… pic.twitter.com/IFPKkl8nZo— Gujarat First (@GujaratFirst) May 2, 2026
આ પણ વાંચો----- ફાર્મા માફિયાઓમાં ફફડાટ, અમદાવાદ સહિત રાજ્યભરમાં Food and Drug Department ના દરોડા
Food Safety એ બેદરકાર એકમો સીલ અને લાખોનો દંડ વસૂલાયો
ફૂડ સેફ્ટીના (Food Safety) નિયમોનું ઉલ્લંઘન કરનારા 18 જેટલા એકમોને તંત્રએ તાત્કાલિક અસરથી સીલ (Sealed) કરી દીધા છે. આ ઉપરાંત ગંભીર બેદરકારી બદલ 270 એકમોને વહીવટી નોટિસ (Notice) ફટકારવામાં આવી છે. નિયમ ભંગ કરનારા તત્વો પાસેથી વિભાગે કુલ 2.84 લાખ (Lakhs) રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ અને કાયદેસરની કાર્યવાહી (Legal Action) ચાલુ રાખશે.
આ પણ વાંચો----- Rajkot Crime Branch ની સફળતા, લાખોની ચાંદીની ચોરી કરનાર મામા-ભાણેજ ઝડપાયા


