Local Body Elections Gujarat 2026: સુરેન્દ્રનગરના આ ગામમાં આવતીકાલે ફરી મતદાન થશે, જાણો કારણ
- Local Body Elections Gujarat 2026 નું મતદાન પૂર્ણ
સ્થાનિક ચૂંટણીમાં સરેરાશ 57 ટકાથી વધુ મતદાન
15 મનપાની ચૂંટણીમાં સરેરાશ 48.55 ટકા મતદાન
84 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 58.12 ટકા મતદાન
34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 60.61 ટકા મતદાન
260 તાલુકા પંચાયતમાં સરેરાશ 61.16 ટકા મતદાન
Local Body Elections Gujarat 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે, જેમાં રાજ્યભરમાં સરેરાશ 57 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. આ ચૂંટણીમાં ગ્રામીણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 61.16 ટકા અને 34 જિલ્લા પંચાયતોમાં 60.61 ટકા મતદાન થયું છે. બીજી તરફ, શહેરી વિસ્તારોમાં પ્રતિક્રિયા મિશ્ર રહી હતી, જેમાં 84 નગરપાલિકાઓમાં 58.12 ટકા જ્યારે 15 મહાનગરપાલિકાઓમાં સરેરાશ 48.55 ટકા જેટલું સાધારણ મતદાન નોંધાયું છે.
28મી એપ્રિલે જાહેર થશે પરિણામો
મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તમામ ઉમેદવારોના રાજકીય ભાવિ હવે EVM માં સીલ થઈ ગયા છે અને ચુસ્ત સુરક્ષા વચ્ચે મશીનોને સ્ટ્રોંગ રૂમમાં મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. લોકશાહીના આ પર્વમાં જનતાએ કોના પર મહોર મારી છે તેનો સ્પષ્ટ ચિત્ર આગામી 28મી એપ્રિલે જાહેર થનારા પરિણામો બાદ જ ખબર પડશે. સવારથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં છૂટાછવાયા બનાવોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક ચૂંટણીનું સંચાલન કરવામાં આવ્યું હતું.
સુરત: પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત પાસે ખંડણી માંગનાર બે શખ્સો સામે ફરિયાદ
April 26, 2026 9:50 pm
સુરતના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની છબી ખરડવા બદલ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં અરુણ પાઠક અને મોહન કનોજિયા સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરા હેઠળ ફેસબુક પર અમિતસિંહના ફોટાનો દુરુપયોગ કરી બિભત્સ પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ હટાવવા માટે 1 લાખ રૂપિયાની ખંડણી માંગી, નાણાં નહીં ચૂકવે તો વધુ વાંધાજનક લખાણ વાયરલ કરી ચૂંટણી માટે અયોગ્ય સાબિત કરવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના આ ગામમાં આવતીકાલે ફરી મતદાન થશે
April 26, 2026 9:37 pm
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના જેપર ગામે જેપર પ્રાથમિક શાળાના મતદાન મથક 4 અને 5 પર આવતીકાલે પુનઃ મતદાન યોજાશે. આજે ઇવીએમ અને બેલેટ યુનિટમાં સર્જાયેલી ગંભીર ટેક્નિકલ ખામીને પગલે મતદાન પ્રક્રિયા લાંબા સમય સુધી ખોરવાઈ હતી. જેને કારણે તંત્રના સજ્જતાના દાવા સામે સવાલો ઉઠ્યા છે. આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ફરી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વલસાડમાં રેકોર્ડબ્રેક 72% થી વધુ મતદાન, ભાજપનો ભગવો લહેરાશે તેવો મંત્રી કનુભાઈ દેસાઈનો આશાવાદ
April 26, 2026 8:21 pm
વલસાડ (Valsad) જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે, જેમાં સરેરાશ 72% થી વધુ ભારે મતદાન નોંધાયું છે. મતદાન બાદ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ (Kanubhai Desai) આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિજય થશે. તેમણે વાપી મનપા અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપ ફરી સત્તા પર આવશે તેવો દાવો કરતા પક્ષના અગ્રણીઓ સાથે બેઠક યોજી જીતની સમીક્ષા કરી હતી.
કચ્છ: માધાપર તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો, 10થી 15 શખ્સો સામે આક્ષેપ
April 26, 2026 8:02 pm
કચ્છના ભુજ તાલુકામાં માધાપર (Madhapar) બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો થતા ચકચાર મચી છે. બૂથ પર આંકડા મેળવવા ગયા હતા ત્યારે અંદાજે 10 થી 15 અજાણ્યા શખ્સોએ તેમને નિશાન બનાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ઇજાગ્રસ્ત ઉમેદવારને તાત્કાલિક સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે. આ મામલે માધાપર પોલીસે (Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજપીપળા નગરપાલિકામાં રેકોર્ડબ્રેક 75.62% મતદાન, ગત ચૂંટણી કરતા 8.84% નો મોટો ઉછાળો
April 26, 2026 7:44 pm
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં (Rajpipla Election) આ વખતે રેકોર્ડબ્રેક ઉત્સાહ જોવા મળ્યો છે, જેમાં કુલ 75.62% મતદાન નોંધાયું છે. વર્ષ 2021ના 66.78% ની સરખામણીએ આ વખતે 8.84% નો વધારો થયો છે. વોર્ડ નંબર-3 માં સૌથી વધુ 82.74%, જ્યારે વોર્ડ નંબર-4 માં સૌથી ઓછું મતદાન થયું છે. કુલ 24,058 મતદારોમાંથી 18,193 લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નોંધનીય છે કે SIR વિસ્તારમાં મતદારોની સંખ્યામાં આ વખતે ઘટાડો જોવા મળ્યો છે.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ઉગ્ર ખેંચતાણ
April 26, 2026 7:35 pm
ગીર સોમનાથના કોડીનાર (Kodinar) તાલુકાના સિંધાજ ગામે મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તેમજ કાર્યકરો સામસામે આવી જતાં માહોલ ગરમાયો હતો. બંને પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર ખેંચતાણ અને બોલાચાલીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિને શાંત પાડવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
દાણીલીમડામાં મતદાન સમયે હંગામો: કોંગ્રેસ પર બોગસ વોટિંગનો આક્ષેપ, ભાજપ ઉમેદવારની તબિયત લથડી
April 26, 2026 6:56 pm
અમદાવાદના (Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાં મતદાન પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના (BJP-Congress) ઉમેદવારો વચ્ચે ઉગ્ર હોબાળો સર્જાયો હતો. ભાજપ દ્વારા કોંગ્રેસ પર બોગસ વોટિંગ (Bogus Voting) કરાવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઘર્ષણ અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભાજપના ઉમેદવાર વિનોદચંદ્ર શર્માની તબિયત અચાનક લથડી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે. સ્થળ પર પોલીસ કાફલાએ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
અમરેલી વોર્ડ નં. 10માં મતદાનમાં ગંભીર છબરડો
April 26, 2026 6:53 pm
અમરેલીના (Amreli) વોર્ડ નં. 10માં મતદાન પ્રક્રિયા દરમિયાન ગંભીર ક્ષતિના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક મતદાર વિક્રમ સોલડીયા જ્યારે પોતાનો મતાધિકાર ઉપયોગ કરવા પહોંચ્યા, ત્યારે જાણવા મળ્યું કે તેમનો મત પહેલેથી જ અન્ય કોઈ વ્યક્તિએ આપી દીધો છે. આ ઘટનાને પગલે તેમને મતદાન કરતા અટકાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. વિક્રમ સોલડીયાએ આ સમગ્ર મામલે તંત્ર પાસે ન્યાયિક તપાસની (Investigation) માગ કરી છે.
સરેરાશ 57% થી વધુ મતદાન, 28મીએ પરિણામ
April 26, 2026 6:52 pm
નવા આંકડા મુજબ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સરેરાશ 57% થી વધુ નોંધણી સાથે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. આંકડા મુજબ, તાલુકા પંચાયતમાં સૌથી વધુ 61.16% અને મનપામાં (Municipal Corporation) સૌથી ઓછું 48.55% મતદાન થયું છે. નગરપાલિકામાં 58.12% અને જિલ્લા પંચાયતમાં 60.61% મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે, જેની મતગણતરી (Counting) આગામી 28મી એપ્રિલે હાથ ધરવામાં આવશે.
Morbi મનપામાં અંદાજિત 60% મતદાન સાથે પ્રક્રિયા પૂર્ણ
April 26, 2026 6:50 pm
મોરબી મહાનગરપાલિકા (Morbi Municipal Corporation) સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. મોરબીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને અંદાજિત 60% જેટલું ઊંચું મતદાન નોંધાય તેવી શક્યતા છે. મતદાન પૂર્ણ થતાં જ હવે ચુસ્ત સુરક્ષા વચ્ચે તમામ EVM મશીનોને સીલ (EVM Sealing) કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે બાદ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવશે.
Banaskantha માં મતદાન પૂર્ણ, અંદાજિત 62% મતદાન સાથે ઉમેદવારોના ભાવિ સીલ
April 26, 2026 6:33 pm
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું (Local Body Elections) મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે, જેમાં અંદાજિત 62% જેટલું ઊંચું મતદાન નોંધાયું છે. સામાન્ય ટેકનિકલ ખામીને બાદ કરતાં સમગ્ર પ્રક્રિયા નિર્વિઘ્ન રહી હતી. હાલમાં તમામ EVM મશીનોને સુરક્ષિત રીતે સીલ કરી તાલુકા મથકોના સ્ટ્રોંગ રૂમમાં (Strong Room) ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. હવે તમામની નજર 28મી એપ્રિલના પરિણામ પર ટકેલી છે.
સરેરાશ 54% મતદાન સાથે ઉમેદવારોના ભાવિ EVM માં સીલ
April 26, 2026 6:19 pm
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે, જેમાં રાજ્યમાં સરેરાશ 54% મતદાન નોંધાયું છે. વિગતો મુજબ મનપામાં 48%, નગરપાલિકામાં 54%, જિલ્લા પંચાયતમાં 58% અને તાલુકા પંચાયતમાં સૌથી વધુ 60% મતદાન થયું છે. તમામ ઉમેદવારોના રાજકીય ભાવિ હવે EVMમાં કેદ થયા છે, જેનું પરિણામ 28મી એપ્રિલે મતગણતરી બાદ જાહેર કરવામાં આવશે.
બોટાદ: કાપરડીયાળીમાં બે જૂથો વચ્ચે અથડામણ, પોલીસ કાફલો તૈનાત
April 26, 2026 6:02 pm
બોટાદના કાપરડીયાળી ગામમાં મતદાન મથક નજીક જૂની અદાવતને પગલે બે જૂથો વચ્ચે હિંસક મારામારી થઈ હતી. આ મારામારીમાં બે વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા DYSP અને PI સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ફરી શરૂ કરવામાં આવી છે.
નવસારીમાં ચૂંટણી ગરમાઈ: ભાજપના ઉમેદવારના સસરાએ કોંગ્રેસના ઉમેદવારને લાફો ઝીંક્યો
April 26, 2026 6:00 pm
નવસારીના વોર્ડ નંબર 13માં ચૂંટણી પ્રચાર દરમિયાન ભારે હોબાળો મચી ગયો છે. ભાજપના ઉમેદવાર માધવી શેઠના સસરા સુરેશ શેઠે કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડને લાફો મારી દેતા માહોલ તંગ બન્યો હતો. કાર્યકરો વચ્ચે થયેલી આ લાફાઝીંકીને કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.
બોટાદ: જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, પોલીસ કાફલો તૈનાત
April 26, 2026 5:59 pm
બોટાદના બરવાળા તાલુકાના કાપરડીયાળી ગામે મતદાન મથક નજીક જૂની અદાવતને લઈ બે જૂથો સામસામે આવી ગયા હતા. આ હિંસક ધીંગાણામાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ DYSP અને PI સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, પંચાયતોમાં ભારે ઉત્સાહ, શહેરોમાં નીરસતા
April 26, 2026 5:49 pm
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં મતદારોનો ભારે ઉત્સાહ રહ્યો, જ્યાં તાલુકા પંચાયતમાં સૌથી વધુ 60% અને જિલ્લા પંચાયતમાં 58% મતદાન નોંધાયું. તેની સરખામણીએ શહેરી વિસ્તારોમાં પ્રક્રિયા ધીમી રહી. નગરપાલિકામાં 54% જ્યારે મહાનગરપાલિકાઓમાં સૌથી ઓછું સરેરાશ 48% મતદાન થયું.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બોગસ મતદાનને લઇને હોબાળો
April 26, 2026 5:32 pm
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School) ખાતે બોગસ મતદાનના આક્ષેપોને પગલે ભારે હોબાળો મચ્યો હતો. મતદાન મથક 6 ના રૂમ નંબર 5 માં એકસરખા નામ ધરાવતા મતદારોના કારણે વિવાદ સર્જાતા અંદાજે 15 મિનિટ સુધી મતદાન પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ખોખરા પોલીસે (Khokhra Police) તાત્કાલિક સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો, ત્યારબાદ અધિકારીઓની હાજરીમાં ફરી મતદાન શરૂ કરાયું હતું.
વડોદરામાં વોર્ડ નં 14 માં ફરી ભાજપ-કોંગ્રેસ આમનેસામને
April 26, 2026 5:30 pm
ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં તણાવ વધ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નીલમ શ્રીવાસ્તવ સાથે પણ હાથાપાઇ થઈ હોવાની માહિતી મળી રહી છે. વાડી ટાવર પાસે બંને પક્ષો વચ્ચે ઘર્ષણથી તંગદીલી સર્જાઈ ગઈ છે. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે. 15 નંબરનાં બૂથ પર ભાજપ-કોંગ્રેસનાં કાર્યકરો બાખડ્યા છે.
બોટાદ: વોર્ડ નંબર 9 માં બોગસ મતદાન મામલે હોબાળો, પોલીસ કાફલો તૈનાત
April 26, 2026 5:25 pm
બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આમીનભાઈ માંકડના નામે અન્ય વ્યક્તિએ મતદાન કરતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાને પગલે મતદાન મથક પર 20 મિનિટ સુધી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. ઝોનલ ઓફિસર અને પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. અંતે ઉમેદવારોની સમજાવટ બાદ મતદાન ફરી શરૂ થયું અને મૂળ મતદારે 'ટેન્ડર વોટ' (રિઝર્વ મતદાન) દ્વારા પોતાનો મતાધિકાર વાપર્યો હતો.
કેશોદમાં EVM ખોટકાયું, કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો હોબાળો
April 26, 2026 5:23 pm
જૂનાગઢની કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં મતદાન દરમિયાન હંગામો થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર અમીન મહિડાનું ઈવીએમ બટન બંધ થઈ જતાં મતદારો અને ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો. પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ત્વરિત નિર્ણય ન લેવાતા મામલો બિચક્યો હતો અને ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. અંતે 316 મત પડ્યા બાદ મશીન બદલાતા અને અગ્રણી હીરાભાઈ જોટવાની મધ્યસ્થીથી મામલો શાંત પડ્યો હતો.
મતદાન વચ્ચે કરૂણ ઘટના, જામનગરમાં એક ઉમેદવારનું મોત
April 26, 2026 5:20 pm
જામનગરમાંથી મતદાન વચ્ચે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર ત્રણમાં આમ આદમી પાર્ટીના 38 વર્ષીય યુવાન ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો છે. બપોરે આવેલ હાર્ટ એટેકથી ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું મોત થઈ ગયું છે.
ભચાઉમાં એક મતદારનું મતદાન બીજાએ કરી નાખ્યું: આક્ષેપ
April 26, 2026 5:13 pm
ભચાઉમાં મતદાનને લઇને વિવાદ સર્જાયો છે. ભચાઉના શિકારપુર ગામમાં મતદાન અંગે ગંભીર આક્ષેપ થયા છે. એક મતદારનું મતદાન બીજાએ કરી નાખ્યાના આરોપ લાગ્યો છે. ઘટનાને લઇને ચૂંટણી પંચ સામે અનેક સવાલ ઉઠ્યા ઉઠ્યા છે. સ્થાનિકોમાં અસંતોષ અને રોષનો માહોલ જોવા મળ્યો છે. સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે.
છોટાઉદેપુર: પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કર્યું મતદાન
April 26, 2026 5:10 pm
છોટાઉદેપુરમાં પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ મતદાન કર્યું છે. કવાંટના જામલી ગામે મતદાન કર્યું છે. પોતાના પરિજનો સાથે સુખરામ રાઠવાએ મતદાન કર્યું છે.
ગાંધીનગરના ડભોળા ખાતે મતદારોની ભીડ
April 26, 2026 5:07 pm
મતદાન માટેની બાકી રહેલા છેલ્લા એક કલાક માટે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો છે. ગાંધીનગરના ડભોળા ખાતે મતદારોની ભીડ ઉમટી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ડભોળા બેઠક પર મતદાન થઈ રહ્યું છે.
મતદાન વચ્ચે કરૂણ ઘટના, જામનગરમાં એક ઉમેદવારનું મોત
April 26, 2026 5:03 pm
જામનગરમાંથી મતદાન વચ્ચે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર ત્રણમાં આમ આદમી પાર્ટીના 38 વર્ષીય યુવાન ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો છે. બપોરે આવેલ હાર્ટ એટેકથી ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું મોત થઈ ગયું છે.
રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું મતદાન
April 26, 2026 5:00 pm
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ ગામમાં મતદાન કર્યું. અમદવાદ મનપાની ચૂંટણી માટે મતદાન કર્યું છે.
જીત માટે મઝારમાં દુઆ, વીડિયો વાયરલ
April 26, 2026 4:55 pm
અમદાવાદમાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમારનો વીડિયો વાયરલ થયો છે. શૈલેષ પરમાર સહિત પૂરી પેનલ જીત માટે મઝારમાં દુઆ કરતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. દાણીલીમડામાં મોહસીન બાવાની મઝારની અંદરનો વીડિયો વાયરલ થયો છે.
તડકાનું રૌદ્ર સ્વરૂપ! સુરેન્દ્રનગર જિલ્લાના અનેક મતદાન મથકો ખાલી
April 26, 2026 4:36 pm
સુરેન્દ્રનગર જિલ્લાના મતદાન મથકો પર પણ ગરમીની ભારે અસર જોવા મળી છે. બપોરના સમયે મોટાભાગના મતદાન મથકો ખાલી જોવા મળ્યા છે. સવારે મતદાન લાઈનો લાગી હતી. જો કે તડકાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જ મતદાન મથકો સૂમસામ જોવા મળી રહ્યા છે. સાંજના મસયે લોકો વધુ મતદાન કરે તેવી શક્યતા છે.
અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન, મતદાન મથકો સૂમસાન, ઉમેદવારો ચિંતામાં
April 26, 2026 4:30 pm
આજે મતદાનના દિવસે ગુજરાતમાં આકરી ગરમીએ ભૂક્કા કાઢ્યા છે. જેની સીધી અસર મતદાન પર પડી રહી છે. અમદાવાદ ગરમી અસર મતદાન મથક પર જોવા મળી છે. શહેરના અનેક મતદાન મથકો સૂમસાન બન્યા છે. અમદાવાદ શહેરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાણીપમાં આવેલ નિશાન સ્કૂલમાં મતદાન બૂથ મતદાર જોવા મળ્યા નથી. મતદારો મતદાન કેન્દ્ર પર ના પહોંચી શકતાં ઉમેદવારો ચિંતામાં મૂકાયા છે. મણીનગરમાં પણ નીરસ મતદાન જોવા મળ્યું છે.
મતદારો ઘર બહાર નીકળીને મતદાન કરે: નૌત્તમ સ્વામી
April 26, 2026 4:27 pm
સાધુ સંત સમિતિના અધ્યક્ષ નૌત્તમ સ્વામીએ વધુને વધુ મતદાન કરવા અપીલ કરી છે. કહ્યું મતદારો ઘર બહાર નીકળીને મતદાન કરે. ધર્મ અને અધર્મની લડાઇમાં મતદાન કરવા અપીલ કરાઈ છે. હિંદુઓને મતદાન કરવા નૌત્તમ સ્વામીએ ખાસ અપીલ કરી છે.
જામનગરમાં બે જગ્યાએ ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા
April 26, 2026 4:23 pm
જામનગરમાં બે જગ્યાએ ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે. લખતર ગામે ભાજપાના ઉમેદવારનું ઓળખકાર્ડ લઈ એક શખ્સ ફરી રહ્યો હતો. શખ્સ કોંગ્રેસના કાર્યકરોના હાથે ચડી જતા હોબાળો થયો હતો. જેથી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં નીરસ મતદાન
April 26, 2026 3:55 pm
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં માત્ર 39 ટકા મતદાન નોંધાયું છે. માત્ર વોર્ડ નંબર 1માં 50 ટકા કરતા વધુ મતદાન થયું છે. વોર્ડ નંબર 6માં 32 ટકા જ મતદાન નોંધાયું છે.
Vadodara માં મતદાન મથકો ખાલીખમ જોવા મળ્યા
April 26, 2026 3:53 pm
Vadodara માં મતદાન મથકો પર ગરમીની અસર જોવા મળી છે. મતદાન મથકો ખાલીખમ જોવા મળ્યા છે. શહેરમાં 43 ડિગ્રીની પાસપાસ તાપમાન પહોંચ્યું છે. બપોરના સમયે ગરમીના કારણે નીરસતા જોવા મળી છે.
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં. 8માં ભારે હોબાળો
April 26, 2026 3:43 pm
ભરૂચના અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં. 8માં ભારે હોબાળો થયો છે. મુમતાઝ પટેલની હાજરીમાં ભાજપ ઉમેદવારે ગંભીર આક્ષેપ કર્યા છે. ભાજપ મહિલા ઉમેદવારનો સમર્થકો પર ધક્કામુક્કીનો આરોપ લગાવ્યો છે. મતદાન મથક પર જ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. ભાજપ મહિલા ઉમેદવારે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી છે. સ્વ. અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલની મુલાકાત સમયે આ વિવાદ થયો છે.
બુલડોઝર ધર્મના આધારે નહિ પણ ગુનાહિત ઇતિહાસના કારણે બુલડોઝર ફરે: ગોરધન ઝડફીયા
April 26, 2026 3:40 pm
ઇમરાન ખેડાવાલાના બુલડોઝર સામે મતદાન કરવાની અપીલ અંગે ગોરધન ઝડફીયાનું નિવેદન આપ્યું છે. એમના જાતિ વર્ગનું વધુ મતદાન કરવા માટે આવી અપીલ કરાઈ છે. બુલડોઝર ધર્મના આધારે નહિ પણ ગુનાહિત ઇતિહાસના કારણે બુલડોઝર ફરે છે. અન્ય સમાજે બોધપાઠ લઈને આની સામે વધુમાં વધુ મતદાન કરવું પડે.
Gandhinagar: બુલડોઝર અને અશાંતધારા મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ | Gujarat First
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
બુલડોઝર અને અશાંતધારા મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ
ઈમરાન ખેડાવાલાના નિવેદન પર ગોરધન ઝડફિયાનો પલટવાર
''બુલડોઝર ધર્મના આધારે નહીં, 'ગુનાહિત ઈતિહાસ' જોઈને ફરે છે''
"અન્ય સમાજે બોધપાઠ લઈ… pic.twitter.com/q8U0v6Timz
બુલડોઝરની કાર્યવાહીનો બદલો લેવાનો સમય પાકી ગયો છે: MLA ઈમરાન ખેડાવાલા
April 26, 2026 3:33 pm
MLA ઈમરાન ખેડાવાલાના નિવેદનથી માહોલ ગરમાયો છે. કહ્યું "બુલડોઝરની કાર્યવાહીનો બદલો લેવાનો સમય પાકી ગયો છે." આ નિવેદન આપી લઘુમતી મતદારોને વોટ દ્વારા જવાબ આપવા અપીલ કરી છે.અશાંતધારા જેવા કાયદાના વિરુદ્ધ મતદાન કરવા આહ્વાન કર્યું છે. મતદાન દ્વારા અન્યાયનો બદલો લેવાના આ વિવાદીત નિવેદનથી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
MLA Imran Khedawala ના નિવેદનથી ગરમાયો માહોલ
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
"બુલડોઝરની કાર્યવાહીનો બદલો લેવાનો સમય પાકી ગયો છે"
લઘુમતી મતદારોને વોટ દ્વારા જવાબ આપવા કરી અપીલ
અશાંતધારા જેવા કાયદાના વિરુદ્ધ મતદાન કરવા આહ્વાન
મતદાન દ્વારા અન્યાયનો બદલો લેવાના નિવેદનથી વિવાદ#ImranKhedawala #AhmedabadElection… pic.twitter.com/DkTEUQFDPt
Surat: સવારના ઉત્સાહ બાદ બપોરે મતદાનની ગતિ પડી ધીમી
April 26, 2026 3:28 pm
સુરતના મતદાન મથકો ગરમીની અસર પર જોવા મળી છે. પારો 41 ડિગ્રીએ પહોંચતા મતદારોમાં નિરસતા દેખાઈ છે. તાપને પગલે મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી છે. આકરા તાપને કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું જોઈએ. તંત્ર દ્વારા પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરાઈ છે. સવારના ઉત્સાહ બાદ બપોરે મતદાનની ગતિ ધીમી પડી છે. સાંજના સમયે ફરી મતદાનમાં તેજી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
DyCM હર્ષભાઈ સંઘવીએ મતદાન માટે કરી અપીલ
April 26, 2026 3:16 pm
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન અંગે મહત્વનું નિવેદન આપતા તમામ નાગરિકોને ઘરની બહાર નીકળી વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીમાં એકપણ મત રહી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સાથે જ અન્ય રાજકીય પાર્ટીઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કેટલીક પાર્ટીઓ ચૂંટણીને ધર્મ આધારિત બનાવી રહી છે, પરંતુ ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે. હર્ષ સંઘવીએ આશા વ્યક્ત કરી હતી કે મતદારો મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
વાવ અને થરાદ પંથકમાં ધોમધખતા તડકા વચ્ચે પણ લોકશાહીનો અનેરો ઉત્સાહ
April 26, 2026 3:09 pm
વાવ અને થરાદ પંથકમાં ધોમધખતા તડકા વચ્ચે પણ લોકશાહીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થરાદના મલુપુર ગામમાં આકરા તાપ છતાં મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. ગ્રામજનોએ જાગૃતિ દાખવી અન્ય ગામના લોકોને પણ સમય કાઢીને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી.
અમરેલીમાં ભાજપ અને AAP ના કાર્યકરો સામસામે
April 26, 2026 3:09 pm
અમરેલીના મોટા આંકડીયા બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અહીં ભાજપ અને ‘આપ’ (AAP) ના કાર્યકરો સામસામે આવી ગયા હતા. ભાજપના ડુપ્લીકેટ મતદાન એજન્ટ હોવાના આક્ષેપ સાથે ‘આપ’ ના કાર્યકર હાર્દિક વઘાસીયાએ આ સમગ્ર ઘટનાનું સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. ગરમીના પારા સાથે કાર્યકરોનો પારો પણ ચડ્યો હતો અને સામાન્ય ઝપાઝપીના સમાચાર પણ મળ્યા હતા, જોકે પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો.
જાણીતી અભિનેત્રી અને મોડેલ એશ્રા પટેલ મતદાન કરવા પહોંચી
April 26, 2026 3:09 pm
મુંબઈમાં સ્થાયી થયેલી જાણીતી અભિનેત્રી અને મોડેલ એશ્રા પટેલ ખાસ પોતાના વતન કાવીઠામાં મતદાન કરવા માટે પહોંચી હતી. ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે તે મુંબઈથી અહીં આવી છે. તેણે દરેક નાગરિકને મતદાનનું મહત્વ સમજાવી અચૂક વોટ આપવા વિનંતી કરી હતી.
સુરત અને રાજકોટમાં મતદાન મથકો ખાલીખમ નજરે પડ્યા
April 26, 2026 3:09 pm
સુરત અને રાજકોટમાં કાળઝાળ ગરમીની મતદાન પર સીધી અસર જોવા મળી છે. સુરતમાં પારો 41 ડિગ્રી અને રાજકોટમાં 43 ડિગ્રીએ પહોંચતા બપોરના સમયે મતદાન મથકો ખાલીખમ નજરે પડ્યા હતા. તંત્ર દ્વારા છાંયડા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં, અસહ્ય લૂના કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. સાંજ પડતા ગરમી ઓછી થતા ફરી મતદાનમાં તેજી આવે તેવી શક્યતા છે.
સાંસદ મનસુખ વસાવાની અપીલ
April 26, 2026 3:09 pm
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળાની રામબાગ સોસાયટી ખાતે પત્ની સરસ્વતીબેન સાથે મતદાન કર્યું હતું. સવારથી ડેડીયાપાડા અને સાગબારાના વિસ્તારોમાં ચૂંટણીલક્ષી જવાબદારીઓ સંભાળ્યા બાદ તેઓ બપોરે વોટ આપવા પહોંચ્યા હતા. તેમણે તમામ મતદારોને લોકશાહીને મજબૂત કરવા અપીલ કરી હતી.
મહીસાગરના કોઠંબા તાલુકાના ખાતું પગીના મુવાડા ગામે મતદાન બહિષ્કાર
April 26, 2026 3:09 pm
મહીસાગરના કોઠંબા તાલુકાના ખાતું પગીના મુવાડા ગામે ગ્રામજનોએ સામૂહિક મતદાન બહિષ્કાર કર્યો છે. ગામનું મતદાન બૂથ 8 કિલોમીટર દૂર કૌચિયા ખાતે ફાળવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બપોરના 2 વાગ્યા સુધી 600થી વધુ મતદારો ધરાવતા આ બૂથ પર એક પણ મત ન પડતા ઉમેદવારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે મતદાન કર્યું
April 26, 2026 2:29 pm
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે મહેસાણાની ન્યુ પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે તેમણે મતદાનને દરેક નાગરિકની નૈતિક ફરજ ગણાવી હતી. તેમણે સનાતન ધર્મની રક્ષા કાજે લોકોને મતદાન કરવા અપીલ કરતા માર્મિક નિવેદન આપ્યું હતું કે, જે લોકો મતદાન નથી કરતા તેમને સરકાર સામે પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી.
નરેશ પટેલનું નિરસ મતદાનને લઇને મોટું નિવેદન
April 26, 2026 2:29 pm
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકોટમાં પોતાનો મત આપ્યો હતો. રાજ્યમાં જોવા મળી રહેલા નીરશ મતદાન અંગે તેમણે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, આ વખતે સોશિયલ મીડિયાના અનેક ફેક્ટર્સ અને આકરી ગરમી મતદાન પર અસર કરી રહ્યા હોય તેમ લાગે છે. તેમણે તડકા અને અન્ય પરિબળોને ઓછા મતદાન માટે જવાબદાર ગણાવ્યા હતા.
BJP પ્રદેશ ઉપપ્રમુખ ગીતાબેન રાઠવાએ કર્યુ મતદાન
April 26, 2026 2:29 pm
ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાએ કવાંટની ઇંગ્લિશ હાઇસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે છોટાઉદેપુરની તમામ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને સમગ્ર જિલ્લામાં ફરી એકવાર ભગવો લહેરાશે.
છોટાઉદેપુરમાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો
April 26, 2026 2:26 pm
છોટાઉદેપુરના વરધી ગામે શાળાનું મકાન 4 વર્ષથી અધૂરું હોવાના વિરોધમાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. બપોરે 12 વાગ્યા સુધી અહીં એક પણ મત પડ્યો નથી; ગ્રામજનો હવે અધિકારીઓ પાસે લેખિત બાહેધરીની માંગ કરી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકામાં સમગ્ર ગામે સામૂહિક બહિષ્કાર કર્યો
April 26, 2026 2:26 pm
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે જર્જરિત રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓના અભાવે સમગ્ર ગામે સામૂહિક બહિષ્કાર કર્યો છે. પરિસ્થિતિને થાળે પાડવા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને DDO સહિતનો કાફલો ગામમાં દોડી ગયો છે.
અમદાવાદમાં મુસ્લિમ વિસ્તારોમાં ઉત્સાહ
April 26, 2026 2:26 pm
અમદાવાદના લઘુમતી બહુલ વિસ્તારોમાં મતદાન પ્રત્યે ભારે જાગૃતિ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના જમાલપુર અને જુહાપુરા જેવા વિસ્તારોમાં સવારથી જ મતદાન કેન્દ્રોની બહાર મતદારોની લાંબી કતારો લાગી છે. આ વિસ્તારોમાં મતદાર જાગૃતિના પરિણામે મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા છે.
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મતદાન કર્યું
April 26, 2026 2:26 pm
અરવલ્લી જિલ્લાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાના વતન જીતપુર ખાતે પરિવાર સાથે પહોંચીને મતદાન કર્યું હતું. લોકશાહીના આ પર્વમાં સહભાગી થયા બાદ તેમણે તમામ નાગરિકોને લોકશાહીને મજબૂત કરવા માટે મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી.
રાજ્યની 34 જિલ્લા પંચાયતોમાં સરેરાશ 39.29% મતદાન
April 26, 2026 2:11 pm
રાજ્યની 34 જિલ્લા પંચાયતોમાં સરેરાશ 39.29% મતદાન નોંધાયું છે. આંકડાકીય દ્રષ્ટિએ નવસારી જિલ્લો 48% મતદાન સાથે મોખરે છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો નર્મદામાં 46%, તાપીમાં 45.38%, ગાંધીનગરમાં 44.18%, વડોદરામાં 42.27%, જ્યારે અમદાવાદ, મહીસાગર અને અરવલ્લીમાં 41% મતદાન થયું છે. સાબરકાંઠામાં 32% અને મહેસાણામાં 35% મતદાન નોંધાયું છે.
અમદાવાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ
April 26, 2026 2:11 pm
અમદાવાદના કુબેરનગરની વી.વી. તોમર સ્કૂલમાં મતદાન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોગસ વોટિંગના આક્ષેપો સાથે ભારે બબાલ થઈ હતી, જે મારામારી સુધી પહોંચતા મેઘાણીનગર પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી હતી. બીજી તરફ, સુરતમાં યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રથમ વખત મતદાન કરનારા 'યંગ સ્ટર્સ' એ હર્ષની લાગણી વ્યક્ત કરી અને સારા ઉમેદવારને ચૂંટવા માટે દરેકને વોટ આપવા અપીલ કરી હતી.
ગોધરામાં સુપ્રસિદ્ધ ગાયિકા સાંત્વની ત્રિવેદીએ મતદાન કર્યું
April 26, 2026 2:11 pm
ગોધરામાં સુપ્રસિદ્ધ ગાયિકા સાંત્વની ત્રિવેદી વોર્ડ નંબર 4 માં મતદાન કર્યું હતું. તેમણે ગરમીનું બહાનું કાઢ્યા વગર રાષ્ટ્રના હિતમાં દરેક નાગરિકને મતદાન કરવા વિનંતી કરી હતી.
ધારાસભ્ય કેતન ઇનામદારે પરિવાર સાથે મતદાન કર્યું
April 26, 2026 2:11 pm
વડોદરાના સાવલીમાં ધારાસભ્ય કેતન ઇનામદારે પરિવાર સાથે દામાજીના ડેરા પાસે મતદાન કર્યું અને દરેક મતની કિંમત સમજાવી વધુમાં વધુ મતદાન કરવા પ્રેરણા આપી હતી.
ભાવનગરના મહુવામાં હત્યાની ઘટના
April 26, 2026 2:11 pm
મહુવામાં ચૂંટણીના દિવસે જ એક હચમચાવી દે તેવી ઘટના ઘટી છે. રાજુલાથી ખાસ મતદાન કરવા આવેલા સમીર નામના યુવાનની જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. મતદાન કરીને બહાર નીકળતી વખતે નવા બસ સ્ટેશન પાસે ધોળા દિવસે આ હત્યા થતા મુસ્લિમ સમાજના ટોળેટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.
પેટલાદના સાંસેજ ગામે ચૂંટણી ફરજ દરમિયાન કરુણ ઘટના
April 26, 2026 2:11 pm
પેટલાદના સાંસેજ ગામે ચૂંટણી ફરજ દરમિયાન કરુણ ઘટના બની હતી. બૂથ નંબર 1 પર ફરજ બજાવતા અને ગ્રામ પંચાયતમાં પટાવાળા તરીકે કાર્યરત અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ધારાસભ્ય વિપુલભાઈ પટેલે હોસ્પિટલ પહોંચી આ અંગે શોક વ્યક્ત કર્યો હતો.
એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ મતદાન કરી આપ્યો સંદેશ
April 26, 2026 2:11 pm
કચ્છમાં ભરૂડીયા એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ મતદાન કરી સમાજને જાગૃત રહેવા સંદેશ આપ્યો હતો.
જામનગરમાં એસપી રવિ સૈનીનું નિવેદન
April 26, 2026 2:11 pm
જામનગરમાં એસપી રવિ સૈનીએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી મતદારો ભયમુક્ત બની વોટ આપી શકે.
વાપીમાં માનવતાના દ્રશ્યો
April 26, 2026 2:11 pm
વાપીમાં પોલીસનો માનવીય ચહેરો જોવા મળ્યો હતો. મતદાન મથક પર પહોંચેલા એક બીમાર અને અત્યંત અશક્ત વૃદ્ધને પોલીસ જવાનોએ સહારો આપીને મતદાન મથકની અંદર સુધી પહોંચાડ્યા હતા. સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી નિભાવી રહેલા પોલીસ જવાનોની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
વડોદરામાં TMC સાંસદ અને ક્રિકેટર યુસુફ પઠાણે કર્યું મતદાન
April 26, 2026 1:24 pm
વડોદરાના તાંદલજા વિસ્તારમાં TMC સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "જેમ બંગાળમાં TMC છે, તેમ ગુજરાતમાં ભાજપ રહેશે." તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં વિકાસ થયો છે અને લોકો વિકાસને પ્રાધાન્ય આપીને જ મતદાન કરે છે. પઠાણે નાગરિકોને અપીલ કરી હતી કે જે ઉમેદવાર લોકોની વચ્ચે રહીને કામ કરે તેને જ મત આપવો જોઈએ. સાથે જ તેમણે દાવો કર્યો કે બંગાળમાં આગામી 40 થી 50 વર્ષ સુધી TMC ની સરકાર ક્યાંય જવાની નથી.
શામળાજીના ખેરંચામાં ઇવીએમ ખોટકાયું
April 26, 2026 1:24 pm
અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલા ખેરંચા ગામમાં મતદાન પ્રક્રિયામાં અડચણ ઉભી થઈ હતી. અહીં મતદાન મથક પરના ઇવીએમ (EVM) ની બેટરી ડાઉન થઈ જવાને કારણે મશીન બંધ થઈ ગયું હતું. ટેકનિકલ ખામીને લીધે છેલ્લા એક કલાકથી મતદાન બંધ કરવાની ફરજ પડી હતી, જેને પગલે મતદાન કરવા આવેલા લોકોમાં રાહ જોવાની ફરજ પડી હતી. તંત્ર દ્વારા મશીન સુધારવા અથવા બદલવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં આકરી ગરમી છતાં મતદાન મથકો પર લાંબી કતારો
April 26, 2026 1:13 pm
અમદાવાદમાં આકરી ગરમી છતાં લોકશાહીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાસણા વોર્ડમાં 45 ડિગ્રી તાપમાન હોવા છતાં મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી, જ્યારે અમરાઈવાડી વિસ્તારમાં પણ 42 ડિગ્રી ગરમી વચ્ચે મતદારોમાં ભારે ઉત્સાહ રહ્યો હતો.
5 સોસાયટીના અનેક મતદારોના નામ યાદીમાંથી ગાયબ
April 26, 2026 1:13 pm
ચાંદખેડા વિસ્તારમાં પંચશ્લોક અને ઓલિવ રેસીડેન્સી સહિતની 5 સોસાયટીના અનેક મતદારોના નામ યાદીમાંથી ગાયબ હોવાથી રોષ જોવા મળ્યો હતો.
શહેરના યુવા ગ્રુપ દ્વારા મતદારોને મફત છાશનું વિતરણ
April 26, 2026 1:13 pm
ગરમી સામે રાહત આપવા માટે શહેરના યુવા ગ્રુપ દ્વારા મતદારોને મફત છાશનું વિતરણ કરવાની સરાહનીય કામગીરી પણ કરવામાં આવી હતી.
આણંદના સાંસદ મિતેશ પટેલે મતદાન કરી અપીલ
April 26, 2026 1:13 pm
આણંદના સાંસદ મિતેશ પટેલે વાસદની ન્યુ ઈંગ્લીશ સ્કૂલ ખાતે પત્ની દીપાલીબેન સાથે મતદાન કરી વિકાસ માટે વોટ આપવા અપીલ કરી હતી. ખેડાના નડિયાદમાં ઇન્ડિયન ક્રિકેટર અક્ષર પટેલના માતા-પિતાએ પણ બાસુદીવાલા હાઈસ્કૂલ ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આણંદમાં બૂથ પર ફરજ બજાવતા કર્મચારીનું હાર્ટ એટેકથી અવસાન
April 26, 2026 1:13 pm
આણંદ જિલ્લામાં આજે એક દુઃખદ ઘટના ઘટી છે. પેટલાદ તાલુકાના સાંસેજ ગામે બૂથ પર ફરજ બજાવતા કર્મચારી અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે, જેની જાણ થતા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પણ પરિવાર સાથે મતદાન કર્યું
April 26, 2026 1:13 pm
સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પણ પરિવાર સાથે જૂના રેસ્ટ હાઉસ ખાતે મતદાન કર્યું હતું.
ધારાસભ્ય ચૈતર વસાવાએ મતદાન કર્યું
April 26, 2026 1:10 pm
નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના ગામ બોગજ ખાતે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગ્લાસ કાંડમાં કોર્ટ દ્વારા ડેડીયાપાડામાં પ્રવેશબંધી બાદ 9 મહિના પછી તેમને પ્રવેશ મળતા તેમણે વતનમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ડેહલી ગામે પાયાની સુવિધાઓના અભાવે મતદાનનો બહિષ્કાર
April 26, 2026 1:10 pm
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ગામે પાયાની સુવિધાઓના અભાવે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પાણી, રોડ અને વીજળી જેવી જરૂરિયાતો પૂરી ન થતા રોષે ભરાયેલા સ્થાનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મતદાન ન કરવાની ચીમકી આપી હતી, જેના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
જામનગરના સાંસદ પૂનમ માડમે મતદારોને અપીલ કરી
April 26, 2026 1:10 pm
જામનગરના સાંસદ પૂનમ માડમે વોર્ડ નંબર 4 ના બૂથ પરથી મતાધિકારનો ઉપયોગ કરી માતૃશક્તિ અને અન્ય મતદારોને અપીલ કરી હતી.
ગાંધીનગરમાં બપોરના સમયે મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી
April 26, 2026 1:10 pm
ગાંધીનગરમાં બપોરના સમયે આકરી ગરમીની સીધી અસર મતદાન પર જોવા મળી હતી. બાલવા ગામ જેવા વિસ્તારોમાં મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી અને કેન્દ્રો લગભગ ખાલી નજરે પડતા હતા. તંત્રને આશા છે કે સાંજ પડતા મતદાનની ગતિ ફરી વધશે.
ભાજપના ઉમેદવાર રાજુ કરપડાએ દુધઈ ખાતે કર્યું મતદાન
April 26, 2026 12:57 pm
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી 2 બેઠકના ભાજપના ઉમેદવાર રાજુ કરપડાએ દુધઈ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે ભાજપ તમામ બેઠકો પર વિજય મેળવશે તેવો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે લોકશાહીના આ પર્વમાં તમામ મતદારોને જાગૃત બની વધુમાં વધુ મતદાન કરવા માટે નમ્ર અપીલ પણ કરી હતી.
Surendranagar: ભાજપના ઉમેદવાર Rajubhai Karapdaએ Dudhaiખાતે કર્યું મતદાન | Gujarat First
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
ભાજપના ઉમેદવાર રાજુ કરપડાએ દુધઈ ખાતે કર્યું મતદાન
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી 2 બેઠકના ઉમેદવાર
ભાજપનો તમામ બેઠકો પર વિજય થશે તેવો વિશ્વાસ
તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ… pic.twitter.com/XMDGps6hsc
પાટણના બી.એમ. હાઈસ્કૂલ મતદાન કેન્દ્ર પર સર્જાઈ કરૂણાંતિકા
April 26, 2026 12:45 pm
પાટણના બી.એમ. હાઈસ્કૂલ મતદાન કેન્દ્ર પર આજે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ એક વરિષ્ઠ નાગરિકનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું છે. 65 વર્ષીય વૃદ્ધા કમળાબેન સોલંકી લોકશાહીના પર્વમાં સહભાગી થઈને મતદાન મથકમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક વૃદ્ધાની તબિયત પહેલેથી જ નાજુક હતી, તેમ છતાં તેઓ પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવવા મતદાન મથકે પહોંચ્યા હતા.
સુરતમાં દર્દી એમ્બ્યુલન્સમાં ડોક્ટરોની ટીમ સાથે મતદાન કરવા પહોંચ્યો
April 26, 2026 12:44 pm
સુરતમાં લોકશાહી પ્રત્યેની અતૂટ નિષ્ઠાના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. કિડનીની બીમારીથી પીડાતા અને છેલ્લા ચાર-પાંચ દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉમેશભાઈ મિશ્રા એમ્બ્યુલન્સ મારફતે ડોક્ટરોની ટીમ સાથે વોર્ડ નંબર 4 ના બૂથ પર મતદાન કરવા પહોંચ્યા હતા.
AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ કરી અપીલ
April 26, 2026 12:44 pm
AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પરિવાર સાથે મતદાન કરી ગુજરાતીઓને પીડાઓનો જવાબ આપવા અને પરિસ્થિતિ બદલવા અચૂક વોટ આપવા અપીલ કરી હતી.
બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે મતદાન કર્યું
April 26, 2026 12:44 pm
બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ બાબેન ગ્રામ પંચાયત ખાતે પરિવાર સાથે મતદાન કરી નાગરિકોને મોટી સંખ્યામાં ઉમટી પડવા જણાવ્યું હતું.
અમદાવાદમાં પ્રેરણાદાયી કિસ્સાઓ
April 26, 2026 12:43 pm
અમદાવાદમાં પ્રેરણાદાયી કિસ્સાઓની હારમાળા જોવા મળી છે. વાડજમાં દિવ્યાંગ દંપતી મનજીભાઈ રામાણી અને કૈલાશબેન રામાણીએ મતદાન કરી સૌને ચોંકાવી દીધા હતા. મનજીભાઈ છેલ્લા 35 વર્ષથી બંને હાથ ન હોવા છતાં મોઢા વડે સહી કરીને અને પગમાં શાહીનું નિશાન કરાવીને મતદાન કરે છે. ગોમતીપુરમાં ફેનીબેન પટેલ લગ્ન મંડપમાંથી સીધા કન્યાદાન પહેલા નાગરિક ધર્મ બજાવવા મતદાન મથકે પહોંચ્યા હતા.
પોલીસ કમિશનર જી.એસ. મલિકે કર્યું નિરીક્ષણ
April 26, 2026 12:43 pm
પોલીસ કમિશનર જી.એસ. મલિકે શાહીબાગ, કાગડાપીઠ અને બાપુનગરના મતદાન મથકોની મુલાકાત લઈ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું.
બનાસકાંઠામાં ગરમી અને લગ્નની સીઝનની સીધી અસર મતદાન પર
April 26, 2026 12:43 pm
બનાસકાંઠામાં કાળઝાળ ગરમી અને લગ્નની સીઝનની સીધી અસર મતદાન પર જોવા મળી રહી છે. ડીસાના આખોલ સહિતના અનેક મતદાન કેન્દ્રો પર બપોરના સમયે ગરમીના પ્રકોપને કારણે શૂન્યાવકાશ જોવા મળ્યો હતો અને મથકો ખાલીખમ નજરે પડતા હતા.
બોટાદમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કર્યું મતદાન
April 26, 2026 12:43 pm
બોટાદમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વોર્ડ નંબર 2 ની સુંદરમ શાળામાં પરિવાર સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. તેમણે ગટર અને અન્ય પ્રાથમિક સુવિધાઓના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે મતદારોને જાગૃત બની વિકાસના મુદ્દે મતદાન કરવા ટકોર કરી હતી.
ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને જિલ્લા પંચાયતના ઉમેદવાર ભગીરથસિંહ રાણાએ કર્યું મતદાન
April 26, 2026 12:43 pm
સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને જિલ્લા પંચાયતના ઉમેદવાર ભગીરથસિંહ રાણાએ સામાન્ય મતદારોની જેમ લાઈનમાં ઉભા રહીને ભલગામડા મતદાન મથકે પોતાનો વોટ આપ્યો હતો. અહીં દિવ્યાંગ મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે વધુ મતદાન કરવા વિનંતી કરી
April 26, 2026 12:43 pm
મોરવા હડફના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે ગોબલી પ્રાથમિક શાળા ખાતે પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે ગુજરાતને વિકાસના પંથે અગ્રેસર રાખવા માટે રાજ્યના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા વિનંતી કરી હતી.
ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પરિવાર સાથે વોટ આપ્યો
April 26, 2026 12:43 pm
પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પરિવાર સાથે તાલુકા પંચાયત ખાતેના મતદાન મથકે વોટ આપ્યો હતો. તેમણે પાદરા નગરપાલિકાની 11 બેઠકો બિનહરીફ થયા બાદ હવે તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર પણ ભાજપ જંગી મતોથી વિજયી થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Shankarbhai Chaudhary એ કર્યું મતદાન
April 26, 2026 12:40 pm
રાધનપુર વડનગરમાં Shankarbhai Chaudhary એ કર્યું મતદાન
Patan Shankar Chaudhary voting: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કર્યું મતદાન | Gujarat First
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કર્યુ મતદાન
રાધનપુરના વડનગર ખાતે શંકર ચૌધરીએ કર્યુ મતદાન
વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે કરી અપીલ@ChaudhryShankar #ShankarChaudhary #Patan… pic.twitter.com/XvbR5XGJc3
મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પત્ની સાથે સજોડે કર્યું મતદાન
April 26, 2026 12:34 pm
અમરેલી જિલ્લાના દેવરાજીયા ગામે મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પોતાની પત્ની સાથે સજોડે મતદાન કર્યું હતું, જ્યાં ગ્રામજનો પણ વાજતે-ગાજતે લોકશાહીના પર્વમાં સહભાગી થવા મતદાન મથકે પહોંચ્યા હતા. આ પ્રસંગે મંત્રીએ દાવો કર્યો હતો કે સમગ્ર જિલ્લામાં ભાજપ તરફી માહોલ છે અને અન્ય કોઈ પાર્ટીનું વજૂદ રહ્યું નથી. તેમણે જિલ્લાના તમામ લોકોને વિકાસના મુદ્દાને ધ્યાને રાખીને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.
મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પત્ની સાથે સજોડે કર્યું મતદાન
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
દેવરાજીયા ગામે વાજતે ગાજતે લોકો મતદાન કરવા પહોંચ્યા
અમરેલી જિલ્લામાં ભાજપ તરફી માહોલ હોવાનો દાવો
જિલ્લાના લોકો વિકાસ માટે મતદાન કરે: કૌશિકભાઈ વેકરીયા
અન્ય પાર્ટીનું કોઈ વજૂદ નથી: કૌશિકભાઈ વેકરીયા@ikaushikvekaria… pic.twitter.com/LCR0szeqsH
રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મતદાન બાદ કરી અપીલ
April 26, 2026 12:16 pm
જામનગરમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી પોતાનો મત આપ્યો હતો. તેમણે મતદાન કર્યા બાદ ખાસ કરીને માતૃશક્તિ અને તમામ નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થઈને વધુમાં વધુ મતદાન કરવા માટે નમ્ર અપીલ કરી હતી.
Jamnagar Rivaba Jadeja voting: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ કર્યું મતદાન | Gujarat First
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ કર્યું મતદાન
જામનગર મનપાના વોર્ડ નં. 5માંથી મતદાન કર્યું
તમામ મતદારોને મતદાન કરવા રિવાબાની અપીલ
ખાસ માતૃશક્તિને વધુને વધુ મતદાન કરવા અપીલ@Rivaba4BJP… pic.twitter.com/pckYnqXrTm
પ્રસિદ્ધ લોકસાહિત્યકાર નિર્મલદાન ગઢવીએ મતદાન બાદ કરી અપીલ
April 26, 2026 12:16 pm
કરમસદમાં પ્રસિદ્ધ લોકસાહિત્યકાર નિર્મલદાન ગઢવીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નિર્મલદાન ગઢવીએ જનતાને સો ટકા મતદાન કરવા અને સારા પ્રતિનિધિઓની પસંદગી કરવા અપીલ કરી હતી.
ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે લોકોને આહવાન કર્યું
April 26, 2026 12:16 pm
આણંદ જિલ્લામાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરી લોકોને આ લોકશાહીના પર્વમાં જોડાવા આહવાન કર્યું હતું.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ કર્યું મતદાન
April 26, 2026 12:16 pm
તાપીમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ વ્યારાની દક્ષિણાપથ શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું.તેમણે કહ્યું કે આગામી 28 તારીખે ગુજરાતની જનતા આશ્ચર્યજનક પરિણામો આપશે.
પાટણમાં મતદારોની લાંબી લાઈનો જોવા મળી
April 26, 2026 12:16 pm
પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે થઈ રહેલા મતદાનમાં રાધનપુરની વાદી વસાહતના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં મતદાન મથકોની બહાર વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી અને લોકો ઉમળકાભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
ફાગવેલમાં ચૂંટણીનો બહિષ્કાર
April 26, 2026 12:16 pm
ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાના ચિખલોડ ગામમાં ગ્રામજનોએ એકસૂત્રે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવવા સામે વિરોધ દર્શાવતા ગ્રામજનોએ કપડવંજ તાલુકામાં જ યથાવત રહેવાની માંગ કરી છે. આ વિરોધને પગલે ગામના ત્રણેય બૂથના કુલ 2,335 મતદારોમાંથી એક પણ મતદારે હજી સુધી મતદાન કર્યું નથી, જેના કારણે મતદાન મથકો પર ભારે નીરવતા જોવા મળી રહી છે.
112 વર્ષના શતાયુ વૃદ્ધા મતદાન માટે પહોંચ્યા
April 26, 2026 12:16 pm
પંચમહાલ જિલ્લામાં લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. કાલોલ તાલુકાના કાતોલ ગામે 112 વર્ષના શતાયુ વૃદ્ધા લક્ષ્મીબેન છત્રસિંહ પરમારે પરિવારના ટેકે મતદાન મથક પર પહોંચીને વોટ આપ્યો હતો. જોવા અને સાંભળવામાં તકલીફ હોવા છતાં, લક્ષ્મીબેનનો આ ઉત્સાહ અન્ય મતદારો માટે એક મોટું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ મતદાન બાદ કર્યો અનુરોધ
April 26, 2026 12:16 pm
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સુખપર રોહા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કેન્દ્ર પર પહોંચીને તેમણે શાંતિપૂર્ણ માહોલમાં વોટ આપ્યો હતો. મતદાન બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જનતાને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અનુરોધ કર્યો હતો.
રાજ્યની 15 મહાનગરપાલિકાઓ માટે મતદાન
April 26, 2026 12:02 pm
સવારે 11 વાગ્યા સુધી 17 ટકા જેટલુ સરેરાશ મતદાન, ,સૌથી વધુ મોરબી પાલિકામાં 26.15 ટકા મતદાન ,મહેસાણામાં 24.38 ટકા, નડીયાદમાં 23.41 ટકા મતદાન ,નવસારીમાં 23.29 ટકા, વાપીમાં 23.28 ટકા મતદાન ,આણંદ-કરમસદમાં 22.47 ટકા મતદાન ,સુરેન્દ્રનગરમાં 19.43 ટકા, સુરતમાં 19.49 ટકા મતદાન ,ભાવનગરમાં 18.13 ટકા, વડોદરા 17.85 ટકા મતદાન ,જામનગરમાં 16.91 ટકા, રાજકોટમાં 16.28 ટકા મતદાન ,ગાંધીધામમાં 14.91 ટકા, પોરબંદરમાં 14.39 ટકા મતદાન ,અમદાવાદમાં સૌથી ઓછુ 13.26 ટકા મતદાન
Gujarat municipal elections 2026: રાજ્યની 15 મહાનગરપાલિકાઓ માટે મતદાન
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
સવારે 11 વાગ્યા સુધી 17 ટકા જેટલુ સરેરાશ મતદાન
સૌથી વધુ મોરબી પાલિકામાં 26.15 ટકા મતદાન
મહેસાણામાં 24.38 ટકા, નડીયાદમાં 23.41 ટકા મતદાન
નવસારીમાં 23.29 ટકા, વાપીમાં 23.28 ટકા મતદાન
આણંદ-કરમસદમાં 22.47 ટકા… pic.twitter.com/f4xABdPLrx
રાજયમાં અત્યાર સુધીમાં 29 ટકા કરતા વધુ મતદાન
April 26, 2026 11:59 am
ગુજરાતમાં આજે 34 જિલ્લા પંચાયતો માટે ચાલી રહેલા મતદાનમાં અત્યાર સુધીમાં સરેરાશ 29% થી વધુ મતદાન નોંધાયું છે. જિલ્લાવાર આંકડાઓની વાત કરીએ તો, નર્મદા જિલ્લો 38% મતદાન સાથે રાજ્યમાં સૌથી મોખરે રહ્યો છે, જ્યારે નવસારીમાં 33%, મોરબીમાં 31.27%, ગાંધીનગરમાં 31% અને સાબરકાંઠામાં 30.43% મતદાન થયું છે. બીજી તરફ, મહેસાણામાં 28% અને સુરેન્દ્રનગરમાં 23.52% મતદાન નોંધાયું છે, જ્યારે પોરબંદર જિલ્લો 18.13% મતદાન સાથે અત્યાર સુધીમાં સૌથી પાછળ રહ્યો છે.
અમિતભાઈ શાહે યુવાનને આપ્યો ઓટોગ્રાફ આપ્યો
April 26, 2026 11:53 am
અમદાવાદના ગોતા વિસ્તારમાં દર્શિત રાવલ નામના યુવાને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહને 'જય શ્રી રામ' લખેલું પેઈન્ટિંગ ભેટ આપ્યું હતું, જેના પર ગૃહમંત્રીએ 'વંદે માતરમ્' લખીને ઓટોગ્રાફ આપ્યો હતો. આ યુવાન સવારે 9 વાગ્યાથી ગૃહમંત્રીની રાહ જોઈ રહ્યો હતો.
સિંગર રાજલ બારોટ મતદાન કરવા પહોચ્યા
April 26, 2026 11:53 am
ગીર સોમનાથમાં જાણીતા સિંગર અને ઉના નગરપાલિકાના ઉમેદવાર રાજલ બારોટ પણ મતદાન કરવા પહોંચ્યા હતા.
કચ્છમાં શાંતિપૂર્ણ રીતે મતદાન
April 26, 2026 11:53 am
કચ્છ જિલ્લામાં ખાસ કરીને ગાંધીધામ મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ મતદાન કર્યુ
April 26, 2026 11:53 am
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ મતદાન કર્યા બાદ વિકાસના મુદ્દે વોટ આપવા અપીલ કરી હતી.
ભાજપના મહામંત્રી ધવલ આચાર્યનો દાવો
April 26, 2026 11:53 am
ભાજપના મહામંત્રી ધવલ આચાર્યએ દાવો કર્યો છે કે વિકાસના કામોને કારણે જનતા ભાજપને સમર્થન આપી રહી છે અને ભાજપ ક્લીન સ્વીપ કરશે.
કામરેજમાં મતદારો અટવાયા
April 26, 2026 11:53 am
સુરતના કામરેજમાં તંત્રની નિષ્ફળતા સામે આવી છે. રામદેવ સોસાયટીના અંદાજે 400 મતદારો મતદાન કરવા ઈચ્છતા હોવા છતાં, તેમને મતદાન મથક ક્યાં છે તેની ખબર ન હોવાથી તેઓ અટવાયા હતા. મતદારોએ 'સ્લીપ આપો સ્લીપ આપો' ના સૂત્રોચ્ચાર કરીને તંત્ર અને રાજકીય પક્ષો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે પરિવાર સાથે મતદાન કર્યું
April 26, 2026 11:53 am
ખેડા જિલ્લામાં માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે ભલાડા ગામે પરિવાર સાથે મતદાન કર્યું.
કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે મતદાન બાદ આપ્યું નિવેદન
April 26, 2026 11:53 am
નડિયાદમાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે મતદાન કરી દેશમાં પરિવર્તનની જરૂર હોવાનું નિવેદન આપ્યું હતું.
સાબરકાંઠામાં સવારે 11 વાગ્યા સુધીમાં આટલું મતદાન થયું
April 26, 2026 11:53 am
સાબરકાંઠામાં સવારે 11 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયત માટે 30.43% અને હિંમતનગર તાલુકા પંચાયત માટે 27.22% મતદાન નોંધાયું છે.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ પરિવાર સાથે મતદાન કર્યું
April 26, 2026 11:53 am
ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ પરિવાર સાથે વોર્ડ 13 માં મતદાન કર્યું હતું.
નર્મદામાં મતદાનની ગતિ ધીમી પડી
April 26, 2026 11:53 am
નર્મદા જિલ્લામાં 35 ડિગ્રી તાપમાનના કારણે 11 વાગ્યા બાદ મતદાનની ગતિ ધીમી પડી હતી. સવારે 11 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 18% મતદાન નોંધાયું છે, જેમાં સૌથી ઓછું મતદાન ચીકદા તાલુકામાં (5.24%) રહ્યું છે.
BAPS ના સંતોએ મંદિરના કાર્યો છોડીને કર્યું મતદાન
April 26, 2026 11:53 am
બોટાદના સાળંગપુર ખાતે BAPS ના સંતોએ મંદિરના કાર્યો છોડીને પણ મતદાન કરી પ્રેરણા પૂરી પાડી હતી. લીંબડીમાં જયશ્રીબેન મકવાણાએ લગ્ન મંડપમાં જાય તે પહેલાં મતદાન મથકે પહોંચી વોટ આપ્યો હતો. બોટાદમાં પોલીસ પણ માનવીય અભિગમ સાથે વૃદ્ધ મતદારોને બૂથ સુધી પહોંચાડવામાં મદદ કરી રહી છે.
નવસારીમાં કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કર્યું મતદાન
April 26, 2026 11:53 am
નવસારીમાં કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે ઉનાઈ ખાતે મતદાન કરી લોકશાહી બચાવવા માટે અપીલ કરી હતી.
ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનું નિવેદન
April 26, 2026 11:53 am
રાજકોટના ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ વડાપ્રધાન મોદીના વિકાસના રાહ પર ગુજરાત મક્કમ હોવાનું નિવેદન આપ્યું હતું.
સુખરામદાસ બાપુએ મતદાન બાદ કરી અપીલ
April 26, 2026 11:53 am
મેંદરડાના ખાખી મઢીના મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ સીમ શાળા બૂથ પર મતદાન કરી યોગ્ય ઉમેદવાર પસંદ કરવા અપીલ કરી હતી. માખીયાળા ગામે ડેન્સી ગજેરા નામની કન્યાએ મંડપમાં જતાં પહેલાં મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી.
સાધુ-સંતો અને નવોઢાઓનો ભારે ઉત્સાહ
April 26, 2026 11:53 am
જૂનાગઢ જિલ્લામાં લોકશાહીના પર્વની ઉજવણીમાં સાધુ-સંતો અને નવોઢાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો.
પોલીસની માનવીય સંવેદનાનો અનોખો કિસ્સો
April 26, 2026 11:30 am
બોટાદમાં પોલીસની માનવીય સંવેદનાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વિવિધ મતદાન મથકો પર પોલીસ જવાનો વૃદ્ધ મતદારોની વ્હારે આવ્યા હતા. જિલ્લાના ચંદરવા અને લીંબાળા સહિતના ગામોમાં પોલીસ પોતાની સુરક્ષાની ફરજની સાથે વૃદ્ધોને મથક સુધી પહોંચાડવામાં મદદ કરી માનવતા મહેકાવી રહી છે.
પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મતદાન કરી લોકોને અપીલ કરી
April 26, 2026 11:30 am
અમદાવાદ જિલ્લામાં મતદાન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ધોળકાના મફલીપુરામાં મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મતદાન કરી લોકોને અપીલ કરી હતી.
વિરમગામમાં ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે મતદાન કર્યું
April 26, 2026 11:30 am
વિરમગામના ચંદ્રનગરમાં ધારાસભ્ય હાર્દિક પટેલે સચાણા જિલ્લા પંચાયત માટે મતદાન કર્યું અને ભાજપના વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો. વસ્ત્રાલની માધવ સ્કૂલ જેવા કેન્દ્રો પર ખાસ કરીને યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી હતી.
ભાજપના સિનિયર પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે મતદાન કર્યું
April 26, 2026 11:30 am
રાજકોટમાં ભાજપના સિનિયર પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે વોર્ડ નંબર 7 માં મતદાન કર્યું હતું. દરમિયાન, જેતપુરના વીરપુરમાં અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાએ સહપરિવાર મતદાન કર્યું હતું.
લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સાથે મતદાન કરવા પહોંચ્યા
April 26, 2026 11:30 am
અમરેલી જિલ્લામાં જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી અને જીતુભાઈ ડેરની પુત્રવધૂ સોનલબેન ડેર ચાવંડ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. ચાવંડ તાલુકા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે સોનલબેને મતદાન કર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને લોકોને અચૂક વોટ આપવા અપીલ કરી હતી.
NRI મતદારો મત આપવા વતન આવ્યા
April 26, 2026 11:30 am
ગાંધીનગર જિલ્લામાં એનઆરઆઈ (NRI) મતદારોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું છે. નારદીપુર ગામના અંદાજે 40 ટકા મતદારો અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી ખાસ ચૂંટણી માટે વતન આવ્યા છે.
દહેગામમાં EVM ખોટકાતા મતદારોએ હોબાળો મચાવ્યો
April 26, 2026 11:30 am
દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં ઇવીએમ (EVM) ખોટકાતા મતદારોએ હોબાળો મચાવ્યો હતો, જ્યાં અધિકારીઓએ તાત્કાલિક મશીન બદલવાની કાર્યવાહી કરી હતી.
ભાજપના ઉમેદવાર અંકિતા પરમારે પતિ સાથે મતદાન કર્યું
April 26, 2026 11:30 am
વડોદરાની પોર બેઠક પર સોશિયલ મીડિયા સ્ટાર અને ભાજપના ઉમેદવાર અંકિતા પરમારે પોતાના પતિ સાથે મતદાન કર્યું હતું.
લઘુમતી વિસ્તારોમાં ઢોલ-નગારા વગાડીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ
April 26, 2026 11:30 am
વડોદરા શહેરમાં મતદાનની ટકાવારી વધારવા માટે મોગલવાડા જેવા લઘુમતી વિસ્તારોમાં ઢોલ-નગારા વગાડીને લોકોને જાગૃત કરવાના અનોખા પ્રયાસો પણ જોવા મળ્યા હતા.
વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની લાંબી કતારો લાગી
April 26, 2026 11:30 am
વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાનનો ભારે ઉમંગ જોવા મળ્યો છે. કપરાડા અને નાનાપોંઢામાં મતદારોની લાંબી કતારો લાગી હતી. લોકશાહી પ્રત્યેની નિષ્ઠાના દ્રશ્યોમાં જોગવેલ ગામના એક વરરાજા પીઠી ચોળેલી હાલતમાં જ સીધા મતદાન મથકે પહોંચ્યા હતા અને લગ્ન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ધારાસભ્ય કિરીટ પટેલે મતદાન કર્યું
April 26, 2026 11:30 am
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આનંદ પ્રકાશ સ્કૂલ ખાતે પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે કોંગ્રેસના ઉમેદવારોને મળી રહેલા જનસમર્થનના આધારે પાટણ નગરપાલિકા અને પંચાયતોમાં પરિવર્તન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મોડાસામાં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો
April 26, 2026 11:30 am
અરવલ્લીના મોડાસામાં ધોળિયા મડાસણા કંપા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. મોબાઈલમાં ડિજિટલ આધારકાર્ડ માન્ય ન રાખવામાં આવતા મતદારો અને પોલિંગ સ્ટાફ વચ્ચે ઉગ્ર રકઝક થઈ હતી, જેના કારણે 670 મતો ધરાવતા આ બૂથ પર છેલ્લા એક કલાકથી જમાવડો જોવા મળી રહ્યો છે.
પૂર્વ સાંસદ પરબત પટેલે મતદાન બાદ લોકોને કરી અપીલ
April 26, 2026 11:30 am
થરાદ-વાવ વિસ્તારમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબત પટેલે ભાચરની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. તેમણે કાળઝાળ ગરમીથી બચવા લોકોને સમયસર મતદાન કરી લેવા અને લોકશાહીના પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી.
ગોધરામાં મતદારોમાં ભારે ઉત્સાહ
April 26, 2026 11:30 am
પંચમહાલમાં ગોધરા નગરપાલિકામાં નવા જોડાયેલા ગામો જેવા કે ભામૈયા અને વાવડીમાં મતદારોમાં પ્રથમવાર મનપા માટે વોટ આપવાનો ભારે ઉત્સાહ છે.
ધારાસભ્ય મુકેશ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું
April 26, 2026 11:30 am
સુરતમાં ઓલપાડના નઘોઈ ગામે ધારાસભ્ય મુકેશ પટેલે પરિવાર સાથે મતદાન કરી કરંજ તાલુકા પંચાયતની બેઠક પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો.
ભાજપના ઉમેદવારના ભાણાની હત્યાની અસર મતદાન પર
April 26, 2026 11:11 am
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માં આવતા તાવડીયા ગામે ભારે નિરાશા અને નિરુત્સાહ જોવા મળ્યો છે. અહીં 1250 મતદારોમાંથી માત્ર 52 લોકોએ જ મતદાન કર્યું હતું. ગઈકાલે ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા થવાની ઘટના અને સ્થાનિક વિરોધને પગલે ગામમાં મતદાન પ્રક્રિયા પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે અને લોકો મતદાનથી દૂર રહ્યા છે.
અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાએ કર્ય મતદાન
April 26, 2026 11:11 am
યાત્રાધામ વીરપુરમાં અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાએ સહપરિવાર મતદાન કરી લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
લગ્ન પહેલા લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ અદા કરી
April 26, 2026 11:11 am
ગોંડલના ધરાળા ગામે લગ્ન પ્રસંગ વચ્ચે એક દુલ્હને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ અદા કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મહેશ્વરીબેન માયાણીએ લગ્નના ચાર ફેરા પૂર્વે પોતાના જવતલિયા ભાઈઓ સાથે સરકારી શાળામાં જઈને ગામનો પહેલો મત આપ્યો હતો.
માજી મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે કર્યુ મતદાન
April 26, 2026 11:11 am
ઓલપાડના કરંજ તાલુકા પંચાયત બેઠક પર સવારથી જ શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે. માજી મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે પોતાના વતન નઘોઈ ગામે પરિવાર સાથે પ્રાથમિક શાળામાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ધારાસભ્યએ મતદાન બાદ નઘોઈ અને આસપાસના ગ્રામીણ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
લોકશાહીનો અનોખો ઉત્સાહ
April 26, 2026 11:10 am
ગોધરા નગરપાલિકાના વિસ્તરણ બાદ નવા સમાવિષ્ટ થયેલા 6 જેટલા ગામોમાં લોકશાહીનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભામૈયા, ચિખોદરા, વાવડી બુઝર્ગ, ગોવિંદી, દયાળ અને જાફરાબાદ જેવા ગામોમાં વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. નગરપાલિકામાં પ્રથમવાર મતદાન કરી રહેલા આ ગ્રામ્ય વિસ્તારના લોકો કાળઝાળ ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
મહેસાણામાં મતદાનમાં નિરુત્સાહ
April 26, 2026 11:10 am
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માં આવતા તાવડીયા ગામે ભારે નિરાશા અને નિરુત્સાહ જોવા મળ્યો છે. અહીં 1250 મતદારોમાંથી માત્ર 52 લોકોએ જ મતદાન કર્યું હતું. ગઈકાલે ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા થવાની ઘટના અને સ્થાનિક વિરોધને પગલે ગામમાં મતદાન પ્રક્રિયા પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે અને લોકો મતદાનથી દૂર રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અને Jay Shah એ સહપરિવાર કર્યું મતદાન
April 26, 2026 11:10 am
Ahmedabad ના નારણપુરા વોર્ડમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અને Jay Shah એ સહપરિવાર કર્યું મતદાન, મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ Kameshwar Mahadev ના કર્યા દર્શન અને લોકશાહીના પર્વમાં નાગરિકોને 100% મતદાન કરી પવિત્ર ફરજ નિભાવવા માટે ખાસ અપીલ કરી.
Ahmedabad ના નારણપુરા વોર્ડમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અને Jay Shah એ સહપરિવાર કર્યું મતદાન; મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ Kameshwar Mahadev ના કર્યા દર્શન અને લોકશાહીના પર્વમાં નાગરિકોને 100% મતદાન કરી પવિત્ર ફરજ નિભાવવા માટે કરી ખાસ અપીલ @HMOIndia @AmitShah @JayShah… pic.twitter.com/xRWuMlOLij
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
AAP નેતા ઈશુદાન ગઢવીએ કર્યુ મતદાન
April 26, 2026 11:02 am
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પોતાના વતન ખાતે આવેલી પીપળીયા પ્રાથમિક શાળામાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે ગુજરાતના તમામ નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવવા અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે નમ્ર અપીલ કરી હતી.
IFFCO ના ચેરમેન દિલીપ સંઘાણીએ પરિવાર સાથે કર્યુ મતદાન
April 26, 2026 11:02 am
અમરેલી જિલ્લામાં ઇફકો (IFFCO) ના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ તેમના પત્ની સાથે માળીલા ગામે મતદાન કરવા પહોંચ્યા હતા. આ તકે દિલીપ સંઘાણીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે મતદાનની ટકાવારી પર થોડી અસર જોવા મળી શકે છે અને મતદાન ઓછું થવાની શક્યતા છે.
આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ અચૂક મતદાન કરવા આહવાન કર્યું
April 26, 2026 11:02 am
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ વોર્ડ નંબર 2 માં પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચીને વોટ આપ્યો હતો. મંત્રીએ સુરતના તમામ મતદારોને લોકશાહીને મજબૂત કરવા માટે અચૂક મતદાન કરવા આહવાન કર્યું હતું.
સુરતમાં ત્રિપાંખિયો જંગ
April 26, 2026 11:02 am
સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
વલસાડમાં મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો
April 26, 2026 10:57 am
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી હોવાથી વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી છે.
નાણામાં કનુભાઈ દેસાઈએ મતદાન મથકોની મુલાકાત લીધી
April 26, 2026 10:57 am
રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને વાપી મહાનગરપાલિકા સહિત રાજ્યની તમામ સંસ્થાઓમાં ભાજપના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
BAPS સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું
April 26, 2026 10:57 am
રાજકોટ જિલ્લાના ગોંડલમાં બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ મંદિરના સંતોએ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું.
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પરિવાર સાથે કર્યુ મતદાન
April 26, 2026 10:57 am
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ધારાસભ્ય ગીતાબા અને પુત્ર ગણેશભાઈ સાથે પરિવાર સહ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન માંડણકુંડલા ગામના 19 વર્ષીય યુવાન સત્યમ પારખિયાએ પગની બીમારી હોવા છતાં લાકડીના ટેકે મતદાન મથકે પહોંચી પ્રથમ વખત મતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 15 ના કોંગ્રેસ ઉમેદવાર મકબૂલ દાઉદાણી સહિત 20 કાર્યકરોની મતદાન મથકની મર્યાદામાં પ્રચાર કરવા બદલ અટકાયત કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ
April 26, 2026 10:57 am
અમરેલી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ બહારપરા કન્યા શાળા ખાતે મતદાન કરી આ લડાઈને 'બંધારણ બચાવવાની લડાઈ' ગણાવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ક્રાંકચ ગામે મતદાન કર્યું હતું, જ્યાં તેમના પત્ની જિલ્લા પંચાયતના ઉમેદવાર છે. બીજી તરફ, લાઠીમાં પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં પોલીસે વૃદ્ધ અને જરૂરિયાતમંદ મતદારોને મતદાન મથક સુધી પહોંચવામાં મદદ કરી હતી.
અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ભાજપના ઉમેદવાર દોડ્યા
April 26, 2026 10:57 am
વડોદરાના વાઘોડિયામાં નગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી હોવાથી 6 વોર્ડના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા શહેરમાં એક માનવતાવાદી કિસ્સો સામે આવ્યો હતો, જેમાં બાપોદ તળાવમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ભાજપના ઉમેદવાર મનોજ શાહ મતદાનની કાર્યવાહી છોડીને તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરી જરૂરી કાર્યવાહીમાં મદદરૂપ થયા હતા.
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ મતદાન કર્યું
April 26, 2026 10:57 am
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ રતનપરની દર્શન વિદ્યાલય ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે વોર્ડ નંબર 9 માં મતાધિકારનો ઉપયોગ કરી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની અપીલ
April 26, 2026 10:57 am
ગીર સોમનાથ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું હતું. તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પોતાના વતન બાદલપરા ગામે મતાધિકારનો ઉપયોગ કરી100 % મતદાનની અપીલ કરી હતી. આ સાથે જ કોડીનારના ગોહિલ ખાણ ગામે 100 વર્ષની ઉંમરના વૃદ્ધ મહિલાએ મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
ભુજમાં દિવ્યાંગ અને વડીલ મતદારો માટે ખાસ સુવિધાઓ
April 26, 2026 10:57 am
ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. મતદાન કેન્દ્રો પર યુવાનો, મહિલાઓ અને દિવ્યાંગોની લાંબી લાઈનો જોવા મળી હતી. સ્વયંસેવકો દ્વારા દિવ્યાંગ અને વડીલ મતદારો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહી છે.
ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો
April 26, 2026 10:57 am
ચૂંટણીના માહોલ વચ્ચે કેટલાક સ્થળોએ બહિષ્કારના સૂર પણ સંભળાયા હતા. મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના મુદ્દે દેલા ગામના લોકોએ સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો, જેના કારણે બે કલાક સુધી એક પણ મત પડ્યો ન હતો. તેવી જ રીતે દાહોદના ગરબાડા તાલુકાના ગુગરડી ગામે ૭૮ વર્ષથી પાકા રસ્તાની સુવિધા ન મળતા ગ્રામજનોએ 'રસ્તો નહીં તો મત નહીં' ના નારા સાથે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.
મહેસાણાના દેલા ગ્રામજનોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
બે મતદાન મથકમાં એક પણ મત પડ્યો નહીં
મનપામાં સમાવવા અને જમીન બચાવવાની માગ
ચૂંટણી અધિકારીએ દેલામાં ગ્રામજનોને સમજાવ્યા
સમજાવટ બાદ પણ મતદારો મતદાનથી અળગા#Mehsana #DelaVillage #ElectionBoycott #ZeroVoting #GujaratElection2026… pic.twitter.com/Pri4re4tek
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે મતદાન કર્યું
April 26, 2026 10:57 am
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે દાસા પ્રાથમિક શાળા ખાતે સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઉભા રહીને પરિવાર સાથે મતદાન કર્યું હતું. લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરે પણ મતાધિકાર વાપર્યો હતો.
પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયદ્રથસિંહજી પરમારે મતદાન બાદ કરી અપીલ
April 26, 2026 10:57 am
પંચમહાલમાં હાલોલના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયદ્રથસિંહજી પરમારે કંજરી ખાતેના મતદાન મથકે પરિવાર સાથે મતદાન કરી 100 % મતદાનની વિનંતી કરી હતી.
ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મતદાન કર્યું
April 26, 2026 10:57 am
અમદાવાદ જિલ્લામાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પોતાના વતન સિંધરેજ ખાતે અને બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહે સરસપુર ખાતે મતદાન કર્યું હતું. બંને નેતાઓએ લોકોને શાંતિપૂર્ણ રીતે વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
બહુચરાજીના ઇન્દ્રપ બૂથ પર ટેકનિકલ સમસ્યાઓ
April 26, 2026 10:57 am
બહુચરાજીના ઇન્દ્રપ બૂથ પર ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી હતી. અહીં છેલ્લા બે કલાકથી ઈવીએમ (EVM) મશીન ખોટકાયેલું હોવાથી મતદાન પ્રક્રિયા અટકી પડી હતી. ચૂંટણી વિભાગ દ્વારા બે વાર મશીન બદલવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા કલાકોથી લાઈનમાં ઉભેલા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો.
મંત્રી Jitubhai Vaghani એ સપરિવાર મતદાન કર્યું
April 26, 2026 10:48 am
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે લોકશાહીના મહાપર્વનો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે જનતાના આશીર્વાદથી ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે ભાવનગરના તમામ નાગરિકોને લોકશાહીની મજબૂતી માટે 100 % મતદાન કરવા અને આ ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા માટે ખાસ અપીલ કરી હતી.
Bhavnagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકશાહીનું મહાપર્વ: કેબિનેટ મંત્રી Jitubhai Vaghani એ સપરિવાર મતદાન કરીને જનતાના આશીર્વાદથી ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને નાગરિકોને 100% મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા માટે કરી ખાસ અપીલ @jitu_vaghani #JituVaghani #Bhavnagar #AMCElection… pic.twitter.com/ciLhoVeLs3
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
લગ્ન મંડપે પહોંચતા પહેલા મતદાન મથકે પહોંચ્યા
April 26, 2026 10:21 am
બનાસકાંઠા જિલ્લામાં મતદાન પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીસાના પેછડાલ ગામના રાહુલ માજીરાણાએ લગ્ન મંડપે પહોંચતા પહેલા મતદાન મથકે પહોંચી વોટ આપીને નાગરિક તરીકેની ફરજ બજાવી હતી.
ધારાસભ્ય અનિકેત ઠાકર અને પ્રદેશ નેતા હિતેશ ચૌધરીએ કર્યુ મતદાન
April 26, 2026 10:21 am
પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને પ્રદેશ નેતા હિતેશ ચૌધરીએ ઢોલ-નગારા સાથે પરિવાર સહિત મતદાન કર્યું હતું અને લોકોને ગરમીથી બચવા વહેલી સવારમાં જ મતદાન કરી લેવા વિનંતી કરી હતી.
પહેલા મતદાન, પછી લગ્ન નો પ્રેરણાદાયી સંદેશ
April 26, 2026 10:21 am
રાજકોટના જેતપુરમાં ડેડરવા ગામની નવોઢા અવનીબેન દુધાત્રાએ લગ્નના શુભ મુહૂર્ત પહેલાં મતદાન કરી "પહેલા મતદાન, પછી લગ્ન"નો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. જોકે, રાજકોટ શહેરમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો; વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર મકબુક દાવદાણી સહિત 20 લોકોની 100 મીટરની મર્યાદામાં પ્રચાર કરવા બદલ પોલીસે અટકાયત કરી હતી.
પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ મતદાન
April 26, 2026 10:21 am
અમદાવાદમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વસ્ત્રાલની માધવ સ્કૂલ ખાતે અને ભાજપ પ્રવક્તા અનિલ પટેલે શીલજમાં મતદાન કર્યું હતું.
Ahmedabad માં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી Pradipsinh Jadeja એ કર્યું મતદાન; "આ રજાનો દિવસ નથી પણ શહેરના વિકાસનો દિવસ છે" તેમ કહી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા નાગરિકોને 100% વોટ આપવા કરી ખાસ અપીલ અને લોકશાહીના પર્વમાં સહભાગી થવા કર્યું આહવાન@PradipsinhGuj #PradipsinhJadeja… pic.twitter.com/ZNq6T73XMX
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે લોકોને આહવાન કર્યું
April 26, 2026 10:21 am
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે પણ મતદાન કરી પરિવર્તન માટે લોકોને આહવાન કર્યું હતું. મોરબીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવતી રિયા કાવરે વોર્ડ નંબર 9 માં વોટ આપીને યુવાનોને યોગ્ય ઉમેદવાર પસંદ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
બોચાસણ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો સંદેશ
April 26, 2026 10:21 am
આણંદ જિલ્લાના બોચાસણ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મોટી સંખ્યામાં મતદાન કરી ભારતીય સંસ્કૃતિ અને વિકાસને પ્રાથમિકતા આપવા સંદેશ આપ્યો હતો.
ધારાસભ્ય ભરત પટેલે પરિવાર સાથે મતદાન કર્યું
April 26, 2026 10:21 am
વલસાડમાં ધારાસભ્ય ભરત પટેલે પરિવાર સાથે મતદાન કર્યું હતું. અહીં સવારથી જ મતદાન મથકો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
રાજ્ય મંત્રી પી.સી. બરંડાએ મતદાન બાદ કરી અપીલ
April 26, 2026 10:21 am
અરવલ્લીમાં રાજ્ય મંત્રી પી.સી. બરંડાએ શામળાજીના વાકા ટીંબા ગામે પરિવાર સાથે મતદાન કરી વડાપ્રધાનના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી.
અરવલ્લીમાં મંત્રી પી.સી.બરંડાએ કર્યું મતદાન
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
શામળાજીના વાકા ટીંબા ખાતે વતનમાં કર્યું મતદાન
મંત્રી પી.સી.બરંડાએ પરિવાર સાથે મતદાન કર્યું
લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી#PCBaranda #Aravalli #Shamlaji #VakaTimba #GujaratElection2026 #VotingDay #Democracy #AravalliNews… pic.twitter.com/qv0XqPwwBC
મેઘરજમાં નવદંપતીએ મતદાન કરી જાગૃતિ ફેલાવી
April 26, 2026 10:21 am
મેઘરજમાં નવદંપતી પાર્થ અને દિયા સુથારે લગ્ન પૂર્વે મતદાન કરી જાગૃતિ ફેલાવી હતી. દ્વારકાના જામ દેવળિયા ગામે વરરાજા મિલનભાઈ ચેતરિયાએ પણ લગ્નના દિવસે જ મતદાન મથકે પહોંચી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
કેન્દ્રીય મંત્રી C.R. Paatil એ માતા સાથે મતદાન કર્યું
April 26, 2026 10:06 am
Surat ના ભટારમાં કેન્દ્રીય મંત્રી C.R. Paatil એ 89 વર્ષના માતૃશ્રી અને પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો; "પહેલા મતદાન પછી ચા" ની સુરતી પરંપરાને યાદ કરી નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અને પવિત્ર ફરજ નિભાવવા માટે કરી ખાસ અપીલ.
Surat ના ભટારમાં કેન્દ્રીય મંત્રી C.R. Paatil એ 89 વર્ષના માતૃશ્રી અને પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો; "પહેલા મતદાન પછી ચા" ની સુરતી પરંપરાને યાદ કરી નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અને પવિત્ર ફરજ નિભાવવા માટે કરી ખાસ અપીલ pic.twitter.com/hJ9KHSoOBH
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
April 26, 2026 10:03 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની શીલજ પ્રાથમિક શાળા ખાતે પોતાના પરિવાર સાથે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Ahmedabad ના Shilaj માં મુખ્યમંત્રી Bhupendrabhai Patel એ સપરિવાર કર્યું મતદાન; "લોકશાહીનો આ અમૂલ્ય અવસર છે" તેમ કહીને ગરમી અને રજાના દિવસ છતાં નાગરિકોને ઘરની બહાર નીકળી 100% મતદાન કરવા અને વિકાસની રાજનીતિને મજબૂત કરવા માટે કરી ખાસ અપીલ@CMOGuj @Bhupendrapbjp #BhupendraPatel… pic.twitter.com/Re3WroUaL3
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
ઉમેદવારે રાષ્ટ્રીય ગીત ગાઈને મતદાનની પ્રક્રિયા શરૂ કરાવી
April 26, 2026 10:03 am
મણિનગરમાં વોર્ડ નંબર 37 ના ઉમેદવારે જનસમુદાય સાથે રાષ્ટ્રીય ગીત ગાઈને મતદાનની પ્રક્રિયા શરૂ કરાવી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.
વાસણામાં કોંગ્રેસ ઉમેદવારની ફરિયાદ બાદ EVM મશીન બદલવામાં આવ્યું
April 26, 2026 10:03 am
અમદાવાદમાં આજે મતદાન દરમિયાન ટેકનિકલ ખામી અને દિગ્ગજોના મતદાનના સમાચાર જોવા મળ્યા છે. વાસણા વિસ્તારમાં આવેલી જી.બી. શાહ કોલેજના બૂથ નંબર 43માં EVM મશીનમાં ખામી સર્જાઈ હતી, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જીજ્ઞેશ જોષીની 2 નંબરની સ્વીચ કામ ન કરતી હોવાની લેખિત ફરિયાદ બાદ મશીન બદલવામાં આવ્યું હતું.
નવદંપતીએ લગ્નગ્રંથિથી જોડાયા પૂર્વે મતદાન કર્યું
April 26, 2026 10:03 am
અરવલ્લી જિલ્લાના મેઘરજમાં લોકશાહી પ્રત્યેની અતૂટ નિષ્ઠાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું. અહીં પાર્થ સુથાર અને દિયા સુથાર નામના નવદંપતીએ લગ્નગ્રંથિથી જોડાયા પૂર્વે મતદાન મથકે પહોંચીને વોટ આપ્યો હતો. આજે જ તેમના લગ્ન હોવા છતાં, લગ્નની વિધિઓ શરૂ કરતા પહેલા તેમણે નાગરિક તરીકેની ફરજ નિભાવી અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી.
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મતદાન કર્યું
April 26, 2026 10:03 am
પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેમના વતન મોઢવાડા ગામે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. ખાસ વાત એ હતી કે મંત્રી હોવા છતાં અર્જુન મોઢવાડિયામાં ભારે સાદગી જોવા મળી હતી; તેઓ કોઈપણ વિશેષ સુવિધા લીધા વગર અન્ય સામાન્ય મતદારોની જેમ લાઈનમાં ઊભા રહીને મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા.
ભાજપના ઉમેદવાર અસ્મિતા ઠુંમરે કર્યું મતદાન
April 26, 2026 10:03 am
જૂનાગઢની મેંદરડા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર અસ્મિતા ઠુંમરે મોટી ખોડિયાર ગામે પોતાના પતિ અને પૂર્વ પ્રમુખ હરેશ ઠુંમર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના પતિએ કરેલા વિકાસકામોને ધ્યાનમાં રાખીને જનતા તેમને વિજયી બનાવશે અને બાકી રહેલા તમામ કાર્યો તેઓ સાથે મળીને પૂર્ણ કરશે.
કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ કર્યું મતદાન
April 26, 2026 10:03 am
આણંદ જિલ્લાના જંત્રાલ ગામે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. તેઓ રામનગર પ્રાથમિક શાળા ખાતે પોતાની વયોવૃદ્ધ માતાને સાથે લઈને મતદાન કરવા પહોંચ્યા હતા. મંત્રીએ માતૃશક્તિના આશીર્વાદ સાથે વોટ આપ્યા બાદ જિલ્લાના તમામ લોકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા અપીલ કરી હતી.
મહેસાણામાં મંત્રી ઋષિકેશ પટેલે કર્યુ મતદાન
April 26, 2026 9:57 am
મહેસાણામાં મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરની શાળા નંબર 4 માં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. તેમણે જણાવ્યું કે ગમે તેવી પરિસ્થિતિ હોય, દેશના વિકાસ માટે મતદાન અનિવાર્ય છે. મહેસાણામાં જ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પોતાની વૃદ્ધ માતાને સાથે રાખી મતદાન કરવા પહોંચ્યા હતા. બહુચરાજીના ડેડાણા ગામે એક વરરાજાએ જાન લઈને નીકળતા પહેલા ઢોલ-નગારા સાથે મતદાન મથકે પહોંચી પોતાની નાગરિક ફરજ અદા કરી હતી.
સાંસદ રામભાઈ મોકરિયાએ અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ કર્યુ મતદાન
April 26, 2026 9:57 am
રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ વોર્ડ નંબર 8 માં અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ વોર્ડ નંબર 9 માં મતદાન કર્યું હતું.
વીરપુરમાં એક વરરાજાએ કર્યું મતદાન
April 26, 2026 9:57 am
યાત્રાધામ વીરપુરમાં એક વરરાજાએ પરણવા જતાં પહેલાં મતદાન કરી પવિત્ર ફરજ નિભાવી હતી. લોકશાહીના આ પર્વમાં ધર્માચાર્ય અને નેતાઓ સાથે જનતા પણ મોટી સંખ્યામાં જોડાઈ છે.
અમદાવાદમાં મારું બુથ મારો પરિવાર સૂત્ર સાર્થક થયું
April 26, 2026 9:57 am
અમદાવાદમાં "મારું બુથ મારો પરિવાર" સૂત્ર સાર્થક થતું જોવા મળ્યું હતું. ઠક્કરબાપાનગરમાં પરિવાર સાથે 500 જેટલા લોકો ઢોલના તાલે મતદાન કરવા નીકળ્યા હતા. જોધપુર વોર્ડમાં ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે મતદાન કરી લોકોને ગરમીથી બચવા બપોરે 12 વાગ્યા પહેલા મતદાન પૂર્ણ કરવા વિનંતી કરી હતી.
સુરતમાં યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ
April 26, 2026 9:57 am
સુરતમાં યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ વખત મતદાન કરતી યુવતીઓએ સ્થાનિક વિસ્તારના વિકાસની આશા સાથે વોટ આપ્યો હતો. બીજી તરફ, સાંસદ પ્રભુભાઈ વસાવાએ પરિવાર સાથે માંડવી નગરના વોર્ડ નંબર 6 માં મતદાન કર્યું હતું.
વડોદરા માતાએ 4 માસના બાળકને તેડીને મતદાન કર્યું
April 26, 2026 9:57 am
વડોદરાના ફતેપુરામાં એક માતાએ પોતાના 4 માસના બાળકને તેડીને મતદાન કરી જાગૃતિનો સંદેશ આપ્યો હતો. પંચમહાલના કાતોલ ગામમાં કન્યા હર્ષિતા પરમારે સપ્તપદીના ફેરા પૂર્વે મતદાન કરી સામાજિક જવાબદારી નિભાવી હતી. ગોધરામાં રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારે પરિવાર સાથે શાંતિ ગુજરાતી મિશ્ર શાળા ખાતે વોટ આપ્યો હતો.
Vadodara: 4 માસના માસૂમ બાળકને કેડમાં તેડી માતા પહોંચી મતદાન મથકે! | Gujarat First
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
વડોદરામાં જાગૃત માતાએ 4 માસના બાળક સાથે કર્યું મતદાન
ફતેપુરા વિસ્તારની શાળામાં મતાધિકારનો ઉપયોગ કર્યો
માસૂમ બાળકને કેડમાં તેડીને લોકશાહીનું પર્વ ઉજવ્યું
મહિલાએ મતદાન જાગૃતિનો અનેરો સંદેશ પાઠવ્યો… pic.twitter.com/1YK0AL9YCz
મોરબીના ચરાડવા ગામે 104 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન
April 26, 2026 9:57 am
મોરબીના ચરાડવા ગામે 104 વર્ષના વૃદ્ધા કાશીબેન માકાસણાએ મતદાન કરી લોકશાહીની મજબૂતીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Morbi ના Charadva ગામે 104 વર્ષના વૃદ્ધા Kashiben Makasana એ વ્હીલચેર પર બેસીને કર્યું મતદાન; લોકશાહીના મહાપર્વમાં મતાધિકારનો ઉપયોગ કરી યુવા પેઢીને પવિત્ર ફરજ નિભાવવા માટે આપ્યો પ્રેરણાદાયી સંદેશ#KashibenMakasana #Morbi #Charadva #GujaratElection2026 #VotingDay #Democracy… pic.twitter.com/5KYKb1qt51
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
બોટાદમાં વાજતે-ગાજતે મતદાન કરવા પહોચ્યાં
April 26, 2026 9:57 am
બોટાદના માંડવધાર ગામે વરરાજા અવિનાશ પરમારે જાન લઈને નીકળતા પૂર્વે પરિવાર સાથે વાજતે-ગાજતે મતદાન કર્યું હતું.
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પત્ની સાથે મતદાન કર્યું
April 26, 2026 9:57 am
વલસાડના કપરાડા અને નાનાપોંઢામાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પત્ની સાથે મતદાન કરી ઊંચા મતદાનની અપીલ કરી હતી.
કેબિનેટ મંત્રી નરેશ પટેલે લોકોને પ્રોત્સાહિત કર્યા
April 26, 2026 9:57 am
નવસારીના માજીગામમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે બૂથ નંબર 3 માં મતદાન કરી ગરમી છતાં લોકોને બહાર આવી લોકશાહીના પર્વને ઉજવવા પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રી પ્રવિણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે કર્યુ મતદાન
April 26, 2026 9:57 am
બનાસકાંઠામાં મંત્રી પ્રવિણ માળીએ ડીસામાં અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે બીયોક પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. દાહોદમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેએ પરિવાર સાથે ITI મતદાન મથક પર જઈ મતાધિકાર વાપર્યો હતો. અમરેલીમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ દેવરાજીયા ગામે સજોડે મતદાન કરી વિકાસ માટે ભાજપ તરફી માહોલ હોવાનો દાવો કર્યો હતો.
કચ્છમાં સચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે મતદાન કર્યુ
April 26, 2026 9:57 am
કચ્છની અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં સચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે મતદાન કર્યુ. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ પણ પરિવાર સાથે પાલીયા ગામે ઠંડા પહોરમાં મતદાન કર્યું હતું. તમામ સ્થળોએ વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના ગામમાં કર્યુ મતદાન
April 26, 2026 9:46 am
વાવ-થરાદ પંથકમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના વતન અબાસણામાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે અબાસણા રાજનગર પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથક પર પહોંચીને વોટ આપ્યો હતો. આ તકે ગેનીબેન ઠાકોરે તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને વધુમાં વધુ મતદાન કરવા માટે નમ્ર અપીલ પણ કરી હતી.
Vav-Tharad: સાંસદ Geniben Thakor એ વતનમાં કર્યું મતદાન! જુઓ લોકશાહીના પર્વની ખાસ ઝલક@GenibenThakor #GenibenThakor #Banaskantha #Vav #Tharad #Abasana #GujaratElection2026 #VotingDay #Democracy #MPBanaskantha #GujaratFirst #BreakingNews #LocalBodyPolls pic.twitter.com/rEl99fU5cP
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
મતદાન બાદ DyCM હર્ષભાઈ સંઘવીનું વેધક નિવેદન
April 26, 2026 9:37 am
સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કેન્દ્રીય વિદ્યાલય ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં સિનિયર સિટિઝન્સ માટેની ખાસ સગવડોનો પણ સમાવેશ થાય છે. હર્ષભાઈએ ગુજરાતના નાગરિકોને 'ટીમ ગુજરાત' તરીકે સંબોધતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જે લોકો ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને આ જાગૃત ટીમ ગુજરાત મતાધિકારના માધ્યમથી યોગ્ય પાઠ ભણાવશે.
Surat: DyCM Harshbhai Sanghavi એ Kendriya Vidyalaya ખાતે સપરિવાર કર્યું મતદાન
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
"ટીમ ગુજરાત" અને રાજ્યના નાગરિકો સાથે મળીને આજે એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે”
“ગરમીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ORS, છાશ અને લીંબુ પાણી જેવી ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે”
“ચાલી ન શકતા સિનિયર… pic.twitter.com/MYl8fQf1iZ
કોંગ્રેસના ઉમેદવાર RJ Abha એ મતદાન કરીને નાગરિકોને કરી ખાસ અપીલ
April 26, 2026 9:31 am
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે લોકશાહીના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર આર.જે. આભાએ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે તેમણે નાગરિકોને પોતાની આ પવિત્ર ફરજ અચૂકપણે નિભાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો અને શહેરના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા માટે એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. સવારથી જ રાજકોટના વિવિધ મતદાન મથકો પર મતદારોની જાગૃતિ અને લાંબી કતારો લોકશાહીની મજબૂતીના દર્શન કરાવી રહી છે.
RJ Abha Voting Rajkot RMC Election 2026
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
Rajkot મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકશાહીના પર્વનો અનેરો ઉત્સાહ: કોંગ્રેસના ઉમેદવાર RJ Abha એ વહેલી સવારે મતદાન કરીને નાગરિકોને પોતાની પવિત્ર ફરજ અચૂક નિભાવવા માટે કરી ખાસ અપીલ અને શહેરના વિકાસમાં સહભાગી થવા માટે આપ્યો પ્રેરણાદાયી સંદેશ… pic.twitter.com/iOe61QF1Hk
રાજકોટમાં ધાર્મિક અગ્રણીઓ મતદાન કરવા પહોંચ્યા
April 26, 2026 9:20 am
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગમાં ધાર્મિક અગ્રણીઓએ પણ હાજરી આપી છે. હિન્દુ ધર્માચાર્ય સભાના સંયોજક સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ વોર્ડ નંબર 9 માં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજકોટમાં સવારથી જ વિવિધ ક્ષેત્રના લોકો મતદાન માટે ઉમટી પડ્યા છે.
પાટણમાં મતદારોની લાંબી કતારો
April 26, 2026 9:20 am
પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયતની 32, તાલુકા પંચાયતની 167 બેઠકો તેમજ પાટણ અને સિદ્ધપુર નગરપાલિકા માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. અહીં વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને વયોવૃદ્ધ મહિલાઓ અને દિવ્યાંગ મતદારો પણ ભારે ઉત્સાહ સાથે બૂથ સુધી પહોંચીને પોતાનો વોટ આપી રહ્યા છે.
વિજાપુરમાં જાણીતા સિંગર નેહા સુથારે કર્યું મતદાન
April 26, 2026 9:20 am
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં જાણીતા સિંગર નેહા સુથારે મતદાન કરીને નાગરિકોમાં આકર્ષણ જગાવ્યું હતું. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા સીટના ભાજપના ઉમેદવારે સરદાર હાઈસ્કૂલના બૂથ નંબર 3 માં મતદાન કર્યું હતું અને જંગી મતોથી જીત મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં વધુ વોટ આપી સરકારને મજબૂત કરવા મતદારોને આહવાન કર્યું હતું.
મહેસાણાના વિજાપુરમાં સિંગર નેહા સુથારે કર્યું મતદાન
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
ફુદેડા બેઠકના ભાજપ ઉમેદવારે મતાધિકાર વાપર્યો
સરદાર હાઈસ્કૂલના બુથ નંબર 3માં કર્યું મતદાન
સિંગર નેહા સુથારે જંગી મતોથી જીતનો દાવો કર્યો#MehsanaElection #GujaratElection2026 #NehaSuthar #Vijapur #VotingDay #BJP #CivicPolls… pic.twitter.com/HqVKtx53Zn
સાબરકાંઠામાં ધારાસભ્યો અને અગ્રણીઓએ મતદાન કર્યું
April 26, 2026 9:20 am
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ધારાસભ્યો અને અગ્રણીઓએ વહેલી સવારથી મતદાન કર્યું છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણલાલ વોરાએ ઈડર ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ગજેન્દ્રસિંહ પરમારે તેમના વતન વક્તાપુર ગામે પહોંચીને મતદાન કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મતદાન કર્યું
April 26, 2026 9:20 am
સુરત મહાનગરપાલિકા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.
શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ મતદાન કર્યું
April 26, 2026 9:20 am
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ જોધપુરની રવિશંકર વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે ગરમી વધે તે પહેલાં, એટલે કે બપોરે 12 વાગ્યા પૂર્વે જ જંગી મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ કર્યું મતદાન
April 26, 2026 9:20 am
પોરબંદર જિલ્લામાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ મતદાન મથક પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જ ભાજપ શહેર પ્રમુખ અને મનપાના ઉમેદવાર સાગર મોદીએ રૂપાળીબા કન્યા શાળા ખાતે પોતાનો વોટ આપી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો.
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ કર્યું મતદાન
April 26, 2026 9:08 am
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકો ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ વોર્ડ નંબર 10ના ઉમેદવાર સાથે મતદાન કર્યું હતું અને વિજયભાઈને યાદ કરી ભાવુક થયા હતા.
Anjaliben Rupani Voting Election
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેને કર્યું મતદાન
મતદાન બાદ અંજલીબેન વિજયભાઈને યાદ કરી થયા ભાવુક
અંજલીબેને વોર્ડ નંબર 10ના ઉમેદવાર ઘનશ્યામ હેરભા સાથે કર્યું મતદાન#AnjalibenRupani #VijayRupani #Rajkot #RMCElection… pic.twitter.com/JvhcIBec2R
ધારાસભ્ય ઉદય કાનગડ અને ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
April 26, 2026 9:08 am
ધારાસભ્ય ઉદય કાનગડ અને ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પણ મતાધિકારનો ઉપયોગ કરી ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જામનગરમાં લગ્નના બંધનમાં બંધાતા પૂર્વે મતદાન
April 26, 2026 9:08 am
જામનગરમાં લોકશાહીના જતન માટે નવોઢા મીરાબેન પરમારે લગ્નના બંધનમાં બંધાતા પૂર્વે મતદાન કરીને પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે અન્ય નાગરિકોને પણ દેશના વિકાસ માટે ફરજ બજાવવા અપીલ કરી હતી.
ધારાસભ્ય જયેશ રાદડિયાએ મતદાન કરી મતદારોને જાગૃત કર્યા
April 26, 2026 9:08 am
જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ પોતાની તાલુકા શાળા ખાતે મતદાન કરી મતદારોને જાગૃત કર્યા હતા.
ખેડા અને વડોદરામાં સાધુ-સંતોનું મતદાન
April 26, 2026 9:08 am
ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના આશરે 600 જેટલા સાધુ-સંતોએ મતદાન કર્યું હતું, જેમાં 92 વર્ષના વયોવૃદ્ધ સંતે વ્હીલચેરમાં આવીને મતદાન કર્યું હતું. વડોદરામાં પણ BAPS સ્વામિનારાયણ મંદિરના 50થી વધુ સંતોએ ટ્રી હાઉસ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું અને હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરનારાઓને મત આપવા અપીલ કરી હતી.
બનાસકાંઠા વાવ-થરાદ અને ડીસામાં અનોખા દ્રશ્યો
April 26, 2026 9:08 am
બનાસકાંઠામાં જાગૃતિના અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે. ડીસાના થેરવાડા ગામમાં વરરાજા દીપક ચૌહાણે જાન પ્રસ્થાન થાય તે પહેલાં મતદાનની ફરજ નિભાવી હતી. બીજી તરફ, વાવ-થરાદ વિસ્તારમાં સાંસદ ગેનીબેન ઠાકોરે અબાસણા રાજનગર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું અને વધતી ગરમી વચ્ચે પણ લોકોને બહાર નીકળી મતદાન કરવા વિનંતી કરી હતી.
Banaskantha: Tharad: લગ્ન પહેલા વરરાજા પહોંચ્યા મતદાન મથકે! Bhachar ગામની પ્રેરણાદાયી ઘટના#Banaskantha #Tharad #Bhachar #GroomVoting #GujaratElection2026 #Democracy #Inspiration #VotingDay #GujaratFirst #LocalBodyPolls #BreakingNews pic.twitter.com/FQY8ydJD3X
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
સાંસદ ચંદુભાઈ શિહોરાએ મતદાન કર્યું
April 26, 2026 9:08 am
સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાએ પોતાના ગામ કેદારિયા ખાતે મતદાન કર્યું હતું. અહીં હળવદમાં 20 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતની બેઠકો માટે જંગ જામ્યો છે. ગરમીથી બચવા માટે સિનિયર સિટીઝન મતદારોએ સવારના ઠંડા પહોરમાં જ મતદાન કરવાનું પસંદ કર્યું હતું.
પૂર્વ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે વિકાસલક્ષી ઉમેદવારોને જીતાડવા અનુરોધ કર્યો
April 26, 2026 9:08 am
મહીસાગરના સંતરામપુરમાં પૂર્વ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે ભંડારા ગામ ખાતેથી મતદાન કરી વિકાસલક્ષી ઉમેદવારોને જીતાડવા અનુરોધ કર્યો હતો. તાપી જિલ્લામાં પદ્મશ્રી રમીલાબેન ગામીતે સોનગઢના ટપરવાડા ગામે મતદાન કરી ગ્રામીણ મતદારોને પ્રોત્સાહિત કર્યા હતા.
ગાંધીનગરમાં મતદારોની લાંબી કતારો
April 26, 2026 9:08 am
ગાંધીનગરના શેરથા ગામ અને અડાલજ બેઠક પર પુરુષોની સાથે મહિલા મતદારોની પણ લાંબી કતારો જોવા મળી હતી.
મહેસાણામાં ઈવીએમ (EVM) મશીન ખોટવાતા મતદારોએ ભારે હાલાકી
April 26, 2026 9:08 am
મહેસાણામાં વોર્ડ નંબર 6 ની સાર્વજનિક સ્કૂલના મતદાન કેન્દ્ર પર ઈવીએમ (EVM) મશીન ખોટવાતા મતદારોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી
April 26, 2026 9:08 am
નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી ચૂંટણીમાં વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓએ સાથે મળીને મતદાન કર્યું હતું.
અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ કર્યું મતદાન
April 26, 2026 9:08 am
અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ જરખિયા ગામે મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો.
મંત્રી રમેશ કટારાએ મતદાન કર્યું
April 26, 2026 9:08 am
દાહોદમાં મંત્રી રમેશ કટારાએ હિંગલા ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પૂર્વ ધારાસભ્ય સેજલ પંડ્યાએ પરિવાર સાથે મતદાન કર્યું
April 26, 2026 9:08 am
ભાવનગરમાં પણ પૂર્વ ધારાસભ્ય સેજલ પંડ્યાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું.
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ કર્યુ મતદાન
પરિવાર સાથે સેજલબેન પંડ્યાએ મતદાન કર્યુ#BhavnagarElection #GujaratElection2026 #SejalbenPandya #VotingDay #CivicPolls #DemocracyInAction #VoterAwareness #ElectionUpdate… pic.twitter.com/UZQZPmrro1
આણંદમાં કમલેશ પટેલે ખાનપુરમાં મતદાન કર્યું
April 26, 2026 9:08 am
આણંદમાં કમલેશ પટેલે ખાનપુરમાં મતદાન કર્યું
આણંદ: EVM માં ખામી
April 26, 2026 8:34 am
આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં શરૂઆતી તબક્કે જ વિઘ્ન જોવા મળ્યું હતું. કરમસદની સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે ઈવીએમ (EVM) મશીનમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા અટકી પડી હતી. પ્રથમ વખત મહાનગરપાલિકા તરીકે મતદાન કરવા આવેલા મતદારોએ લાંબો સમય સુધી લાઈનમાં ઉભા રહી મશીન રીપેર થવાની રાહ જોવી પડી હતી.
વાવ અને થરાદ: વરરાજાએ કર્યું મતદાન
April 26, 2026 8:34 am
બનાસકાંઠાના થરાદમાં લોકશાહીની જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. થરાદના ભાચર ગામે એક વરરાજા લગ્નના મંડપે પહોંચતા પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાનો વોટ આપ્યો હતો. કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો સવારથી જ ઠંડા વાતાવરણમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમાં સિનિયર સિટીઝન દંપતીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચ: અંધારામાં મતદાન
April 26, 2026 8:34 am
ભરૂચ શહેરના ઈકરા બૂથ પર મતદાન દરમિયાન ટેકનિકલ મુશ્કેલી સર્જાઈ હતી. વીજળી ગુલ થઈ જવાને કારણે મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી, પરંતુ લોકશાહી પ્રત્યેની નિષ્ઠાને કારણે મતદારોએ મીણબત્તી અને ટોર્ચના પ્રકાશમાં પોતાનું મતદાન ચાલુ રાખ્યું હતું.
Bharuch ના Ikra મતદાન મથક પર વીજળી ગુલ થતા સર્જાયો અંધકાર: મીણબત્તી અને મોબાઈલ ટોર્ચના અજવાળે મતદારોએ ઉત્સાહભેર કર્યું મતદાન, અસુવિધા વચ્ચે પણ લોકશાહીનું પર્વ ઝળહળ્યું અને લોકોએ મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરીને અનોખો દાખલો બેસાડ્યો#BharuchNews #IkraPollingStation #PowerOutage… pic.twitter.com/W6uDXcJltM
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
અમદાવાદ: જાગૃત મતદારો અને યુવા ઉત્સાહ
April 26, 2026 8:34 am
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. 86 વર્ષના એક અશક્ત વૃદ્ધે મતદાન કરી સંદેશ આપ્યો હતો કે "100 વર્ષની ઉંમરે પણ મતાધિકાર વાપરવો જોઈએ." યુવાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેમાં ખાસ કરીને કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા એક યુવાને જોધપુર વિસ્તારમાં આવીને પોતાનો પ્રથમ વોટ આપ્યો હતો.
Ahmedabad: 86 વર્ષના અશક્ત વૃદ્ધે
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
ઉત્સાહભેર કર્યું મતદાન | Gujarat First
અમદાવાદમાં મનપાની ચૂંટણી માટે જામ્યો મતદાનનો માહોલ
86 વર્ષના અશક્ત વૃદ્ધે ઉત્સાહભેર કર્યું મતદાન
100 વર્ષે પણ મતદાન કરવું જરૂરી હોવાનો સંદેશ
મત આપવો એ દરેક નાગરિકનો પવિત્ર અધિકાર
લોકો વધુ મતદાન કરે તેવી… pic.twitter.com/NFdzEMqX2w
રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામ ગામીતે કર્યું મતદાન
April 26, 2026 8:34 am
તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામ ગામીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેની સાથે જ ધારાસભ્ય મોહન ઢોડિયાએ પણ પરિવાર સાથે વાલોડ તાલુકાના ધામણીયા ગામે મતદાન કર્યું હતું. બીજી તરફ, વલસાડ જિલ્લાના ઉમરગામમાં ધારાસભ્ય રમણભાઈ પાટકારે પરિવાર સાથે મતદાન મથકે પહોંચી વોટ આપ્યો હતો અને ભાજપની જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદમાં ભાજપના ઉમેદવાર દેવાંગ દાણીએ કર્યુ મતદાન
April 26, 2026 8:22 am
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બોડકદેવ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર દેવાંગ દાણીએ આજે પોતાનું મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દેવાંગ દાણી ગત બોડીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. મતદાન બાદ તેમણે મનપામાં ભાજપની ભવ્ય જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
અરવલ્લીમાંપૂર્વ આઇપીએસ મનોજ નિનામાએ કર્યું મતદાન
April 26, 2026 8:22 am
અરવલ્લી જિલ્લાની ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ આઈપીએસ (IPS) મનોજ નિનામાએ શામળાજીના જાબ ચિતરીયા ગામે મતદાન કર્યું હતું. પોલીસ સેવામાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ રાજકારણમાં સક્રિય થયા છે. તેમણે આ તકે લોકોને લોકશાહીના પર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
અરવલ્લીમાં લોકશાહીના પર્વ વચ્ચે જોવા મળ્યો ઉત્સાહ
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
મેઘરજના રખાપુર મથકે વરરાજાએ કર્યું પવિત્ર મતદાન
લગ્ન પહેલા મતાધિકારનો ઉપયોગ કરી આપી પ્રાધાન્ય
વરરાજાએ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી#AravalliElection #Meghraj #Rakhapur #VotingDay #GujaratElection2026 #gujaratpolitics… pic.twitter.com/8TYH7k3IOy
છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા કર્યું મતદાન
April 26, 2026 8:22 am
છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ આજે પાલીયા ગામે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. પાલીયા ગામના મતદાન મથક પર વહેલી સવારથી જ ઠંડા પહોરમાં મતદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
છોટાઉદેપુર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ કર્યું મતદાન
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
પ્રમુખે પરિવાર સાથે પાલીયા ગામે આપ્યો વોટ
જિલ્લા ભાજપ પ્રમુખે લોકશાહીના પર્વની કરી ઉજવણી#ChhotaUdepur #UmeshbhaiRathwa #gujaratpolitics #localbodyelection #sthanikswarajelection #Live #gujaratlocalbodypolls… pic.twitter.com/iAHjSIp9uK
બહુચરાજી નગરપાલિકાનું સૌ પ્રથમવાર મતદાન
April 26, 2026 8:22 am
મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં આજે નગરપાલિકાનું સૌ પ્રથમવાર મતદાન યોજાઈ રહ્યું છે. અહીં 6 વોર્ડની 24 બેઠકો માટે 9,526 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. બીજી તરફ, રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણાના લાખવડ પગાર કેન્દ્ર પર પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. સવારથી જ અહીં મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.
ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ અનોખી શૈલીમાં મતદાન કરવા પહોંચ્યા
April 26, 2026 8:22 am
ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ આજે અનોખી શૈલીમાં મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ ઢોલ-નગારાના નાદ સાથે પોતાના સમર્થકો સાથે વતન જૂની સાંકળી ગામે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે મતદાન કર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તમામ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.
વોર્ડ નં ૩ માં કાંતિલાલ અમૃતિયાએ મતદાન કર્યું
April 26, 2026 8:22 am
મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે, જેમાં 177 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય મંત્રી અને ભાજપના અગ્રણી કાંતિલાલ અમૃતિયાએ વોર્ડ નંબર 3 માં પોતાનો વોટ આપ્યો હતો. મતદાન બાદ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિજય થશે.
સાંસદ પરષોત્તમ રૂપાલાએ કર્યું મતદાન
April 26, 2026 8:12 am
અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારે 7 વાગ્યાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. સાંસદ પરષોત્તમ રૂપાલાએ તેમના વતન ઈશ્વરીયા ગામે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ તકે તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે સૂર્ય તપે અને ગરમી વધે તે પહેલાં જ વધુમાં વધુ લોકો મતદાન કરી લે. જોકે, જિલ્લામાં અત્યારે મતદાનની શરૂઆત પ્રમાણમાં ધીમી જોવા મળી રહી છે.
Gujarat Local Body Election 2026 : Parshottambhai Rupala એ વતન ઈશ્વરીયા ગામે કર્યું મતદાન । Gujarat First
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજનું મતદાન
પરષોત્તમભાઈ રૂપાલાએ વતન ઈશ્વરીયા ગામે કર્યું મતદાન
પરષોત્તમભાઈએ મતદારોને મતદાન કરવા અપીલ કરી@PRupala #AmreliElection… pic.twitter.com/jk8e9pDFbb
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ કર્યું મતદાન
April 26, 2026 8:12 am
ખેડા જિલ્લામાં આજે જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને નડિયાદ મહાનગરપાલિકા માટે મતદાન યોજાઈ રહ્યું છે. નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ આજે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 13 વોર્ડની 52 બેઠકો માટે જંગ જામ્યો છે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ નગર પ્રાથમિક શાળા નંબર 1 ખાતે મતદાન કર્યું હતું અને તમામ 52 બેઠકો પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
રાજકોટમાં દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન
April 26, 2026 8:12 am
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓએ હાજરી આપી છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પોતાનો કિંમતી વોટ આપી ભાજપની જીતનો ભરોસો જતાવ્યો હતો. આ સાથે જ ભાજપના ધારાસભ્ય દર્શિતાબેન શાહે પણ પોતાના પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજકોટમાં સવારથી જ મતદાનને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
ભાજપના પ્રદેશ અગ્રણી જગદીશભાઈ વિશ્વકર્માએ કર્યું મતદાન
April 26, 2026 8:12 am
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના પ્રદેશ અગ્રણી જગદીશભાઈ વિશ્વકર્માએ વિશેષ ઉત્સાહ બતાવ્યો હતો. તેઓ પોતાના ઘરેથી ઢોલ-નગારાના નાદ સાથે અને મોટી સંખ્યામાં સમર્થકોને સાથે લઈને મતદાન કરવા માટે નીકળ્યા હતા અને મતદાન કર્યું હતું. અમદાવાદના વિવિધ વોર્ડમાં મતદારોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
Jagdish Vishwakarma Voting Ahmedabad Nikol 2026
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
ઢોલ-નગારાના તાલે મતદાન! મંત્રી જગદીશ વિશ્વકર્માએ સપરિવાર આપ્યો વોટ, જુઓ ભવ્ય ઉજવણી@iJagdishBJP @BJP4Gujarat #JagdishVishwakarma #Ahmedabad #Nikol #VotingDay #GujaratElection2026 #Democracy #Development #VoteForIndia #BreakingNews… pic.twitter.com/pfa8cH9suf
જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ કર્યું મતદાન
April 26, 2026 8:12 am
જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ આજે પોતાના પરિવાર સાથે મતદાન મથક પર પહોંચીને મતદાન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે વિજેતા બનશે. આ સાથે તેમણે જામનગરના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી.
ગાંધીનગરમાં મતદારોનો ભારે ઉત્સાહ
April 26, 2026 8:12 am
ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી અંતર્ગત ઉવારસદ બેઠક પર મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉવારસદ ગામના મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી છે. ગ્રામજનો મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડતા લોકશાહીના પર્વ જેવો માહોલ સર્જાયો છે.
પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ મતદાન કર્યું
April 26, 2026 7:48 am
મોરબીમાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ નીલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. તેમણે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 માટે પોતાનો કિંમતી વોટ આપી નાગરિકોને લોકશાહીને મજબૂત બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
વિરમગામ શહેરમાં મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ ટેકનિકલ અડચણો
April 26, 2026 7:48 am
વિરમગામ શહેરમાં પણ મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ ટેકનિકલ અડચણો જોવા મળી હતી. વોર્ડ નંબર 7 માં કે.બી. શાહ વિનય મંદિર ખાતે ઈવીએમ મશીન ખોટકાતા મતદાન પ્રક્રિયા થોડા સમય માટે અટકી પડી હતી, જેને કારણે મતદારોને થોડી અગવડતા પડી હતી.
સુરતમાં રાજકીય મહાનુભાવોએ વહેલી સવારથી જ મતદાન કર્યું
April 26, 2026 7:48 am
સુરતમાં રાજકીય મહાનુભાવોએ વહેલી સવારથી જ મતદાન કર્યું હતું. માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ તેમના વતન ઝરીમોર ગામની પ્રાથમિક શાળામાં સૌથી પહેલો વોટ નાખ્યો હતો. બીજી તરફ, સુરત મહાનગરપાલિકા માટે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે મતદાન કરી લોકોને મતદાનની અપીલ કરી હતી. કુંવરજી હળપતિએ ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામ ગામીતે કર્યું મતદાન
April 26, 2026 7:47 am
તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામ ગામીતે ઉચ્છલ તાલુકાના સાકરદા ગામની શાળામાં જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે નાગરિકોને લોકશાહીના પર્વમાં સહભાગી થઈ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાનનો પ્રારંભ
April 26, 2026 7:47 am
સુરેન્દ્રનગર જિલ્લામાં સવારે 07:00 વાગ્યાથી જ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની 49 બેઠકો, જિલ્લા પંચાયતની 32 બેઠકો, 10 તાલુકા પંચાયતની 173 બેઠકો અને 5 નગરપાલિકાની 85 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. સવારથી જ તમામ કેન્દ્રો પર મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરાના માંજલપુરમાં ઈવીએમ મશીન ખોટકાયું
April 26, 2026 7:47 am
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલના રૂમ નંબર 30માં ઈવીએમ મશીન ખોટકાયું હોવાના સમાચાર મળ્યા છે. વહેલી સવારથી લાઈનમાં ઉભેલા મતદારો સમય વેડફાતા અકળાયા હતા. આ ટેકનિકલ ખામીને સુધારવા માટે ચૂંટણી અધિકારીઓ સતત પ્રયત્નશીલ જોવા મળ્યા હતા.
ભરૂચમાં મતદાન મથકો ઉપર મતદારો મતદાન કરવા પહોંચ્યા
April 26, 2026 7:47 am
ભરૂચમાં જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓ માટે મતદાન શરૂ થઈ ગયું છે. જિલ્લાના કુલ 10.86 લાખ મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ બંબાખાના નજીકના મથક પર મતદાન કરી લોકોને વોટ આપવા અપીલ કરી હતી. નોંધનીય છે કે, નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ ઉમેદવારોના 4 બટન દબાવ્યા બાદ અંતિમ રજીસ્ટ્રેશનનું બટન દબાવવું ફરજિયાત રાખવામાં આવ્યું છે.
ભાવનગરમાં મતદાન પ્રક્રિયા ખોરવાઈ
April 26, 2026 7:47 am
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કેટલીક ટેકનિકલ ખામીઓ સામે આવી છે. શહેરના વોર્ડ નંબર 8 ના બૂથ નંબર 12 પર ઈવીએમ (EVM) મશીન અચાનક બંધ થઈ જતાં મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી. મશીન ખોટકાતા કેન્દ્ર પર હાજર અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
ભાવનગરમાં વોર્ડ નંબર 8નું EVM મશીન ખોટકાયું
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
બુથ નંબર 12 પર મતદાન પ્રક્રિયા અટકી
EVM બંધ થતા ચૂંટણી અધિકારીઓમાં મચી દોડધામ#Bhavnagar #Ward8 #EVMIssue #EVMFault #VotingDisruption #PollingBooth #ElectionUpdate #GujaratElection #CivicPolls #BreakingNews #IndiaVotes… pic.twitter.com/rMh4tDeWQL
કોંગ્રેસ ઉમેદવાર RJ આભાએ મતદાન કર્યુ
April 26, 2026 7:47 am
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર આર.જે. આભાએ વહેલી સવારે પોતાનું મતદાન કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, "અમે અમારું કામ પૂર્ણ કર્યું છે, હવે જનતા પોતાની ફરજ નિભાવે તે જરૂરી છે."
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવસારીમાં કર્યું મતદાન
April 26, 2026 7:19 am
નવસારી શહેરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવસારી ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીના આ પર્વમાં વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા છે, જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝન મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ મતદારોમાં જોવા મળી રહેલો આ અનેરો ઉત્સાહ જાગૃત નાગરિક હોવાની પ્રતીતિ કરાવી રહ્યો છે.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કર્યું મતદાન
April 26, 2026 7:19 am
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાપર્વ નિમિત્તે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ વિછીયા ઉગમણી બારી બૂથ મથક ખાતે પોતાના પરિવાર સાથે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે તેમણે લોકશાહીને મજબૂત બનાવવા માટે વધુમાં વધુ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. સાથે જ, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય પ્રાપ્ત થશે.
કચ્છ જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે મતદાન શરૂ
April 26, 2026 7:07 am
કચ્છ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન પ્રક્રિયાનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે, જેમાં જિલ્લા પંચાયતની 37 બેઠકો સહિત વિવિધ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે ગાંધીધામ મહાનગરપાલિકાની 51 બેઠકો, ભુજની 38, માંડવીની 36, મુન્દ્રાની 28 અને નખત્રાણાની 26 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે, સાથોસાથ અંજારમાં પણ મતદાનની કામગીરી ચાલુ છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો ભુજની 30, રાપરની 24, અંજારની 19, મુન્દ્રા અને નખત્રાણાની 18-18, માંડવીની 17 તેમજ ભચાઉ અને લખપતની 16-16 બેઠકો માટે મતદારો પોતાનો મતાધિકાર વાપરી રહ્યા છે. ખાસ કરીને માધાપર જેવા વિસ્તારોમાં સવારથી જ મતદારોની ભારે ભીડ અને લાંબી કતારો જોવા મળી રહી છે.
અમદાવાદ મનપાની ચૂંટણી માટે મતદાન
April 26, 2026 7:07 am
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયાનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે, જેમાં શહેરના ઠક્કરબાપાનગર વોર્ડમાં સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે ભાજપના અગ્રણી અને રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ મતદાન કરવાના છે. શહેરીજનોમાં પોતાના પ્રતિનિધિઓ ચૂંટવા માટે ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે અને વિવિધ મતદાન કેન્દ્રો પર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
ભાજપના ઉમેદવાર હિતેશ બારોટે કર્યું મતદાન
હિતેશ બારોટે પરિવાર સાથે થલતેજની શાળામાં કર્યું મતદાન
થલતેજની અનુપમ પ્રાથમિક શાળામાં હિતેશ બારોટે આપ્યો વોટ#AhmedabadElection #AMC #HiteshBarot #VotingDay #Thaltej #BJP #GujaratElection #Democracy… pic.twitter.com/LGAS4AlyaJ
અમદાવાદ મનપાના મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
April 26, 2026 7:07 am
અમદાવાદ મહાનગરપાલિકાના મતદારોમાં લોકશાહીના આ પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જોધપુર ગામ જેવા વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો દ્રશ્યમાન થઈ રહી છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃતતા દાખવી રહ્યા છે, જેના કારણે સવારના સમયથી જ મતદાન પ્રક્રિયામાં ભારે વેગ જોવા મળી રહ્યો છે.
Gujarat Local Body Election 2026 : રાજ્યભરમાં સ્થાનિક ચૂંટણી માટે મતદાનની શરૂઆત । Gujarat First#GujaratElection #LocalBodyElection #VotingDay #Election2026 #DemocracyInAction #GujaratVotes #PollingBooth #ElectionUpdate #SecureVoting #ElectionCommission #VoterTurnout #IndiaVotes… pic.twitter.com/ZxKWn0XrY9
— Gujarat First (@GujaratFirst) April 26, 2026
રાજકોટમાં આજે સ્થાનિક સ્વરાજનું મહામતદાન શરૂ
April 26, 2026 7:07 am
રાજકોટમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મહામતદાનનો પ્રારંભ થયો છે, જેમાં મહાનગરપાલિકાના 18 વોર્ડની બેઠકો માટે કુલ 236 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થશે. આ ચૂંટણી પ્રક્રિયા માટે મહાનગરમાં 1014 બૂથ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં 9 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજી તરફ, જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે પણ જંગ જામ્યો છે અને તાલુકા પંચાયતના 1189 બૂથ પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ગૌરવવંતી ગોંડલ નગરપાલિકા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ મતદારોની ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


