Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Govt. કરશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી, જાણી લો રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ

ગુજરાત સરકારે ઉનાળુ મગ (Summer Moong) ની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. આ માટે ખેડૂતોએ 25મી મે 2025 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન (Registration) કરાવવાનું રહેશે. વાંચો વિગતવાર.
gujarat govt  કરશે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી  જાણી લો રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ
Advertisement
  • Gujarat Govt. કરશે Summer Moong ની ટેકાના ભાવે ખરીદી
  • આ માટે ખેડૂતોએ 25મી મે 2025 સુધી Online Registration કરાવવાનું રહેશે
  • ભારત સરકારે ઉનાળુ મગનો બજાર ભાવ રુ. 8682 પ્રતિ ક્વિન્ટલ આપવાનું નક્કી કર્યુ છે

Gandhinagar: ગુજરાત સરકારે Summer Moong ની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. મગના ઓછા ભાવથી રાજ્યના કોઈપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) એ કરી છે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારના લાભદાયી વલણને પરિણામે આ નિર્ણય કરવામાં આવ્યો છે. Raghavji Patel એ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ટેકાનો ભાવ વધુ

ગુજરાત રાજ્યમાં ખેડૂતોને Summer Moong નો વધુ ભાવ મળે તે માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, અત્યારે વિવિધ APMCમાં ઉનાળુ મગનો બજાર ભાવ રુ. 6772 પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે. જ્યારે ભારત સરકારે ઉનાળુ મગનો બજાર ભાવ રુ. 8682 પ્રતિ ક્વિન્ટલ આપવાનું નક્કી કર્યુ છે. સરકારના આ નિર્ણયને લીધે ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળે તે સુનિશ્ચિત થશે.

Advertisement

આ પણ વાંચોઃ  Chhota Udepur : ધો.10ની વિદ્યાર્થીનીને મળ્યો ન્યાય, યોગ્ય તપાસ બાદ ઉત્તીર્ણ જાહેર કરાઈ

Advertisement

ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી

ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલ તા. 15 મેથી આગામી તા. 25 મે 2025 સુધીમાં રાજ્યના ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. આ નોંધણી માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરા આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Bhavnagar: સોમનાથ નેશનલ હાઈવે બન્યો રક્તરંજિત, ટ્રિપલ એક્સિડન્ટમાં 3નાં મોત

Tags :
Advertisement

.

×