Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો અનોખો અંદાજ સામે આવ્યો, જુઓ Video

Gujarat: નામ લીધા વગર મંત્રીઓના રાજીનામા પર પ્રહાર કર્યા છે નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે ઘણા મંત્રીઓને રાજીનામાં આપવા પડ્યા ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા Gujarat: કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ચાબખા સામે આવ્યા છે....
gujarat  કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો અનોખો અંદાજ સામે આવ્યો  જુઓ video
Advertisement
  • Gujarat: નામ લીધા વગર મંત્રીઓના રાજીનામા પર પ્રહાર કર્યા છે
  • નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે ઘણા મંત્રીઓને રાજીનામાં આપવા પડ્યા
  • ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા

Gujarat: કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ચાબખા સામે આવ્યા છે. જેમાં નામ લીધા વગર મંત્રીઓના રાજીનામા પર પ્રહાર કર્યા છે. તેમાં નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે ઘણા મંત્રીઓને રાજીનામાં આપવા પડ્યા છે. એમણે ખોટું કર્યું હોય ના કર્યું હોય એ મને ખબર નથી. આજુબાજુમાં રહેનારા ખોટું કરે તો પણ મંત્રીપદ જાય છે. ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રીપદ જાય છે.

નીતિનભાઈએ કહ્યું હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી

કડીમાં પૂર્વ ના. મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો અનોખો અંદાજ જોવા મળ્યો છે. જેમાં જણાવ્યું છે કે નીતિનભાઈએ કહ્યું હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં. નીતિનભાઈ પટેલે કડીમાં કરેલ પોતાના કામો ગણાવ્યા હતા. કડીના ભાવપુરામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Advertisement

Advertisement

Gujarat: ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા

ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પરથી જ નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં પક્ષના જ ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા હતા, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કડીના સ્થાનિક રાજકારણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. હું કડીને 50 વર્ષથી ઓળખું છું.'

કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં

કાર્યક્રમમાં હાજર કાર્યકરો અને નેતાઓને સંબોધતા નીતિન પટેલે એક પછી એક એવા નિવેદનો કર્યા જે સીધા જ વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા હતા. સ્થાનિક નેતૃત્વ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે 'કડીને 50 વર્ષથી ઓળખું છું, કોણ ખાડા પાડે છે, કોણ પૂરે છે, તેની બધી ખબર છે.' તેમણે કાર્યકરોને ચેતવણી આપતા કહ્યું, 'મને છેતરતા નહીં, એમને છેતરજો.' તેમણે ગ્રાન્ટ અને ભ્રષ્ટાચારનો ઈશારો કરતાં કહ્યું હતું કે 'અત્યારે તો એટલી બધી ગ્રાન્ટો આવે છે કે સભ્યોને ક્યાં વાપરવી. સાચું કામ કરો તો ઠીક... બાકી ક્યાં જતું રહે તો ભગવાન જાણે. હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે, કહીને તેમણે પોતાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હુંબોલું છું તો ઘણાને ગમતું નથી, મારે તો બે બાજુ તકલીફ છે. તેમણે કડીના લોકોને આશ્વાસન આપતા કહ્યું કે, કડીમાં હું બેઠો છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં.

આ પણ વાંચો: Maharashtra: Mumbai ના મુમ્બ્રા વિસ્તાર ATSએ દરોડા પાડી કાર્યવાહી કરી

Tags :
Advertisement

.

×