Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 22 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today: ગુજરાત (Gujarat) રાજ્યમાં હાલ (Scorching Heat) કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે, જેની વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવા વરસાદની (Light Rain) મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યના 6 મુખ્ય શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેમાં રાજકોટ 43.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે.
gujarat news today  આજે 22  મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today: ગુજરાત (Gujarat) રાજ્યમાં હાલ (Scorching Heat) કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે, જેની વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવા વરસાદની (Light Rain) મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યના 6 મુખ્ય શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેમાં રાજકોટ 43.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. આ તરફ ગાંધીનગરમાં ખેડૂતોના મુદ્દે ભારતીય કિસાન સંઘની બેઠક, અમદાવાદમાં નકલી પીએસઆઈ મામલે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. વળી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે સૌરાષ્ટ્રમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાશે, જ્યારે વડોદરા જિલ્લા ભાજપને નવા હોદ્દેદારો મળશે અને કચ્છથી દિલ્હી નવી ટ્રેન સેવા શરૂ થશે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અને ગરમીની સ્થિતિ

રાજ્યમાં ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurashtra) ના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. ગરમીના આંકડાની વાત કરીએ તો, રાજકોટ (Rajkot) શહેર 43 .5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, જ્યારે અમદાવાદ (Ahmedabad) અને અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, ડીસામાં 41.1ડિગ્રી અને વડોદરા (Vadodara) તથા કંડલામાં તાપમાન 40  ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

Advertisement

ગાંધીનગર (Gandhinagar)

ગાંધીનગરના બલરામ ભવન ખાતે આજે ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh) દ્વારા એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ (Press Conference) યોજવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં રાજ્યના ખેડૂતોની વર્તમાન સ્થિતિ અને તેમની સાંપ્રત સમસ્યાઓના મુદ્દાઓને લઈને વિગતવાર ચર્ચા અને રજૂઆત કરવામાં આવશે.

Advertisement

બીજી તરફ, ગાંધીનગરની રક્ષા શક્તિ યુનિવર્સિટી (Raksha Shakti University) ખાતે આગામી 29 મેથી 22 જૂન દરમિયાન પ્રથમ ઓલિમ્પિક આર્મ્સ રેસલિંગ સ્પર્ધા (Olympic Arms Wrestling Competition) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશના 27 રાજ્યોમાંથી અંદાજે 2000 જેટલા સ્પર્ધકો ભાગ લેવાના છે. આ મોટા આયોજન સંદર્ભે વિસ્તૃત વિગતો આપવા માટે આજે રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે.

અમદાવાદ (Ahmedabad)

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન (Navrangpura Police Station) માં નકલી પીએસઆઇ (Fake PSI) બનીને નિર્દોષ લોકો પાસેથી પૈસા પડાવવા મામલે વધુ એક નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી હિમાંશુ પંચાલ કે જે પોતાની નકલી ઓળખ આપતો હતો, તેના અવનવા કારનામાઓ અને ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યા છે. આ સમગ્ર હાઈ-પ્રોફાઈલ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા આજે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર વિગતો જાહેર કરવામાં આવશે.

રાજકોટ અને ધોરાજી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી (Union Minister of Labour and Employment) ડૉ. મનસુખ માંડવીયા આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ આજે સવારે 10  વાગ્યે ધોરાજી ટાઉન હોલ ખાતે પહોંચશે, જ્યાં ધોરાજી નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું (Development Projects) તેમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી સ્થાનિક નાગરિકોની સુવિધાઓમાં મોટો વધારો થશે. ત્યારબાદ સાંજે 5: 30 કલાકે રાજકોટના એન્જિનિયરિંગ હોલ (Engineering Hall) ખાતે તેઓ સ્થાનિક ઉદ્યોગપતિઓ (Industrialists) સાથે એક ખાસ બેઠક યોજશે, જેમાં ઉદ્યોગોની વર્તમાન સ્થિતિ અને પેટ્રોલ-ડીઝલની પરિસ્થિતિ સહિતના ગંભીર મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

વડોદરા (Vadodara)

વડોદરા જિલ્લાના રાજકારણમાં આજે મોટો ગરમાવો જોવા મળશે, કારણ કે વડોદરા જિલ્લા પંચાયતને આજે નવા પ્રમુખ (President), ઉપપ્રમુખ, દંડક અને શાસક પક્ષના નેતા સહિતના મુખ્ય હોદ્દેદારો મળી જશે. પ્રદેશ ભાજપ (BJP) નેતૃત્વ દ્વારા તમામ નક્કી કરાયેલા નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તમામ પસંદ થયેલા પદાધિકારીઓ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકીય દાવેદારોમાં 'કહીં ખુશી કહીં ગમ' જેવા માહોલ વચ્ચે આજે તમામ હોદ્દેદારોની વિધિવત વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

કચ્છ (Kutch)

કચ્છના મુસાફરો માટે રેલવે સુવિધા ક્ષેત્રે આજે એક મહત્વનો દિવસ છે. ભુજથી દિલ્હી (Bhuj to Delhi) વચ્ચે નવી ટ્રેન સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે બપોરે 3:15 કલાકે કચ્છના સાંસદ (Member of Parliament) વિનોદભાઈ ચાવડા આ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ શુભ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ (Virtual) માધ્યમથી જોડાઈને ટ્રેન સેવાનો ડિજિટલ પ્રારંભ કરાવશે.

આ પણ વાંચો:  Weather : 27 મે સુધી હીટવેવની આગાહી, દિલ્હી-UPમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

Tags :
Advertisement

.

×