Gujarat: SKOCH-100 સમિટમાં Gujarat Health Department ને ગોલ્ડ કેટેગરીમાં બે એવોર્ડ મળ્યા
- ગુજરાત આરોગ્ય વિભાગની યશકલગીમાં વધુ એક ઉમેરો થયો
- ગુજરાત આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં બે એવોર્ડ એનાયત થયા
- પ્રથમ એવોર્ડ SH-RBSK હેલ્થ ડિજીટલ હેલ્થ કાર્ડ માટે થયો
Gujarat Health Department: SH-RBSK હેલ્થ અંતર્ગત દરેક વિદ્યાર્થી માટે ડિજીટલ હેલ્થ કાર્ડ અને બ્રેકિંગ ધ સાયલન્સ કેટેગરી અંતર્ગત નિ:શુલ્ક કોક્લિયર ઇમપ્લાન્ટ અને સ્પીચ થેરાપી માટે એવોર્ડ એનાયત થયો. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ટીમ હેલ્થને અભિનંદન પાઠવ્યાં છે. ગુજરાત આરોગ્ય વિભાગ (Gujarat Health Department)ની યશકલગીમાં વધુ એક ઉમેરો થયો છે. ગઇ કાલ તારીખ 15 ફેબ્રુઆરી 2025 ના રોજ દિલ્હી ખાતે આયોજીત SKOCH-100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગ (Gujarat Health Department)ને ગોલ્ડ કેટેગરીમાં બે એવોર્ડ એનાયત થયા છે.
આરોગ્ય વિભાગને ગોલ્ડ કેટેગરીમાં એવોર્ડ એનાયત થયા
SH-RBSK હેલ્થ અંતર્ગત રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીનું નિભાવવામાં આવતું ડિજીટલ હેલ્થ કાર્ડ અને બ્રેકિંગ ધ સાયલન્સ કેટેગરીમાં કોક્લિયર ઇમપ્લાન્ટ અને સ્પીચ થેરાપી માટે આરોગ્ય વિભાગ (Health Department)ને ગોલ્ડ કેટેગરીમાં એવોર્ડ એનાયત થયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટીમ ગુજરાત હેલ્થને ખુબ ખુબ અભિનંદન પાઠવીને બાળકો અને પ્રત્યેક નાગરિકો પ્રત્યેની તેમની નિષ્ઠાને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ એવોર્ડ SH-RBSK હેલ્થ ડિજીટલ હેલ્થ કાર્ડ માટે એનાયત થયો છે.
રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થી માટે ડિજીટલ હેલ્થ કાર્ડની સિસ્ટમ શરૂ કરાઈ
ગુજરાત આરોગ્ય વિભાગ (Gujarat Health Department) દ્વારા વર્ષ 2023 થી આ નવિન પહેલ અતંર્ગત રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થી માટે ડિજીટલ હેલ્થ કાર્ડની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે બાળકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ અને સારવાર માટે આંગણળીના ટેરવે ડિજીટલી રેકર્ડ ઉપલબ્ધ કરાવે છે. રાજ્યની SH-RBSK(સ્કુલ હેલ્થ – રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ) હેઠળ કાર્યરત 992 મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા સમર્પિત આ કાર્ય, આરોગ્ય અને શિક્ષણ આઇ.ટી. પોર્ટલના એકીકરણનું કામ કરે છે. જેમાં જુન – 2023 થી દર વર્ષે અંદાજીત 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓને ડિજીટલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હિમોફિલિયાના દર્દીઓ માટે રૂપિયા 08 કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇન્જેક્શન પુરા પાડવામાં આવ્યા
મફત કોકલિયર ઇમ્પાલન્ટ અને સ્પીચ થેરાપી માટે એવોર્ડ એનાયત
ગુજરાત આરોગ્ય વિભાગને અન્ય એવોર્ડ બ્રેકિંગ ધ સાયલન્સ – મફત કોકલિયર ઇમ્પાલન્ટ અને સ્પીચ થેરાપી માટે એનાયત કરવામા આવ્યો છે. આ ક્ષેત્રે પણ જન્મજાત બહેરાશ ધરાવતા કે સાંભળવામાં તકલીફ અનુભવતા બાળકો માટે ગુજરાતની ક્રાંતિકારી પહેલ હાથ ધરાઇ છે. જરૂરિયાતમંદ બાળકોને મફત કોકલિયર ઇમપ્લાન્ટ સર્જરી, પ્રિ અને પોસ્ટ ઓપરેટીવ કેર અને સ્પીચ થેરાપી આપવામાં આવે છે. જે વાતચીતના અવરોધોને તોડવામાં અને જન્મજાત ગહન શ્રવણશક્તિ ધરાવતા બાળકોને તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવવામાં મદદરૂપ બને છે. વર્ષ 2014 થી અત્યારસુધીમાં રાજ્યમાં 3260 જેટલા બાળકોને મફત કોકલિયર ઇમપ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. આ બંને એવોર્ડ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની ટીમોમાં નવીન ઉર્જાનું સર્જન કરશે અને તેમની નિષ્ઠામાં નવો જુસ્સો ઉમેરશે.