Gujarat News Today : આજથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, ડાંગ, વલસાડ, નર્મદા, સુરત, તાપી, નવસારી, અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ છે. રેડ એલર્ટના જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે સ્ટેટ ડિઝાસ્ટર ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે આજે અલગ અલગ બેઠકો યોજાશે.
Gujarat News Today : ગાંધીનગર
આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અગાઉ પડેલા વરસાદના કારણે એવી અનેક સોસાયટી અને વિસ્તાર છે કે જેમને યોગ્ય મદદ ન મળવાના કારણે નિરાશની અંતે પોતાની રીતે પાણી નિકાલ કર્યો હતો. તેવામાં હવે આવતીકાલે ભારે વરસાદની આગાહીના પગલે સોસાયટીઓ દ્વારા રેતીની બોરી ઉપરાંત પતરા સાથે તૈયારી કરી લીધી છે જો વરસાદી પાણી તેમની સોસાયટી કે બેઝમેન્ટમાં ઘૂસે તો તેને અટકાવવા માટે સોસાયટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
સુરત
આજે સુરત સહિત જિલ્લામાં રેડ એલર્ટ છે. જેના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. રેડ એલર્ટના પગલે અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા વરસાદી સ્થિતિ પર સત્તત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે. 24× 7 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
વડોદરા
વડોદરા કોર્પોરેશને મોડે મોડે શહેરીજનોની સુરક્ષા માટે પગલાં ભરવાની શરૂઆત કરી છે, કોર્પોરેશનના તાજેતરમાં ડ્રેનેજ, પાણી કે વરસાદી ગટરના પુરા થયેલા કામોના સ્થળોએ કોર્પોરેશને નાગરિકોને જાગૃત કરવા માટેના બેનર લગાવ્યા છે, જેમાં લોકોને વાહન સાવચેતીપૂર્વક ચલાવવા માટે અપીલ કરી છે. મહત્વની વાત છે કે અગાઉ ઉંડેરા સહિત અનેક સ્થળોએ વાહન પાલિકાએ ખોદેલા ખાડામાં ફસાઈ ગયા હતા અથવા તો ખાબક્યા હતા.
જામનગર
વીજ લાઇનને લઇને ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચશે, રાજકીય આગેવાની વગર ખેડૂતો એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર સમક્ષ રજૂઆત કરશે, તાજેતરનો સરકારના પરિપત્રના વિરોધમાં આવેદન આપશે.
ભાવનગર
શ્રાવણ માસ નજીક આવતાં કેળાના બજારમાં તેજી જોવા મળી રહી છે. કેળાના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. છેલ્લા કેટલાક સમયથી અનુકૂળ હવામાન, યોગ્ય માવજત અને બજારમાં વધતી માંગના કારણે કેળા ઉત્પાદકોને સારા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે રાહત મળી છે.
જુનાગઢ
મનપાના ભાજપના પૂર્વ સ્ટેડિંગ ચેરમેન અને હાલ જુનાગઢ શહેર બીજેપીના હોદ્દેદાર અને તેમના મિત્ર સાથે 75 લાખની ઠગાઇ. બન્નેના દીકરાઓને સ્ટુડન્ટ વિઝાના નામે ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરી છે. ગાંધીનગરના અજયસિંહ વાઘેલા સામે ફરિયાદ 2023થી આરોપીએ અલગ અલગ ફીના નામે પડાવ્યા 75 લાખ હાલ આરોપી ફરાર છે.
બનાસકાંઠા
ડીસા મામલતદાર કચેરીમાં ફાયર સેફ્ટીના નામે ગંભીર બેદરકારી સામે આવી છે. કચેરીમાં લગાવવામાં આવેલું ફાયર એક્સટિંગ્વિશર અંદાજે એક મહિના પહેલા જ એક્સપાયર થઈ ચૂક્યું હોવા છતાં હજુ સુધી તેને બદલીને નવું લગાવવામાં આવ્યું નથી. સરકારી કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવા છતાં ફાયર સેફ્ટીના મૂળભૂત નિયમોનું પાલન ન થતું હોવાના સવાલો ઊભા થયા છે.
પાલનપુરમાં પાલિકા અને માર્ગ મકાન વિભાગે ખુદ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના પરિપત્રના ધજાગરા ઉડાવી દીધા.ડિઝાસ્ટર વિભાગે જિલ્લામાં ભારે વરસાદ અને ભારે પવનની આગાહી વચ્ચે લાગેલા જોખમી હોડીંગ્સ ઉતારી દેવા પરિપત્ર કર્યો હોવા છતાં ય તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય અને મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આજે પાલિકાની સાધારણ સભાં મળશે. જો કે પાલિકામાં નવી બોડી બન્યા બાદ હજુ સુધી કમિટીઓની રચના થઇ શકી નથી ત્યારે આજના બોર્ડ બેઠકમાં સમિતિઓની રચના થાય છે.
અરવલ્લી
આજે હવામાન વિભાગ દ્વારા વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અરવલ્લી જિલ્લાનો પણ શમાવેશ થયો છે. ત્યારે આ એલર્ટના પગલે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લા મથક ખાતે એનડીઆરએફની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.
ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે. ખેડૂતો મુશ્કેલીમાં, એક મહિના પહેલા ગીર સોમનાથ જિલ્લામાં 20 થી 22 ઇંચ વરસાદ પડ્યો હતો. ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી અને સોયાબીનું વાવેતર કર્યું હતું. હવે વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે.
આ પણ વાંચો : Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ, છોટા ઉદેપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો