Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat New Cabinet 2025 : વલસાડમાં BJP ને મજબૂત કરી, રાજ્યનાં ઇતિહાસનું સૌથી મોટા કદનું બજેટ રજૂ કર્યું

ગુજરાતની ભાજપ સરકારનું આજે નવું મંત્રીમંડળ નક્કી થયું છે. આ નવા મંત્રીમંડળમાં 6 મંત્રીને રિપીટ કરાયા છે, જેમાં નાણાં મંત્રી કનુ દેસાઈનું નામ પણ સામેલ છે. ગુજરાત સરકારનાં નવા કેબિનેટમાં વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને ફરી એકવાર સ્થાન મળ્યું છે. કનુ દેસાઈ દક્ષિણ ગુજરાતના એક જાણીતા રાજકારણી છે. નાણામંત્રી સહિત તેમણે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે.
gujarat new cabinet 2025   વલસાડમાં bjp ને મજબૂત કરી  રાજ્યનાં ઇતિહાસનું સૌથી મોટા કદનું બજેટ રજૂ કર્યું
Advertisement
  1. ગુજરાતની ભાજપ સરકારનાં નવા મંત્રીમંડળમાં કનુ દેસાઈ રિપીટ (Gujarat New Cabinet 2025)
  2. વલસાડની પારડી બેઠકનાં MLA કનુભાઈ દેસાઈને ફરી એકવાર મળ્યું સ્થાન
  3. નાણામંત્રી કનુ દેસાઈ દક્ષિણ ગુજરાતનાં એક જાણીતા રાજકારણી
  4. તેમણે બીકોમ, એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો, ભાજપ કાર્યકર્તા તરીકે શરૂઆત કરી હતી

Gujarat New Cabinet 2025 : ગુજરાતની ભાજપ સરકારનું આજે નવું મંત્રીમંડળ નક્કી થયું છે. આ નવા મંત્રીમંડળમાં 6 મંત્રીને રિપીટ કરાયા છે, જેમાં નાણાં મંત્રી કનુ દેસાઈનું (Kanu Desai) નામ પણ સામેલ છે. ગુજરાત સરકારનાં નવા કેબિનેટમાં વલસાડ જિલ્લાની (Valsad) પારડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને ફરી એકવાર સ્થાન મળ્યું છે, જેથી તેમના મતવિસ્તારમાં ખુશીનો માહોલ છે અને તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી પણ કરી છે. કનુ દેસાઈ દક્ષિણ ગુજરાતના એક જાણીતા રાજકારણી છે. નાણામંત્રી સહિત તેમણે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે.

આ પણ વાંચો - Gujarat New Cabinet : 8 કેબિનેટ મંત્રી, 3ને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો તો 13 નેતાઓને બનાવ્યા રાજ્યકક્ષાના મંત્રી

Advertisement
Advertisement

Advertisement

રાજકીય સફર :

કનુ દેસાઈ દક્ષિણ ગુજરાતનાં એક જાણીતા રાજકારણી છે, જેઓ અનાવિલ બ્રાહ્મણ સમાજનો જાણીતો ચહેરો છે. તેઓ વલસાડ જિલ્લાની પારડી બેઠકનું (Pardi Assembly) પ્રતિનિધિત્વ કરે છે અને વર્ષ 2012 થી સતત આ બેઠક પર ચૂંટાયેલા છે. ગુજરાત સરકારમાં તેમણે નાણાં અને ઊર્જા જેવા મહત્ત્વના મંત્રાલયો સંભાળ્યા છે. હાલમાં, તેઓ નાણામંત્રી તરીકેની સારી કામગીરી માટે જાણીતા છે. તેમને શિક્ષિત, હોશિયાર અને ભાજપના (BJP) સૌથી સિનિયર ચહેરાઓમાંના એક ગણવામાં આવે છે. રાજકીય કારકિર્દીમાં, તેમણે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ 7 વર્ષ સુધી સેવા આપી છે. જણાવી દઈએ કે, 16 સપ્ટેમ્બર, 2021 થી તેઓ નાણામંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. કનુ દેસાઈએ ચોથીવાર રાજ્ય બજેટ પણ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્યનાં ખેડૂતો માટે ખાસ અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. કનુ દેસાઈ દ્વારા 3લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટા કદનું બજેટ હતું.

આ પણ વાંચો - Gujarat New Cabinet 2025 : સક્રિય કાર્યકર્તાથી ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સુધીની રોચક સફર વિશે જાણો

અભ્યાસ, વલસાડમાં ભાજપને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા

વલસાડ જિલ્લાના (Valsad) પારડી ઉમરસાડીના દેસાઇ પરિવારમાંથી કનુ દેસાઇ આવે છે. તેમનો જન્મ 03 ફેબ્રુઆરી-1951 નાં રોજ થયો હતો. તેમણે બીકોમ, એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય જનતા પાર્ટીમાં (BJP) એક કાર્યકર તરીકે શરૂઆત કરી હતી અને ત્યાર બાદ જિલ્લા મહામંત્રી તરીકે રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી. વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત બનાવવામાં કનુભાઈ દેસાઈની મહત્ત્વની ભૂમિકા રહી છે. નોંધનીય છે કે, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે કનુ દેસાઈ 7 વર્ષ સુધી રહ્યા હતા અને પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસનાં ગઢ સમાન એવી ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો - હર્ષ સંઘવીનો ઐતિહાસિક ઇતિહાસ - સેવકથી નાયબ મુખ્યમંત્રીની સફર, સુરતી હીરાના ચમક જેવી રાજકીય કારકિર્દી

Tags :
Advertisement

.

×