Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Gaurav Diwas : મુખ્યમંત્રીનો ગૌરવવંતો પ્રજાજોગ સંદેશ

66 મા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ. ગુજરાતના વિકાસ મોડલ, સેમિકન્ડક્ટર અને 'વિકસિત ગુજરાત@2047'ના વિઝનની ગુજરાતની પ્રજાને જાણકારી આપી.
gujarat gaurav diwas   મુખ્યમંત્રીનો ગૌરવવંતો પ્રજાજોગ સંદેશ
Advertisement
  • Gujarat Gaurav Diwas : 66 મા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ. ગુજરાતના વિકાસ મોડલ, સેમિકન્ડક્ટર અને 'વિકસિત ગુજરાત@2047'ના વિઝનની ગુજરાતની પ્રજાને જાણકારી આપી.

Gujarat Gaurav Diwas : મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાપુરુષોના આશીર્વાદ અને પ્રેરણાથી ગુજરાતની વિકાસયાત્રા આગળ વધી છે. 1 લી મે, 1960 ના રોજ જ્યારે મુંબઈમાંથી અલગ રાજ્યની રચના થઈ, ત્યારે રણ, દરિયો અને ડુંગર ધરાવતા આ રાજ્યના વિકાસ અંગે ઘણા પ્રશ્નો હતા. પરંતુ, છેલ્લા અઢી દાયકાની અવિરત વિકાસયાત્રા અને વડાપ્રધાન નરેન્દ્ર  મોદી(PM Narendra Modi)ના વિઝનરી નેતૃત્વને કારણે આજે ગુજરાત સમગ્ર વિશ્વ માટે વિકાસનું 'રોલ મોડેલ' બની ગયું છે. રાજ્યના 66 મા ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) સમગ્ર રાજ્ય અને વિશ્વમાં વસતા ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે.

Gujarat Gaurav Diwas : રાજ્યની વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓ અને ભવિષ્યના આયોજનો

મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં રાજ્યની વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓ અને ભવિષ્યના આયોજનો નીચે મુજબ રજૂ કર્યા છે:

Advertisement

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનાદેશ:

    Advertisement

    • તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં જનતાએ ભાજપના નેતૃત્વ પર અખૂટ વિશ્વાસ અને પ્રચંડ સમર્થન આપ્યું છે.

  • આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિ:

    • 2003 માં શરૂ થયેલી ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ’ની સફળતાને પરિણામે રાજ્ય આજે ‘ગ્લોબલ ગેટ-વે ટુ ધી ફ્યુચર’ ‘Global Gateway to the Future’ બન્યું છે અને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે.

    • નવી તકનીકો અને ગ્રીન એનર્જી તરફ આગળ વધતા, રાજ્યની રિન્યુઅબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના 15 % થઈ ગઈ છે. સોલાર રૂફટોપ Solar Rooftop યોજનામાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે.

    • હાઈટેક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે અને અન્ય બેની સ્થાપના થવાની છે. ગિફ્ટ સિટી ખાતે 'એ.આઈ. સેન્ટર ઓફ એક્સેલન્સ' શરૂ કરાયું છે.

       શહેરી અને માળખાકીય વિકાસ (Infrastructure Development):

      • વર્ષ 2025 ને 'શહેરી વિકાસ વર્ષ' તરીકે ઉજવીને બજેટમાં 40 %નો વધારો કરવામાં આવ્યો છે.

      • સુરત માટે ‘સુરત ઈકોનોમિક રિજીયન ડેવલોપમેન્ટ પ્લાન’ તૈયાર કરાયો છે, અને અન્ય 6 ક્ષેત્રો માટે પણ રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન બનાવવામાં આવી રહ્યા છે.

      • વીજળી ઉત્પાદન ક્ષમતા વધીને લગભગ 53000 મેગાવોટ થઈ ગઈ છે.

      Gujarat Gaurav Diwas : ગુજરાતને વિશ્વ માટે એક મોડેલ સ્ટેટ બનાવવાનો સંકલ્પ

  • સામાજિક કલ્યાણ અને પર્યાવરણ:

    • પીએમ કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત અને પીએમ આવાસ જેવી યોજનાઓ દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવામાં આવી છે.

    • પર્યાવરણ જાળવણી અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે ‘મિશન લાઈફ’, ‘કેચ ધ રેઈન’ અને 'એક પેડ માં કે નામ' જેવી ઝુંબેશો હાથ ધરવામાં આવી છે.

  • સ્પોર્ટ્સ હબ અને અમૃતકાળ:

    • કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતને ‘કોમનવેલ્થ ગેમ્સ’(Commonwealth Games)ની યજમાની મળવા જઈ રહી છે.

    • 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ (અમૃત મહોત્સવ) ઉજવાશે. તે પહેલાં ૨૦૩૫ સુધીમાં ગુજરાતને વિશ્વ માટે એક મોડેલ સ્ટેટ બનાવવાનો સંકલ્પ લેવાયો છે.

રાજ્ય સરકારના આ સઘન આયોજનો અને વિઝનથી 'સૌના સાથ, સૌના વિકાસ'ના મંત્રને સાર્થક કરવામાં આવી રહ્યો છે. રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટેનું આ વિઝન ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત@2047’ના સંકલ્પને પૂર્ણ કરવા તરફ દોરી જશે. આજના પવિત્ર દિવસે સમગ્ર રાજ્યને સમર્પિત થઈને સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : International Labour Day : 'વિકસિત ભારત'ના પાયામાં શ્રમિકો

Tags :
Advertisement

.

×