Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ફાર્મા માફિયાઓમાં ફફડાટ, અમદાવાદ સહિત રાજ્યભરમાં Food and Drug Department ના દરોડા

અમદાવાદ સહિત વડોદરા અને ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) ફાર્મા પેઢીઓ પર મેગા દરોડા પાડીને 1.21 Crore થી વધુની શંકાસ્પદ દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. નકલી અને નશાકારક દવાઓ (Narcotic Drugs) ના ગેરકાયદે વેચાણ સામે સરકારે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓના લાયસન્સ (License) રદ કરીને તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ફાર્મા માફિયાઓમાં ફફડાટ  અમદાવાદ સહિત રાજ્યભરમાં food and drug department ના દરોડા
Advertisement
  • ગુજરાતમાં Food and Drug Department ની ફાર્મા માફિયાઓ પર તવાઈ
  • અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં પાડ્યો દરોડા
  • 1.21 કરોડ રૂપિયાથી વધુની શંકાસ્પદ દવાઓ જપ્ત
  • નકલી અને નશાકારક દવાઓના ગેરકાયદે કારોબાર સામે રાજ્યવ્યાપી કાર્યવાહી

Food and Drug Department Raid: ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) રાજ્યમાં નકલી દવાઓનું વેચાણ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. તંત્રે અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં સ્થિત વિવિધ ફાર્મા પેઢીઓ પર મેગા સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ કુલ 1.21 કરોડથી વધુની કિંમતનો શંકાસ્પદ દવાઓનો જથ્થો કબજે કર્યો છે. રાજ્યમાં લોકોના સ્વાસ્થ્ય (Public Health) સાથે ચેડાં કરતી પેઢીઓ સામે આ એક મોટી કાર્યવાહી ગણાય છે. તપાસ ટીમોએ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને દવાઓના નમૂના પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.

નશાકારક અને પ્રતિબંધિત દવાઓનો જથ્થો પકડાયો

દરોડા દરમિયાન તંત્રને મોટી માત્રામાં કોડીન સીરપ (Codeine Syrup) અને અન્ય નાર્કોટિક દવાઓ (Narcotic Drugs) મળી આવી છે. આ દવાઓનો ઉપયોગ નશાના કારોબારમાં થતો હોવાની આશંકા તપાસ સંસ્થાઓ વ્યક્ત કરી રહી છે. ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલી અને નિયમો વિરુદ્ધ વેચાતી દવાઓ સામે વિભાગે કડક વલણ (Strict Stance) અપનાવ્યું છે. નકલી દવાઓના (Fake Medicines) નેટવર્કને તોડવા માટે તંત્ર હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. શંકાસ્પદ જથ્થો જપ્ત કરી વિભાગે જે-તે પેઢીઓ સામે કાયદેસરના પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો----- All India Chemists Strike: 20મીએ દેશભરમાં મેડિકલ સ્ટોર્સના શટરડાઉન, ઓનલાઇન ફાર્મસી સામે બંધનું એલાન!

Advertisement

કાયદાનું ઉલ્લંઘન કરનાર પેઢીઓના લાયસન્સ રદ

તપાસમાં દોષિત જણાયેલી અને ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ પેઢીઓના લાયસન્સ (License) રદ કરવાનો આદેશ અપાયો છે. ઓનલાઇન માધ્યમથી ગેરકાયદેસર રીતે દવાઓ વેચતી કંપનીઓ (Online Pharmacy) સામે પણ સરકારે તવાઈ બોલાવી છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પારદર્શિતા જળવાય તે હેતુથી આરોગ્ય વિભાગ સતત મોનિટરિંગ (Monitoring) કરી રહ્યું છે. સરકારની ઝીરો ટોલરન્સ નીતિ (Zero Tolerance Policy) અંતર્ગત કોઈ પણ કસૂરવારને છોડવામાં આવશે નહીં. આગામી દિવસોમાં અન્ય શંકાસ્પદ એકમો પર પણ તપાસનો કોરડો વીંઝાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો----- ગુજરાત બોર્ડ ધોરણ 12 ની પરિક્ષાનું પરિણામ આ તારીખ થશે જાહેર


Tags :
Advertisement

.

×