Gujarat News Today: આજે 15 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today: 15 એપ્રિલ 2026 ના ગુજરાત (Gujarat) ના સમાચાર - :
Gujarat News Today: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) માટેનો પ્રચાર અને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. બીજી તરફ, ભાજપ દ્વારા રાજ્યભરમાં સભાઓ અને કાર્યકર્તા સંવાદોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાયબ મુખ્યમંત્રી (Deputy CM) હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ (State President) જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ મોરચો સંભાળશે.
ગાંધીનગર (Gandhinagar)
ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે: જિલ્લા, તાલુકા પંચાયત (Taluka Panchayat) અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ખેંચી શકાશે, ત્યારબાદ ઉમેદવારોની આખરી યાદી (Final Candidate List) જાહેર થશે.
પ્રેસ કોન્ફરન્સ: પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા (Chief Spokesperson) ડૉ. અનિલભાઈ પટેલ આજે કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.
અમદાવાદ (Ahmedabad)
ચાંદખેડા કેસ: ચાંદખેડા વિસ્તારમાં ઢોસા ખાધા બાદ બે બાળકીઓના ભેદી મોત (Mysterious Death) મામલે આજે 10 દિવસ પછી પોલીસ તપાસમાં કોઈ ચોક્કસ (Concrete) પુરાવા મળ્યા છે કે કેમ તે અંગે મહત્વની માહિતી સામે આવી શકે છે.
સુરેન્દ્રનગર (Surendranagar)
ચોટીલામાં હર્ષ સંઘવી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ચોટીલા ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન (Office Inauguration) કરશે અને જાહેર સભાને સંબોધશે.
વાવ-થરાદ અને બનાસકાંઠા (Vav-Tharad)
મહિલા સંમેલન: દિયોદરના સણાદર ખાતે આજે સવારે 11 વાગ્યે ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી મહિલા સશક્તિકરણ (Women Empowerment) અને જાગૃતિ કાર્યક્રમમાં હાજરી આપશે.
છોટાઉદેપુર (Chhotaudepur)
બોડેલીમાં સભા: હર્ષ સંઘવી બોડેલીમાં પણ ચૂંટણી પ્રચાર (Election Campaign) માટે સભા ગજવશે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અમરેલી (Amreli)
કાર્યકર્તા સંવાદ: પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સવારે 9 વાગ્યે અમરેલીની હોટલ એન્જલ લોર્ડઝ ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ (Workers Dialogue) કરશે અને ચૂંટણી જીતવા માટે માર્ગદર્શન આપશે.
બોટાદ (Botad)
સંગઠન બેઠક: પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી (Organization General Secretary) રત્નાકરજી આજે બપોરે 2 કલાકે કષ્ટભંજન રિસોર્ટ ખાતે જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજશે.
વડોદરા (Vadodara)
રસપ્રદ જંગ: વડોદરાના વોર્ડ નં. 16માં અનોખો મુકાબલો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે તેના સૌથી સિનિયર નેતા (Senior Leader) 75 વર્ષીય ચંદ્રકાંત શ્રીવાસ્તવને મેદાને ઉતાર્યા છે, જ્યારે ભાજપે વય મર્યાદાના નિયમોમાં છૂટછાટ આપી 63 વર્ષીય સરસ્વતી દેસાઈને ટિકિટ આપી છે.
ભાવનગર (Bhavnagar)
પતિ-પત્ની મેદાને: ઉમરાળા તાલુકા પંચાયતની બેઠકો પર આઝાદી પછી પ્રથમવાર પતિ-પત્ની ચૂંટણી લડી રહ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. કોંગ્રેસ પક્ષે લગાળા અને ધરવાળા બેઠક પર આ દંપતીને ઉમેદવાર (Candidate) બનાવ્યા છે.
ખેડા (Kheda)
કાકા-ભત્રીજો સામસામે: કઠલાલ-કપડવંજમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા મહેશભાઈ ડાભીને કોંગ્રેસે ટિકિટ આપી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ગીર સોમનાથ (Gir Somnath)
કેસર કેરીની નિકાસ: તાલાલાની પ્રખ્યાત કેસર કેરી (Kesar Mango) હવે સાત સમંદર પાર અમેરિકામાં પણ સ્વાદ ફેલાવશે. તાલાલાથી 800 બોક્સ કેરી અમેરિકા એક્સપોર્ટ (Export) કરવા રવાના થયા છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે.
નવસારી (Navsari)
યુવા ટાઉન હોલ: જિલ્લા યુવા મોરચા દ્વારા આજે 40 વર્ષથી નીચેના સફળ યુવાનો માટે યુવા ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ પોતાના અનુભવો (Experiences) શેર કરશે.
આ પણ વાંચો: Rashifal 15 April 2026: ગ્રહોની બદલાતી ચાલ આ રાશિના જાતકોને બનાવશે માલામાલ, જાણો તમારી રાશિ વિશે


