Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Politics:ગુજરાતની ચૂંટણીમાં મહિલાઓનું વર્ચસ્વ, ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી ભાગીદારી

Gujarat Politics: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ ઉમેદવારોની સંખ્યા અને ટિકિટ ફાળવણીના આંકડાઓએ સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે.
gujarat politics ગુજરાતની ચૂંટણીમાં મહિલાઓનું વર્ચસ્વ  ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી ભાગીદારી
Advertisement
  • Gujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે રસાકસી
  • ચૂંટણીમાં કુલ 26 હજારથી વધુ દાવેદારો મેદાનમાં
  • પહેલીવાર 27 ટકા OBC અનામત સાથે ચૂંટણી યોજાઈ
  • મહિલાઓને 52 ટકા જેટલી અનામત ઇતિહાસમાં પહેલી વખત

Gujarat Politics: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ ઉમેદવારોની સંખ્યા અને ટિકિટ ફાળવણીના આંકડાઓએ સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે.

Gujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે રસાકસી

આ વખતે ચૂંટણીમાં રસાકસી તો છે જ, પણ સાથે સાથે પક્ષોએ કરેલા જ્ઞાતિગત અને સામાજિક સમીકરણોના પ્રયોગોએ નવી ચર્ચા છેડી છે. મહાનગરપાલિકાથી લઈને છેક તાલુકા પંચાયત સુધી આ વખતે 26 હજારથી વધુ દાવેદારો મેદાનમાં છે, જે દર્શાવે છે કે છેવાડાના માનવી સુધી લોકશાહીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે.

Advertisement

કુલ 26,216 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કુલ 26,216 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે. વિગતે વાત કરીએ તો, મહાનગરપાલિકા (Municipal Corporation) માં 4703 અને નગરપાલિકા (Municipality) માં 4958 ઉમેદવારો નોંધાયા છે. જ્યારે સૌથી મોટો આંકડો જિલ્લા અને તાલુકા પંચાયત (District and Taluka Panchayat) માં જોવા મળ્યો છે, જ્યાં કુલ 16,555 ફોર્મ ભરાયા છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જે રીતે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો તેનાથી રાજકીય ગરમાવો તેની ટોચ પર પહોંચી ગયો હતો. આ વખતે ઐતિહાસિક રીતે પહેલીવાર 27 ટકા OBC અનામત સાથે ચૂંટણી યોજાઈ રહી છે, જેણે ચૂંટણીના આખા ગણિતને બદલી નાખ્યું છે.

Advertisement

મહિલા શક્તિનું વર્ચસ્વ

ટિકિટ ફાળવણીમાં આ વખતે મહિલા શક્તિનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, કારણ કે ઇતિહાસમાં પહેલીવાર મહિલાઓને 52 ટકા જેટલી ટિકિટ આપવામાં આવી છે.

Gujarat Politics-Local Body Elections-Gujarat frst1

90 થી વધુ મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં

ભાજપે આ ચૂંટણીને 2027 ની વિધાનસભા ચૂંટણીના સેમીફાઈનલ તરીકે જોઈને મોટો પ્રયોગ કર્યો છે, જેમાં તેમણે 90 થી વધુ મુસ્લિમ ઉમેદવારો (Muslim Candidates) ને મેદાનમાં ઉતારીને સૌને ચોંકાવ્યા છે.

હજુ પણ 70 ટકા ટિકિટ 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો પાસે

વય મર્યાદાની વાત કરીએ તો, હજુ પણ 70 ટકા ટિકિટ 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો પાસે છે, પરંતુ 21 થી 35 વર્ષની ઉંમરના યુવા ઉમેદવારોની સંખ્યામાં પણ 30 ટકાનો ધરખમ વધારો જોવા મળ્યો છે. કુલ ટિકિટોના 30 ટકા હિસ્સો યુવાનોને ફાળવીને પક્ષોએ નવી પેઢી પર ભરોસો મૂક્યો છે.60 વર્ષથી વધુની ઉંમરના ઉમેદવારો તમામ પક્ષોમાં મોટી સંખ્યામાં છે, જે દર્શાવે છે કે અનુભવ અને ઉત્સાહ વચ્ચે આ વખતે ગુજરાતમાં કાંટાની ટક્કર જોવા મળશે.

Gujarat Politics-Local Body Elections-Gujarat frst1

આ ચહેરાઓ સૌને ચોંકાવ્યા !

આ ચૂંટણીમાં કેટલાક એવા ચહેરાઓ મેદાનમાં છે જેમણે ભારે કુતૂહલ જગાડ્યું છે. મહેસાણા (Mehsana) માં ભાજપે પક્ષના વફાદાર પટાવાળા રમેશચંદ્ર ભીલ (Rameshchandra Bhil) ને ટિકિટ આપીને પાયાના કાર્યકરની કદર કરી છે.

બહુચરાજી (Becharaji) નગરપાલિકામાં બંગડી વેચવાનું કામ કરતી એક સામાન્ય મહિલાને મેદાનમાં ઉતારી છે.

રાજકોટ (Rajkot) માં કોંગ્રેસે જાણીતા રેડિયો જોકી (Radio Jockey) આભા (Abha) ને મેદાનમાં ઉતારીને ગ્લેમર અને લોકપ્રિયતાનો કાર્ડ ખેલ્યો છે.

અમદાવાદ (Ahmedabad) માં પણ કોંગ્રેસે જૂના અને જાણીતા કોંગ્રેસી ગૌત્રમાંથી આવતા 9 નેતાઓ પર પસંદગી ઉતારી છે.

આ પણ વાંચો: Gujarat Elections 2026: યુવા નેતાથી માંડીને સોશિયલ મીડિયા સ્ટાર્સ સુધી, કયા ચહેરાઓ બન્યા ચર્ચાનું કેન્દ્ર?

Tags :
Advertisement

.

×