Gujarat Government Jobs: GPSC અને સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા અને ઐતિહાસિક સમાચાર
Gujarat Government Jobs: ગુજરાતમાં વહીવટી અધિકારી વર્ગ 1-2 ની સીધી ભરતીના નિયમોમાં મોટો સુધારો કરાશે. સામાન્ય વહીવટ વિભાગે (GAD) તમામ સચિવોને પત્ર લખી વર્ગ-1 માટેની 5 વર્ષની અને વર્ગ-2 માટેની 3 વર્ષની ફરજિયાત અનુભવની શરત દૂર કરવા ભલામણ કરી છે. હવે ઉમેદવારો અનુભવ વિના, માત્ર વિષયની શૈક્ષણિક લાયકાતના આધારે સીધી જ અરજી કરી શકશે.
Advertisement
Gujarat Government Jobs: ગુજરાત સરકારના વહીવટી માળખામાં એક મોટો અને મહત્વપૂર્ણ બદલાવ આવવા જઈ રહ્યો છે. રાજ્યમાં વહીવટી અધિકારી વર્ગ 1-2 ની સીધી ભરતીના નિયમોમાં (Recruitment Rules) મોટો સુધારો કરવામાં આવશે. અત્યાર સુધી આ ઉચ્ચ હોદ્દાઓ માટે શૈક્ષણિક લાયકાતની સાથે કામનો અનુભવ હોવો ફરજિયાત હતો, પરંતુ નવી દરખાસ્ત અનુસાર હવે વહીવટી અધિકારી વર્ગ 1-2 માં અનુભવની લાયકાત સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department - GAD) દ્વારા આ અંગેનો એક સત્તાવાર પત્ર રાજ્ય સરકારના તમામ વિભાગોના સચિવોને (Secretaries) લખવામાં આવ્યો છે.

