Gujarat News Today: આજે 23 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today: ગુજરાતના વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવા માટે સચિવાલયના ઉપસચિવો માટે 'Enhancing Administrative Capacities and Leadership' વિષય પર ત્રણ દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ (Training Program) સ્પીપા ખાતે શરૂ થશે, જેનું ઉદ્ઘાટન મુખ્ય સચિવ એમ.કે. દાસ કરશે.
રાજકોટમાં વિરોધ અને રોડ શો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટમાં ભવ્ય રોડ શો કરવાના છે. જોકે, રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં 'ઓસ્કાર સ્કાય પાર્ક' ના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે ભાજપના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લગાવ્યા છે. બે વર્ષથી રજૂઆતો કરવા છતાં પ્રશ્નો ન ઉકેલાતા મતદારોએ વિરોધ (Public Protest) પ્રદર્શનની તૈયારી કરી છે.
અંબાજી ગબ્બર બે દિવસ બંધ
યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત (Ambaji Gabbar) પર મધમાખી અને ભમરાઓના ત્રાસને કારણે મુસાફરોની સુરક્ષા માટે બે દિવસ દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 20 પૂજારીઓ જીવના જોખમે પર્વતની ટોચ પરથી મધપૂડા હટાવવાની કામગીરી કરશે.
જૂનાગઢમાં ગિરનાર બચાવો અભિયાન
જૂનાગઢમાં સનાતન ધર્મની જગ્યાઓ પર થઈ રહેલી તોડફોડ અને અતિક્રમણ સામે સાધુ-સંતોની આગેવાનીમાં ભવ્ય મહારેલી (Girnar Rally) યોજાશે. કલેક્ટરને આવેદન આપીને ગિરનારની પવિત્રતા જાળવવા રજૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચો : Rashifal 23 April 2026 : મેષથી મીન; જાણો કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ છે વરદાન સમાન!


