Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today : આજે 04 જૂન 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે મહત્વપૂર્ણ ઘટનાઓ અને ગતિવિધિઓ જોવા મળી રહી છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમવિધિ સહિતના વિવિધ સરકારી અને સામાજિક કાર્યક્રમો આજના દિવસના મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યા છે.
gujarat news today   આજે 04 જૂન 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે મહત્વપૂર્ણ ઘટનાઓ અને ગતિવિધિઓ જોવા મળી રહી છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમવિધિ સહિતના વિવિધ સરકારી અને સામાજિક કાર્યક્રમો આજના દિવસના મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યા છે. રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામેના 'ઓપરેશન ડેલ્ટા હંટ' અને છેતરપિંડીના મામલે પણ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.

વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમવિધિ

વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું તબિયત નાદુરસ્ત હોવાના કારણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં અવસાન થયું છે. આજે તેમની અંતિમ યાત્રા તેમના અમદાવાદી પોળ સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે. ગરમીને ધ્યાનમાં રાખીને અંતિમ યાત્રાનો રૂટ 4.4 કિમીના બદલે ઘટાડીને 2.4 કિમીનો કરવામાં આવ્યો છે. ખાસવાડી સ્મશાન ખાતે સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપશે. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સાથે જ રૂટ પરના પાંચ મંદિરોમાં દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Advertisement

ગાંધીનગરમાં વહીવટી ગતિવિધિઓ

ગાંધીનગરમાં આજે કેટલીક મહત્વપૂર્ણ વહીવટી કામગીરી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ચાલી રહેલા 'ઓપરેશન ડેલ્ટા હંટ' અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા 'ઓપરેશન મ્યુલ હંટ' અંતર્ગત છેતરપિંડીના નાણાં મેળવતા એકાઉન્ટ સામેની કાર્યવાહી અંગે આજે સવારે 11:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાશે.

Advertisement

ઉત્પલ પટેલની પત્ની ભૂમી પટેલના પોલીસ રીમાન્ડ રીમાન્ડ આજે પૂર્ણ

આ ઉપરાંત, ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટરના નામે કરોડોની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી ઉત્પલ પટેલની પત્ની ભૂમી પટેલના પોલીસ રીમાન્ડ આજે પૂર્ણ થઈ રહ્યા છે, જેના કારણે તપાસમાં નવી વિગતો બહાર આવવાની શક્યતા છે. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'ગ્રીન્સ ગ્લોબલ રિસાયકલ એક્સપો એન્ડ સમિટ'નું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.

અમદાવાદમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ

અમદાવાદમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ '1st વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026'નો શુભારંભ કરાવશે. આ સાથે જ શહેરની ક્રાઇમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ડેલ્ટા હંટમાં અત્યાર સુધી 166 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે, જેની સંખ્યામાં આજે વધારો થવાની શક્યતા છે.

જામનગરમાં પાણી કાપ

જામનગરમાં પાઇપલાઇન સમારકામના કારણે આજે શહેરના મધ્યભાગના અમુક વિસ્તારોમાં પાણી કાપ રહેશે, જેમાં સિવિલ હોસ્પિટલ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ અંગે વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે.

વરસાદની સ્થિતિ

રાજ્યના વરસાદી માહોલની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 22 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરના સાયલામાં સવા બે ઇંચ, કડાણા અને હડાદમાં 1-1 ઇંચ, જ્યારે સંતરામપુર અને ગોધરામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે ઉત્તર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી છે.

આ પણ વાંચો:  Surendranagar ના સાયલા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં 2.5 ઈંચ વરસાદ ખાબકયો

Tags :
Advertisement

.

×