Gujarat News Today: આજે 11 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today: 11 એપ્રિલ 2026 ના ગુજરાત (Gujarat) ના સમાચાર - :
Gujarat News Today: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે (Today) ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ (Last Day) હોવાથી રાજ્યભરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો રેલીઓ અને શક્તિ પ્રદર્શન સાથે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરશે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને રાજપીપલા સહિતના મહત્ત્વના કેન્દ્રો પર આજે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળશે, જ્યારે ભાજપ દ્વારા ઉમેદવારોને મેન્ડેટ (Mandate) આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે.
ગાંધીનગરમાં મેન્ડેટ અને ઉમેદવારીનો ધમધમાટ
ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયતના જાહેર થયેલા ઉમેદવારોને મેન્ડેટ આપવાની પ્રક્રિયા આજે જિલ્લા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવશે. જિલ્લા પંચાયત માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ (Independent) ઉમેદવારો આજે પોતાનું નામાંકન નોંધાવશે. ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ, રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission) દ્વારા ઉમેદવારોની સંભવિત સંખ્યા જાહેર કરવામાં આવશે.
અમદાવાદ અને વડોદરામાં મહાનગરપાલિકાની જંગ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. અમદાવાદ પશ્ચિમના ઉમેદવારોના ફોર્મ નારણપુરા ખાતે લીગલ ટીમ (Legal Team) દ્વારા ચકાસણી કર્યા બાદ ભરવામાં આવશે. બીજી તરફ, વડોદરામાં ભાજપે યુવા ચહેરાઓ (Youth Faces) ની ફોજ મેદાનમાં ઉતારી છે, જેઓ આજે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવશે.
રાજપીપલા અને દક્ષિણ ગુજરાતમાં રસાકસી અને અસંતોષ
રાજપીપલામાં નાંદોદ તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં રેલી કાઢી ફોર્મ ભરશે. જોકે, રાજપીપલામાં ભાજપ દ્વારા મોડે સુધી નામો જાહેર ન કરાતા ઉમેદવારોમાં મૂંઝવણ જોવા મળી રહી છે, જેના કારણે કેટલાક અસંતુષ્ટ (Dissatisfied) કાર્યકરો અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. વાપી મહાનગરપાલિકાની તમામ ૫૨ બેઠકો પર ભાજપ આજે ભવ્ય રેલી (Rally) અને શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે.
અરવલ્લીમાં હાઈ-પ્રોફાઈલ ઉમેદવારી
અરવલ્લીમાં શામળાજીની ઓડ બેઠક પર સૌની નજર છે. પૂર્વ આઇપીએસ (Ex-IPS) મનોજ નિનામા આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે શામળાજી મામલતદાર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવશે. આ ઉપરાંત છોટાઉદેપુર, બોટાદ, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ચાંદખેડા બાળકી મૃત્યુ કેસ
ચૂંટણીના માહોલ વચ્ચે ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના રહસ્યમય મોત મામલે આજે પોલીસ તપાસમાં ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે. આ કેસમાં પરિવારના સભ્યોની ભૂમિકા અંગે આજે મહત્વના ખુલાસા અથવા ધરપકડ થઈ શકે છે.
આ પણ વાંચો: Rashifal 11 April 2026: શનિવાર અને સિદ્ધ યોગનો મહાસંયોગ, જાણો તમારી રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે?


