Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘Universal Affidavit’ ફોર્મેટ માન્ય ગણાશે

Digital Gujarat Portal: ગુજરાત સરકારના કાયદા વિભાગ (Legal Department) દ્વારા સમગ્ર રાજ્ય માટે એક સમાન ‘યુનિવર્સલ એફિડેવિટ’ (Universal Affidavit) નું નવું ફોર્મેટ જાહેર કરાયું છે. જ્યાં કોઈ વિશિષ્ટ ફોર્મેટ નક્કી નથી, ત્યાં હવે આ સમાન ફોર્મેટ ઓનલાઇન અને ઓફલાઇન તમામ સરકારી કચેરીઓમાં માન્ય રહેશે, જેનાથી નાગરિકોની હાલાકી અને વહીવટી જટિલતાનો અંત આવશે.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય  હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘universal affidavit’ ફોર્મેટ માન્ય ગણાશે
Advertisement

Universal Affidavit Gujarat: ગુજરાતમાં સરકારી યોજનાઓ, દાખલાઓ અને વિવિધ સેવાઓનો લાભ લેવા માટે નાગરિકોને વારંવાર જુદા-જુદા લખાણવાળા સોગંદનામા કરાવવા પડતા હતા. આ પ્રક્રિયાને કારણે અરજદારોનો સમય વેડફાતો હતો અને વહીવટી જટિલતા પણ વધતી હતી. સામાન્ય જનતાને આ હાલાકીમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) ના નેતૃત્વ હેઠળ રાજ્યના કાયદા વિભાગ (Legal Department) દ્વારા ‘યુનિવર્સલ એફિડેવિટ’ (Universal Affidavit) નું ધોરણસરનું નવું ફોર્મેટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યાં વિશિષ્ટ ફોર્મેટ નક્કી નથી, ત્યાં આ ફોર્મેટ ચાલશે

નવા નિયમ અનુસાર, જે સરકારી સેવાઓમાં કાયદા કે નિયમ મુજબ એફિડેવિટ (Affidavit) જરૂરી હોય પરંતુ તેનું કોઈ ચોક્કસ કે વિશિષ્ટ ફોર્મેટ કાયદાકીય રીતે નક્કી ન થયેલું હોય, ત્યાં હવેથી આ એક જ સમાન ‘યુનિવર્સલ એફિડેવિટ’ સમગ્ર રાજ્યમાં માન્ય રાખવામાં આવશે. આ નવું ફોર્મેટ તમામ જિલ્લા (Districts), તાલુકા (Talukas), ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ અને જન સેવા કેન્દ્રો (Jan Seva Kendras) માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઓનલાઇન અરજી કરનારાઓની સુવિધા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર પણ આ સમાન ફોર્મેટનો અમલ શરૂ કરી દેવાયો છે.

Advertisement

ભાષાની સરળતા અને 'સ્વઘોષણા' ની જોગવાઈ

નાગરિકોની સુવિધા માટે કાયદા વિભાગે આ સત્તાવાર ફોર્મેટ ગુજરાતી (Gujarati) અને અંગ્રેજી (English) બંને ભાષાઓમાં ઉપલબ્ધ કરાવ્યું છે. આ સાથે સરકારે એક મહત્વની સ્પષ્ટતા પણ કરી છે કે, જે સેવાઓ માટે કાયદાકીય રીતે સોગંદનામું કરવું અનિવાર્ય નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગ (General Administration Department) ના પ્રવર્તમાન નિયમો અનુસાર એફિડેવિટના સ્થાને માત્ર 'સ્વઘોષણા' (Self-Declaration) ની સરળ પ્રક્રિયા જ યથાવત રહેશે. સરકારના આ ક્રાંતિકારી વહીવટી સુધારાથી સરકારી કામકાજમાં પારદર્શિતા આવશે અને વહીવટી વિલંબ અટકશે.

Advertisement

આ પણ વાંચો: Adani Skills And Education અને સરકાર વચ્ચે MoU, કચ્છની 11 ITI ની કાયાપલટ થશે

Advertisement

.

×