Gujarat માં 59 જેટલા TDO ની બદલી, કોની ક્યાં થઈ બદલી?
- Gujarat TDO Transfer: TDOની બદલીઓના આદેશ
- 59 જેટલા TDOની બદલી કરવામાં આવી
- ગ્રામ વિકાસ વિભાગે કર્યા બદલીના આદેશ
Gujarat TDO Transfer: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવાના હેતુથી રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (Panchayats, Gram Gruh Nirman and Gram Vikas Vibhag) દ્વારા એકસાથે 59 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓ (Taluka Development Officers - TDO) ની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે.
બદલી કરાયેલા TDO ની યાદી
Taluka Development Officer mass transfer list Gujarat
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 59 TDOની સામુહિક બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ #Gujarat #TDOTentativeTransfer #LocalBodyElection #GujaratAdministration #TDOTransfer #PanchayatDepartment #GujaratElection2026 #GujaratFirst pic.twitter.com/rN6xIM88c4
— Gujarat First (@GujaratFirst) February 19, 2026
Gujarat TDO Transfer: વહીવટી સુધારો અને ચૂંટણીલક્ષી તૈયારી
રાજ્યમાં આગામી સમયમાં નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. આ પૂર્વે વહીવટી તંત્રમાં કોઈપણ પ્રકારનો પક્ષપાત ન રહે અને સરકારી યોજનાઓનું અમલીકરણ યોગ્ય રીતે થાય તે માટે આ ફેરફાર અત્યંત મહત્વનો માનવામાં આવે છે. બદલી પામેલા અધિકારીઓમાં ઘણા એવા છે જેઓ લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા હતા.
Gujarat TDO Transfer: સ્વ-વિનંતી અને જાહેર હિતમાં લેવાયેલ નિર્ણય
આ 59 અધિકારીઓમાંથી કેટલાકની બદલી તેમની પોતાની 'સ્વ-વિનંતી' (Self-request) ના આધારે કરવામાં આવી છે, જ્યારે અન્ય અધિકારીઓની બદલી 'જાહેર હિત' (Public Interest) અને વહીવટી સુગમતા માટે કરવામાં આવી છે. આ ઓર્ડરમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે બદલી પામેલા તમામ અધિકારીઓએ તાત્કાલિક અસરથી પોતાની નવી નિયુક્તિના સ્થળે હાજર થવાનું રહેશે.
આ પણ વાંચોઃ Gujarat: મહેસૂલ વિભાગમાં મોટાપાયે ફેરબદલ, તલાટી અને નાયબ મામલતદારોની બદલી
રાજ્યમાં TDOની બદલીઓના આદેશ
59 જેટલા TDOની બદલી કરવામાં આવી
ગ્રામ વિકાસ વિભાગે કર્યા બદલીના આદેશ@CMOGuj #GujaratGovernment #TDOTransfer #AdministrativeUpdates #GujaratBureaucracy #GramVikasDepartment #VikasCommissionerate #Governance #GujaratFirst pic.twitter.com/9RXaFxlaeh— Gujarat First (@GujaratFirst) February 19, 2026


