ગુજરાતમાં એલન મસ્કની એન્ટ્રી: સ્ટારલિંક અને સરકાર વચ્ચે મોટી ડીલ, હવે જંગલોમાં પણ મળશે 5G જેવી સ્પીડ!
- ગુજરાત: સ્ટારલિંક સાથે સરકારના ઐતિહાસિક કરાર (Gujarat Government Starlink Partnership)
- ગાંધીનગરમાં એલન મસ્કની કંપની સાથે LoI સંપન્ન
- આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં મળશે સેટેલાઈટ ઈન્ટરનેટ
- સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી રહ્યા ઉપસ્થિત
- ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સરકારી શાળાઓ થશે ડિજિટલ
Gujarat Government Starlink Partnership : ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુજરાતના ટેકનોલોજીકલ વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. રાજ્ય સરકાર અને એલન મસ્ક (Elon Musk) ની સ્પેસેક્સ (SpaceX) ની સબસિડિયરી કંપની 'સ્ટારલિંક' (Starlink) વચ્ચે મહત્વપૂર્ણ લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) ની વિશેષ ઉપસ્થિતિમાં આ કરાર સંપન્ન થયા હતા. આ સમજૂતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ડિજિટલ ઈન્ડિયા' (Digital India) મિશનને વેગ આપવા અને ગુજરાતના છેવાડાના માનવી સુધી કનેક્ટિવિટી પહોંચાડવા માટે મહત્વની સાબિત થશે.
રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઈલસ્ટોન
એલન મસ્કની સ્ટારસ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે લેટર ઓફ ઈન્ટેન્ટ
સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગની દિશામાં બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને DYCM હર્ષભાઈની ઉપસ્થિતમાં મળી બેઠક
PM મોદીના ડિજિટલ ભારતના… pic.twitter.com/9exoxdWdZp— Gujarat First (@GujaratFirst) February 9, 2026
Gujarat Government Starlink Partnership : અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિ
આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના એવા વિસ્તારોમાં નેટવર્ક પહોંચાડવાનો છે જ્યાં અત્યારે કનેક્ટિવિટીની સમસ્યા છે. ખાસ કરીને આદિવાસી (Tribal Areas) અને અંતરિયાળ વિસ્તારોમાં, જ્યાં મોબાઈલ ટાવર પહોંચવા મુશ્કેલ છે, ત્યાં હવે સેટેલાઈટ ઈન્ટરનેટ (Satellite Internet) દ્વારા હાઈ-સ્પીડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. આ માટે 'એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ' (Aspirational Districts) પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી ત્યાંના નાગરિકોને ઈ-ગવર્નન્સ (E-Governance) અને કોમન સર્વિસ સેન્ટર (CSC) નો સીધો લાભ મળી શકે.
Happy to share that the Government of Gujarat has exchanged a Letter of Intent with @Starlink, a subsidiary of @SpaceX, to strengthen digital connectivity across the state.
This LoI will enable high-speed satellite-based internet connectivity in remote, border, tribal and… pic.twitter.com/drHxCx3yCl
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 9, 2026
શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ બનશે હાઈટેક
આ સમજૂતી માત્ર ઈન્ટરનેટ પૂરતી સીમિત નથી. સ્ટારલિંકની મદદથી રાજ્યની સરકારી શાળાઓ (Government Schools), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs) અને ટેલિ-મેડિસિન સેન્ટર્સ (Tele-medicine Centers) ને જોડવામાં આવશે. જેના કારણે ગામડાના વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણ અને દર્દીઓને ત્વરિત નિદાનની સુવિધા મળી રહેશે. આ ઉપરાંત વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને પોર્ટ ફેસિલિટીઝને પણ આ નેટવર્ક હેઠળ આવરી લેવાનું આયોજન છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જોઈન્ટ વર્કિંગ ગ્રુપ
કુદરતી આફતો સમયે જ્યારે પરંપરાગત નેટવર્ક ખોરવાઈ જાય છે, ત્યારે સેટેલાઈટ કનેક્ટિવિટી આશીર્વાદરૂપ સાબિત થશે. રાજ્યના તમામ જિલ્લાઓના આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ (Disaster Management Control Room) ને આ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકાર અને સ્ટારલિંક દ્વારા એક 'જોઈન્ટ વર્કિંગ ગ્રુપ' (Joint Working Group) ની રચના કરવામાં આવશે, જે સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર-2025માં સ્ટારલિંક ઓપરેશનના વાઈસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર સાથેની બેઠક બાદ આ પરિણામલક્ષી પગલું લેવાયું છે.
આ પણ વાંચો : Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં પેશાબની જટિલ સમસ્યાઓનું હવે થશે મફત અને સચોટ નિદાન


