Gujarat Budget 2025 : આજે વિધાનસભા ગૃહમાં ગુજરાતનું બજેટ રજૂ કરાશે
- કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે
- નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર રાજ્ય સરકાર ફોકસ કરશે
- સાંસ્કૃતિ વિભાગ, વાહનવ્યવહાર વિભાગના પશ્નો અંગે ચર્ચા થશે
Gujarat Budget 2025 : આજે વિધાનસભા ગૃહમાં ગુજરાતનું બજેટ રજૂ કરાશે. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે. કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. જેમાં બજેટને લઈ સૌ કોઇને ઘણી આશા-અપેક્ષાઓ છે. ગત વર્ષની તુલનામાં 10 ટકા મોટું બજેટ હશે. ગયા વર્ષનું બજેટ 3 લાખ 32 હજાર 465 કરોડનું હતું. તેમજ રાજ્ય સરકાર બજેટમાં મહત્વની જાહેરાત કરી શકે છે. તથા ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતો રાજ્ય સરકાર કરશે.
નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર રાજ્ય સરકાર ફોકસ કરશે
નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર રાજ્ય સરકાર ફોકસ કરશે. તથા ઈવેન્ટ બેઝ ટુરિઝમ સેક્ટર સમાવવા જાહેરાત થઈ શકે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા માટે નવી જાહેરાત કરાશે. તેમજ રસ્તાઓ, વાહનવ્યવહાર સહિત નવા પ્રોજેક્ટની જાહેરાત કરશે સાથે જ શહેરી વિકાસ વિભાગમાં પણ નવા વિકાસના કામોનો સમાવાશે અને નવી મહાનગરપાલિકાઓ બાબતે પણ જાહેરાત કરશે. તેમજ નવી મહાનગરપાલિકાના વિકાસ કામોનો બજેટમાં સમાવેશ થશે. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન વિવધ વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. CM હસ્તકના સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા પ્રશ્નોની ચર્ચા થશે. તેમજ ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ વિભાગોના પ્રશ્નોની સમીક્ષા કરાશે.
સાંસ્કૃતિ વિભાગ, વાહનવ્યવહાર વિભાગના પશ્નો અંગે ચર્ચા થશે
સાંસ્કૃતિ વિભાગ, વાહનવ્યવહાર વિભાગના પશ્નો અંગે ચર્ચા થશે. ગૃહમાં વર્ષ 2024-2025ના ખર્ચના પૂરક પત્રક રજૂ કરાશે જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં અંદાજપત્ર રજૂ કરશે. તેમજ ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. 1 મે, 1960ના રોજ મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ ગુજરાતનું પ્રથમ બજેટ ડો. જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતુ. એ વખતે તેઓ મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હવાલો પણ તેમની પાસે હતો.
તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયું હતું
તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરાયું હતું. આમ તો નાણાંકીય વર્ષ માર્ચ એપ્રિલમાં શરૂ થતુ હોય છે પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયુ હતુ. જેનું કારણ એ હતુ કે 1 લી મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતુ. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ માસમાં રજૂ કરાયું હતું.