Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Govt Meta MoU :સરકારી કામો હવે ઘરબેઠા ફટાફટ!

ગુજરાત સરકારે નાગરિકોને મોબાઈલ પર જ સીધી સુવિધા પૂરી પાડવા માટે મેટા (Meta) કંપની સાથે ભાગીદારી કરીને વોટ્સએપ આધારિત ચેટબોટ લોન્ચ કર્યો છે, જેનાથી 20 થી વધુ આવશ્યક સરકારી સેવાઓ ઘરે બેઠા મળી શકશે
gujarat govt meta mou  સરકારી કામો હવે ઘરબેઠા ફટાફટ
Advertisement

Gujarat Govt Meta MoU : ગુજરાત સરકારે નાગરિકોને મોબાઈલ પર જ સીધી સુવિધા પૂરી પાડવા માટે મેટા (Meta) કંપની સાથે ભાગીદારી કરીને વોટ્સએપ આધારિત ચેટબોટ લોન્ચ કર્યો છે, જેનાથી  20 થી વધુ આવશ્યક સરકારી સેવાઓ ઘરે બેઠા મળી શકશે

ડિજિટલ ક્રાંતિના આ યુગમાં ગુજરાત સરકારે નાગરિક સુવિધા ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ની “નાગરિક દેવો ભવ:”ની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે એક નવતર પ્રયોગ( Digital Governanc) હાથ ધર્યો છે. સામાન્ય લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ આપવા અને લાઈનમાંથી ઓનલાઈન તરફ આગળ વધવા માટે ગુજરાત સરકારે વિશ્વપ્રસિદ્ધ ટેકનોલોજી કંપની મેટા (Meta) સાથે હાથ મિલાવ્યા છે. ગાંધીનગરમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં વોટ્સએપ આધારિત સરકારી સેવાઓ પૂરી પાડવા માટેના મહત્વના કરાર (MoU) સંપન્ન થયા છે.

Advertisement

Gujarat Govt Meta MoU : સમય અને ખર્ચની બચત

  • ઘરે બેઠા 20 જેટલી સરકારી સેવાઓ: આ નવી વ્યવસ્થા હેઠળ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના નાગરિકોને માત્ર એક જ વોટ્સએપ (WhatsApp)નંબર પરથી અંદાજે 20 જેટલી મહત્વની સરકારી સેવાઓનો લાભ મળશે.

    Advertisement

  • મહત્વની સેવાઓનો સમાવેશ: વોટ્સએપ ચેટબોટના માધ્યમથી નાગરિકો આવક, જાતિ અને EWS (આર્થિક રીતે નબળા વર્ગ) ના પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ, મહેસૂલી રેકોર્ડ, સત્તાવાર સોગંદનામા (Affidavits) અને ફરિયાદ નિવારણ (Grievance Redressal) જેવી સુવિધાઓ મેળવી શકશે.

  • દ્વિભાષીય સુવિધા અને સરળ ટ્રેકિંગ: આ વોટ્સએપ ચેટબોટ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં કાર્યરત રહેશે. આ સુવિધાથી માત્ર માહિતી જ નહીં મળે, પરંતુ અરજી કરવાથી લઈને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા (End-to-End) મોબાઈલ પર જ પૂરી થશે. સાથે જ અરજીનું રિયલ ટાઈમ સ્ટેટસ પણ ટ્રેક કરી શકાશે.

  • સમય અને ખર્ચની બચત: હવે નાગરિકોએ અલગ-અલગ સરકારી પોર્ટલ પર જવાની કે સરકારી કચેરીઓમાં રૂબરૂ જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. મોબાઈલ પર થોડા જ ક્લિક્સ દ્વારા કામ થઈ જતાં સમય અને નાણાં બંનેની મોટી બચત થશે.

  • કુલ 5 વિભાગો સાંકળવામાં આવ્યા: GARC (ગુજરાત વહીવટી સુધારણા આયોગ) ની ભલામણોના આધારે હાલમાં ૫ મુખ્ય સરકારી વિભાગોની સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં આગામી સમયમાં તબક્કાવાર અન્ય સેવાઓ પણ ઉમેરાશે.

Gujarat Govt Meta MoU :  MoU ની વિગત

આ મહત્વપૂર્ણ કરાર પર રાજ્ય સરકાર વતી સામાન્ય વહીવટ વિભાગના સચિવ શ્રી હારિત શુક્લા અને મેટા (Meta) કંપની વતી ડિરેક્ટર શ્રી અમન જૈન તેમજ કન્ટ્રી ડિરેક્ટર શ્રી એ. શ્રીનિવાસે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાત હંમેશાંથી ગુડ ગવર્નન્સ અને ટેક્નોલોજીના ઉપયોગમાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. અગાઉ શરૂ કરાયેલી 'વન ડે ગવર્નન્સ' (એક જ દિવસમાં સેવા) અને જન સેવા કેન્દ્રોની સફળતા બાદ, હવે 'વોટ્સએપ ગવર્નન્સ' તરફનું આ કદમ વહીવટી તંત્રમાં વધુ પારદર્શિતા અને જવાબદેહી લાવશે. ટેક્નોલોજીના આ ડિજિટલ સેતુના કારણે સરકારી સેવાઓ છેવાડાના સામાન્ય માનવીના ઘર સુધી અને તેના હાથમાં રહેલા મોબાઈલ સુધી અત્યંત સરળતાથી પહોંચશે, જે ડિજિટલ ગુજરાતના નિર્માણમાં માઈલસ્ટોન સાબિત થશે.

આ પણ વાંચો: Namo Van Morbi :37 દિવસ, 10 લાખ વૃક્ષો અને એક સંકલ્પ

Tags :
Advertisement

.

×