Vote Share Analysis: મહાનગરપાલિકાથી તાલુકા પંચાયત સુધી કોનું વર્ચસ્વ? આપ-કોંગ્રેસની શું છે સ્થિતિ?
- Vote Share Analysis: ચૂંટણી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ: ભાજપનું વર્ચસ્વ યથાવત
- મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપની મજબૂત પકડ
- ભાજપ તમામ સ્તરે 50% થી વધુ મતો મેળવીને સૌથી મજબૂત સ્થિતિમાં
Vote Share Analysis: ગુજરાત (Gujarat) માં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો અને ત્યારબાદ બહાર આવેલા મતદાન ટકાવારીના આંકડાઓ રાજકીય પક્ષો માટે મનોમંથનનો વિષય બન્યા છે. રાજ્યમાં ભાજપ (BJP) એ પોતાની પકડ મજબૂત બનાવી રાખી છે, જ્યારે કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) માટે પરિણામો મિશ્ર રહ્યા છે.
મહાનગરપાલિકામાં ભાજપનો જાદુ
મહાનગરપાલિકાઓના પરિણામો પર નજર કરીએ તો, ભાજપ (BJP) એ 59.36% મતો સાથે એકતરફી પ્રભુત્વ જમાવ્યું છે. કોંગ્રેસ (Congress) 26.46% મતો સાથે બીજા સ્થાને રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) એ શહેરી વિસ્તારોમાં 10.27% મતો મેળવીને પોતાની હાજરી નોંધાવી છે. અન્ય અપક્ષ ઉમેદવારો માત્ર 01.15% મતો મેળવી શક્યા છે.
મહાનગરપાલિકા
ભાજપ- 59.36%
કોંગ્રેસ- 26.46%
આપ- 10.27%
અપક્ષ- 01.15%
આ પણ વાંચો: Gujarat Assembly Election 2027: શું ભાજપ 160+ સીટ જીતશે? સ્થાનિક સ્વરાજ્યના પરિણામોએ આપ્યા સંકેત!
નગરપાલિકા અને ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ
નગરપાલિકા સ્તરે ભાજપ (BJP) ને 52.51% મતો મળ્યા છે. અહીં કોંગ્રેસ (Congress) થોડો વધુ દેખાવ કરીને 30.68% મતો મેળવવામાં સફળ રહી છે. રસપ્રદ વાત એ છે કે, નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે, જેમના ફાળે 09.33% મતો ગયા છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) અહીં 04.89% મતો પર સમેટાઈ ગઈ છે.
નગરપાલિકા
ભાજપ- 52.51%
કોંગ્રેસ- 30.68%
આપ- 04.89%
અપક્ષ- 09.33%
પંચાયતી રાજમાં કોનો દબદબો?
જિલ્લા પંચાયત (District Panchayat) અને તાલુકા પંચાયત (Taluka Panchayat) ની વાત કરીએ તો, બંને સ્તરે ભાજપ (BJP) 50% થી વધુ મતો મેળવીને સૌથી મોટો પક્ષ બની રહ્યો છે. જિલ્લા પંચાયતમાં ભાજપને 52.23% અને કોંગ્રેસને 33.07% મતો મળ્યા છે. અહીં આપ (AAP) એ મજબૂત દેખાવ કરતા 12.04% મતો હાંસલ કર્યા છે. તેવી જ રીતે, તાલુકા પંચાયતમાં ભાજપને 51.00%, કોંગ્રેસને 32.89% અને આમ આદમી પાર્ટીને 12.67% મતો મળ્યા છે.
જિલ્લા પંચાયત
ભાજપ- 52.23%
કોંગ્રેસ- 33.07%
આપ- 12.04%
અપક્ષ- 01.34%
તાલુકા પંચાયત
ભાજપ- 51.00%
કોંગ્રેસ- 32.89%
આપ- 12.67%
અપક્ષ- 03.03%
આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ હજુ પણ ભાજપને ટક્કર આપી રહી છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ ખૂબ જ મજબૂત છે. આમ આદમી પાર્ટી માટે પંચાયતી રાજમાં મળેલી સફળતા આગામી ચૂંટણીઓ માટે સંકેત આપે છે. હવે જોવાનું એ રહેશે કે આ પરિણામોની અસર આગામી વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ પર કેટલી પડે છે.
આ પણ વાંચો: Gujarat District Panchayat Election Results: ભાજપનું ભવ્ય પ્રદર્શન, 34 માંથી 33 બેઠકો પર ભગવો લહેરાયો


