Gujarat News Today: આજે 25 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Elections) ને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગાંધીનગર જિલ્લામાં દહેગામ અને કલોલ નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ માણસા, કલોલ અને દહેગામ તાલુકા પંચાયત માટે 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે. આ પ્રક્રિયા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે અને આજે વહેલી સવારથી જ ઈવીએમ ડિસ્પેચ (EVM Dispatch Process) ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે 4873 પોલિંગ સ્ટાફ અને 1408 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત માટે સિંગલ ચોઈસ ઈવીએમ [Single Choice EVM] અને નગરપાલિકા માટે મલ્ટી ચોઈસ ઈવીએમ [Multi Choice EVM] નો ઉપયોગ કરવામાં આવશે. રિઝર્વ વ્યવસ્થા સાથે પૂરતા પ્રમાણમાં બેલેટ અને કંટ્રોલ યુનિટની ફાળવણી કરી દેવામાં આવી છે.
ખોડલધામમાં આનંદીબેન પટેલની ધ્વજારોહણ વિધિ
ચૂંટણીના આ માહોલ વચ્ચે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે ખોડલધામ [Khodaladham Temple] ખાતે ધ્વજા ચડાવશે. અનાર પટેલને સંગઠનમાં જવાબદારી મળ્યા બાદ આ મુલાકાત રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વની મનાઈ રહી છે. નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓની હાજરીમાં યોજાનારા આ ધાર્મિક પ્રસંગે રાજકીય ચર્ચાઓ પણ તેજ બનાવી છે.
દમણ પોલીસને મળી મોટી સફળતા
બીજી તરફ, દમણ પોલીસે તમિલનાડુની કુખ્યાત ગેંગ (Tamil Nadu Gang Arrested) ને ઝડપી પાડી છે. આ ગેંગ વહેલી સવારે ઘરોમાં ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતી હતી. પોલીસે 13 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપ્યા છે, જેમણે વલસાડ સહિત અનેક રાજ્યોમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે.
આ પણ વાંચો : Aaj Nu RashiFal : સિંહ અને મીન રાશિના જાતકો માટે હર્ષણ યોગ રહેશે ફળદાયી, જાણો તમારી રાશિનો હાલ


