સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય: Amitbhai Shah એ જનતા અને કાર્યકરોનો માન્યો આભાર
- ચૂંટણીના પરિણામો બાદ Amitbhai Shah એ જનતાનો માન્યો આભાર!
- ગાંધીનગરમાં ભાજપાનો દબદબો,વિજેતા ઉમેદવારોને ખાસ સંદેશ!
- અમિતભાઇ શાહે કાર્યકરોને આપ્યા અભિનંદન
- ભાજપાની વિકાસલક્ષી રાજનીતિ પર જનતાની મહોર: અમિતભાઇ શાહ
Amitbhai Shah Statement : ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રચંડ વિજય મેળવીને ફરી એકવાર રાજ્યમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આ ઐતિહાસિક જીત બાદ, ગાંધીનગર લોકસભા (Gandhinagar Lok Sabha) ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને દેશના કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Amit Bhai Shah) એ રાજ્યની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
વિકાસની રાજનીતિ અને જનસમર્થનનો વિજય
ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, અમિતભાઈ શાહે આ વિજયને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) ના "દેશ પ્રથમ" (Nation First) ના મંત્ર અને ભાજપાની વિકાસલક્ષી રાજનીતિનો વિજય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ પરિણામો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Bhai Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Bhai Sanghavi) ના નેતૃત્વમાં સરકારની શાંત, સુરક્ષિત, વિકસિત અને સમૃદ્ધ ગુજરાતની વિભાવના અને જનકલ્યાણકારી નીતિઓને જનતાએ આપેલું મજબૂત સમર્થન છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજ્ય
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જનતાનો માન્યો આભાર
ભવ્ય વિજય બદલ જનતાનો હૃદયપૂર્વક આભાર: અમિતભાઈ
PM મોદીની દેશ પ્રથમની નીતિ પર જનતાની મહોર: અમિતભાઈ @HMOIndia @AmitShah @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @iJagdishBJP… pic.twitter.com/j3kyuF8a8Y— Gujarat First (@GujaratFirst) April 28, 2026
કાર્યકરોની મહેનતને આપી દાદ
ચૂંટણીના આકરા તાપમાં ભાજપાના 'દેવદુર્લભ' કાર્યકરોએ કરેલી અથાગ મહેનત અને પ્રચંડ પુરુષાર્થને અમિતભાઇ શાહે બિરદાવ્યા હતા. તેમણે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdish Bhai Vishwakarma) અને સંગઠન મહામંત્રી રત્નાકરજી (Ratnakarji) સહીત સમગ્ર સંગઠનના હોદ્દેદારોને પણ આ ભવ્ય સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગર લોકસભા હેઠળના અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકા, કલોલ (Kalol), સાણંદ (Sanand), અને બાવળા (Bavla) સહિતની તમામ સ્થાનિક સંસ્થાઓમાં મળેલી જીત બદલ તેમણે ઉમેદવારોને વિશેષ શુભેચ્છાઓ આપી હતી.
જનસેવાની જવાબદારીનો સંકલ્પ
વિજેતા ઉમેદવારોને માર્ગદર્શન આપતા કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, ચૂંટણી જીત્યા બાદ જવાબદારીઓ અનેકગણી વધી જાય છે. તેમણે તમામ વિજેતાઓને જનતા પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ રહીને સેવારત રહેવાની સલાહ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં નાગરિકોના કલ્યાણ અને સુખાકારી માટેના આ સેવા યજ્ઞમાં સહભાગી થઈને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા તેમણે અપીલ કરી હતી.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2027: શું ભાજપ 160+ સીટ જીતશે? સ્થાનિક સ્વરાજ્યના પરિણામોએ આપ્યા સંકેત!


