Gujarat Forest Department: વન વિભાગમાં બઢતી અને બદલીની જાહેરાત, 3 અધિકારીઓને ACFમાંથી DCF તરીકે પ્રમોશન
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વહીવટી કુશળતા વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. અનેક અધિકારીઓને પ્રમોશન આપીને નવી જગ્યાઓ પર જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે વરિષ્ઠ આઈએફએસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે. આ ફેરફારોથી રાજ્યના જંગલો અને વન્યજીવોના સંરક્ષણની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Advertisement
Gujarat Forest Department: ગુજરાત સરકાર (Gujarat Government) ના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યની વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર વન વિભાગ (Forest Department) માં મોટા પાયે બઢતી અને બદલીના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પ્રતિક્ષામાં રહેલા અધિકારીઓ માટે આ નિર્ણયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે, જેનાથી વિભાગીય કામગીરીને નવો વેગ મળશે.

