Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 15 જૂન 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: રાજ્યમાં ખેડૂત આંદોલનની ગરમાગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી અને વિવિધ જિલ્લાઓમાં મહત્વપૂર્ણ ઘટનાઓ બનવા જઈ રહી છે. સુરતની વાત કરીએ તો, અહીં કથિત નકલી ડિમોલિશન મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે બીજી તરફ ગુજરાતના જિલ્લાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ કુચ કરશે.
gujarat news today  આજે 15 જૂન 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: રાજ્યમાં ખેડૂત આંદોલનની ગરમાગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી અને વિવિધ જિલ્લાઓમાં મહત્વપૂર્ણ ઘટનાઓ બનવા જઈ રહી છે. સુરતની વાત કરીએ તો, અહીં કથિત નકલી ડિમોલિશન મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે બીજી તરફ ગુજરાતના જિલ્લાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ કુચ કરશે.

ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ કુચ કરશે

કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો આજે ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકત્રિત થયા છે, જ્યાંથી તેઓ ગાંધીનગર તરફ કૂચ કરવાના છે. આ ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલીયા અને લાલજી દેસાઈનું નેતૃત્વ મળી રહ્યું છે, તેમજ આમ આદમી પાર્ટીએ પણ આ પ્રદર્શનને પોતાનું સત્તાવાર સમર્થન જાહેર કર્યું છે. પોતાની વિવિધ માંગણીઓના મુદ્દે સરકાર પર દબાણ લાવવા માટે ખેડૂતો દ્વારા આયોજિત આ ટ્રેક્ટર રેલીને લઈને વહીવટીતંત્ર પણ સાબદું બન્યું છે અને આંદોલનકારી ખેડૂતોની સુરક્ષા તેમજ શાંતિ વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરશે

રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસ સેટઅપને પ્રોત્સાહન આપવા માટે નવા ઈન્સેન્ટિવ અને ટેક્સમાં છૂટછાટની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત, શહેરમાં ચાંદલોડિયા બ્રિજ ડિમોલિશનની પ્રક્રિયા પણ ચર્ચામાં છે.

Advertisement

સુરત

નાસિર નગર કથિત નકલી ડિમોલિશન મામલે આજે કોંગ્રેસ અને પાંચ અસરગ્રસ્તો હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરશે. આ અસરગ્રસ્તો વૈકલ્પિક વ્યવસ્થા, તટસ્થ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સમગ્ર પ્રકરણની તપાસ માટે રચાયેલી કમિટી 16  જૂને પોતાનો અહેવાલ પાલિકા કમિશનરને સોંપવાની છે, જેના પર સૌની નજર ટકેલી છે.

જુનાગઢ

આજે સોમવતી અમાસ અને અધિક માસનો અંતિમ દિવસ હોવાથી દામોદર કુંડ પર શ્રદ્ધાળુઓનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. અધિક માસની આ અમાસના સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી લોકો સ્નાન કરી ગોરમાનું વિસર્જન કરશે. બીજી તરફ, આવતીકાલથી સિંહોનું વેકેશન શરૂ થઈ રહ્યું છે, જેથી સાસણ ગીર અને ગિરનાર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ચાર માસ સુધી બંધ રહેશે. જોકે, દેવળીયા પાર્ક અને સક્કરબાગ ઝૂ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

વાવ-થરાદ

કેબિનેટ મંત્રી અને વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આજે જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ પ્રગતિ પથ યાત્રાના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ જોડાયા છે.

હવામાન આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સારો વરસાદ 23 જૂન બાદ જોવા મળી શકે છે અને 16 જૂન બાદ બંગાળમાં લો પ્રેશર સર્જાશે. ભાવનગરમાં આજે તાપમાન 41.9 ડિગ્રી નોંધાયું છે, જે ગરમીની તીવ્રતા દર્શાવે છે. ચોમાસું આ વર્ષે થોડું મોડું શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  LIVE: Gujarat Latest News : Iran-America વચ્ચે યુદ્ધ ખતમ થશે, ટ્રમ્પે કહ્યું, દુનિયાના જહાજો એન્જિન ચાલુ કરો

Tags :
Advertisement

.

×