Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 22 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

ગુજરાતમાં Local Body Election ને લઈ આજે ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે સાંજે 4 વાગ્યે ચૂંટણી પંચ કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક કરશે. બોટાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ખેડામાં જગદીશ વિશ્વકર્માની સભા યોજાશે. વેરાવળમાં રાજલ બારોટની બાઇક રેલી નીકળશે, જ્યારે વલસાડમાં પાસપોર્ટ કૌભાંડમાં મોટી ધરપકડ કરવામાં આવી છે.
gujarat news today  આજે 22 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election) માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission) દ્વારા આજે સાંજે 4 કલાકે તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવશે. આ બેઠકમાં ચૂંટણીની પૂર્વતૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની આખરી સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ આજે ગુજકોમાસોલના નેચરલ ફર્ટિલાઈઝરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે કરવામાં આવશે.

નેતાઓના પ્રચાર પ્રવાસ અને જનસભાઓ

આજે બોટાદમાં ચૂંટણીનો પારો ગરમાયો છે, જ્યાં સાંજે 5:30 કલાકે નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Local Body Election) ભવ્ય જાહેર સભા યોજાશે. ખેડા જિલ્લામાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સવારથી જ પ્રચાર મેદાનમાં છે, જેઓ માતરના સેખુપુર અને નડિયાદ સ્વામિનારાયણ મંદિર ખાતે સભા સંબોધશે. વેરાવળમાં ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શનના ભાગરૂપે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકપ્રિય ગાયિકા રાજલ બારોટ (Rajal Barot) આકર્ષણનું કેન્દ્ર બનશે.

Advertisement

Gujarat News Today:

આજે સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજરી આપી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે. બીજી તરફ, સુરક્ષા એજન્સીઓ પણ સજ્જ છે. વલસાડ પોલીસે (Local Body Election) બોગસ દસ્તાવેજો બનાવી પાસપોર્ટ મેળવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોર્ટુગીઝ નાગરિકતા (Portuguese Citizenship) ધરાવતા માતા-પિતાના સંતાનોએ ગુનાહિત ઈતિહાસ છુપાવવા ખોટા નામે પાસપોર્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Rashifal 22 April 2026: જાણો કઈ રાશિના જાતકો પર થશે ધનવર્ષા અને કોણ રહેશે ભાગ્યશાળી?

Tags :
Advertisement

.

×