Gujarat: રાજ્યમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા
- Gujarat: 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થશે
- કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી કરશે પ્રેસ કોન્ફરન્સ
- મગફળી, સોયાબીન, અડદની થશે ટેકાના ભાવે ખરીદી
Gujarat રાજ્યમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થશે. તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરશે. તથા ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે જાણકારી આપશે. અગાઉ 1 નવેમ્બરથી મગફળી ખરીદી થવાની હતી. તેમજ મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી થશે. જેમાં 3.30 વાગ્યે જીતુભાઈ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરશે.
રાજ્યમાં નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે
ગુજરાત સરકાર રાજ્યમાં નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. મગફળીની ટેકાના ભાવે ખરીદી નવ નવેમ્બરથી શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી હતી. તેમણે આર્થિક સહાય માટે ખેડૂતોની પડખે ઉભા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર સોયાબીન, મગ, અળદની ટેકાના ભાવે 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરશે.
ટેકાના ભાવે ખરીદીને લઈને મહત્વના સમાચાર । Gujarat First @CMOGuj @Bhupendrapbjp #Farmers #MSPProcurement #FarmersWelfare #GujaratGovernment #Peanut #Soybean #FarmersRelief #gujaratfirst pic.twitter.com/wqCCPsIJES
— Gujarat First (@GujaratFirst) November 5, 2025
Gujarat: મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકાર કરે છે
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકાર કરે છે. મગફળી માટે 9 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેટલી મગફળી ખરીદાશે તે અંગે પણ સરકાર આજે નિર્ણય જાહેર કરી શકે છે. સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.
અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 4,800થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી
નોંધનીય છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનીટરીંગ કરીને તેમજ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને રાજ્યના ખેડૂતોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનનો સંપૂર્ણ અહેવાલ મેળવવા માટેની સૂચનાઓ પણ આપી હતી. આ સંદર્ભમાં કૃષિ વિભાગ સહિત રાજ્ય સરકારના અન્ય વિભાગોએ સંકલન કરીને તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે શરૂ કરી દીધો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 4,800થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Tapi માં ઉકાઈથી Surat ના માંડવી તરફના માર્ગ પર થાય છે કટકી!


